અરવિંદ કેજરીવાલની આ માંગને કોર્ટે તરત માની લીધી, કહ્યું-જો ED નિષ્ફળ રહે તો..

અરવિંદ કેજરીવાલની આ માંગને કોર્ટે તરત માની લીધી, કહ્યું-જો ED નિષ્ફળ રહે તો..

03/23/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

અરવિંદ કેજરીવાલની આ માંગને કોર્ટે તરત માની લીધી, કહ્યું-જો ED નિષ્ફળ રહે તો..

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા કથિત આબકારીનીતિ કૌભાંડ કેસમાં માઠી રીતે ફસાઈ ચૂક્યા છે. EDની ટીમે મુખ્યમંત્રી કેજરીવાલની લાંબી પૂછપરછ બાદ ગુરુવારે રાત્રે ધરપકડ કરી લીધી હતી. કેજરીવાલે પોતાના વકીલના માધ્યમથી સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો. જો કે, સ્પેશિયલ બેન્ચમાં સુનાવણી અગાઉ જ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંધવીએ અરજી પાછી લઈ લીધી. બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રીને રિમાન્ડ પર લેવા માટે EDએ તેમને રાઉજ એવેન્યૂ કોર્ટમાં રજૂ કર્યા.


જો ED નિષ્ફળ રહે તો..

જો ED નિષ્ફળ રહે તો..

કોર્ટે અરવિંદ કેજરીવાલને 28 માર્ચ 2024 સુધી કસ્ટડીમાં મોકલી દીધા છે. સુનાવણી દરમિયાન જ કેજરીવાલે કોર્ટને પોતાની બીમારી બાબતે બતાવતા કેટલીક ખાસ સુવિધા આપવાની માગને લઈને અરજી કરી હતી, જેને કોર્ટે તરત માની લીધી હતી. કેજરીવાલે કોર્ટને જણાવ્યું કે, તેઓ હાઇપરગ્લેસીમિયા નામની બીમારીથી પીડિત છે. તેમની તરફથી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે, તેમને જરૂરી દવાઓ સાથે સાથે સારવારના હિસાબે ઘરનું ભોજન લેવાની મંજૂરી આપવામાં આવે. રાઉજ એવેન્યૂ કોર્ટે તેમની અરજી સ્વીકારતા કહ્યું કે, તેમની દવાઓ અને સારવાર જરૂરિયાત મુજબ ચાલતી રહે. સાથે જ મેડિકલ એડવાઇઝના આધાર અપર કેજરીવાલને ખાવાનું આપવામાં આવે. જો ED ચિકિત્સકિય રૂપે જરૂરિયાત મુજબ ભોજન પ્રદાન કરવામાં નિષ્ફળ રહે છે તો તેમને (કેજરીવાલને) ઘરથી ખાવાનું લાવવાની મંજૂરી આપવામાં આવે.


28 માર્ચ સુધી રિમાન્ડ પર મોકલ્યા:

28 માર્ચ સુધી રિમાન્ડ પર મોકલ્યા:

રાઉજ એવેન્યૂ કોર્ટે કેજરીવાલને 28 માર્ચ સુધી માટે EDની કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. તેમને 28 માર્ચના રોજ 2:00 વાગ્યે કોર્ટમાં હાજર કરવામાં આવશે. કોર્ટે ઓડરમાં નિર્દેશ આપ્યા કે ED કસ્ટડી દરમિયાન મુખ્યમંત્રી કેજરીવાલ રોજ અડધો કલાક પત્ની સુનિતા કેજરીવાલ અને વિભાવ કુમાર સાથે મુલાકાત કરી શકશે. કેજરીવાલ રોજ સાંજે 6-7 વાગ્યા વચ્ચે અડધા કલાક માટે પોતાના વકીલો સાથે પણ મુલાકાત કરી શકશે. ઉલ્લેખનીય છે કે, કેજરીવાલ તરફથી વરિષ્ઠ એડવોકેટ અભિષેક મનુ સિંધવી, બિક્રમ ચૌહાણ અને રમેશ ગુપ્તા કોર્ટમાં રજૂ થયા હતા. ED તરફથી ASG એસ.વી. રાજૂએ પક્ષ રાખ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top