BIG NEWS : કેજરીવાલને મોટો ફરી મોટો ઝટકો..' ન મળી રાહત, હાઈકોર્ટે ફગાવી અરજી અને કહ્યું કે પુરા

BIG NEWS : કેજરીવાલને મોટો ફરી મોટો ઝટકો..' ન મળી રાહત, હાઈકોર્ટે ફગાવી અરજી અને કહ્યું કે પુરાવા બતાવે છે કે...

04/09/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

BIG NEWS : કેજરીવાલને મોટો ફરી મોટો ઝટકો..' ન મળી રાહત, હાઈકોર્ટે ફગાવી અરજી અને કહ્યું કે પુરા

દિલ્હી હાઈકોર્ટે દારુ કૌભાંડના આરોપી સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી દીધી છે. જજ સ્વર્ણ કાંતા શર્માએ અરવિંદ કેજરીવાલની અરજી પર ચુકાદો સંભળાવ્યો હતો.

જજે ચુકાદો વાંચી સંભળાવતા કહ્યું કે આ અરજી જામીન માટે નથી પરંતુ કેજરીવાલે તેમની ધરપકડને પડકારવા માટે અરજી દાખલ કરી હતી. કોર્ટે કહ્યું છે કે ED દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓ પરથી એ બતાવી રહ્યું છે કે આ કેસમાં અરવિંદ કેજરીવાલની સંડોવણી છે. કોર્ટે કહ્યું કે પુરાવા બતાવે છે કે લાંચ કૌભાંડમાં કેજરીવાલની સક્રિય ભૂમિકા હતી. તેઓ લાંચ લેવા વિશે જાણતા હતા.


અરવિંદ કેજરીવાલે આ પ્રશ્નો ઉઠાવ્યા?

અરવિંદ કેજરીવાલે આ પ્રશ્નો ઉઠાવ્યા?

કેજરીવાલે કહ્યું કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમની ધરપકડ કરવામાં આવી છે. આ લોકશાહી, નિષ્પક્ષ ચૂંટણી અને સમાન તક સહિત બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન છે. જ્યારે EDએ કહ્યું છે કે કાયદો દરેકને સમાન રીતે લાગુ પડે છે.



EDએ શું કહ્યું?

EDએ શું કહ્યું?

EDએ દાવો કર્યો છે કે દિલ્હી એક્સાઇઝ પોલિસી બનાવવામાં અને તૈયાર કરવામાં અનિયમિતતાઓ હતી. તેના મુખ્ય કાવતરાખોર અરવિંદ કેજરીવાલ છે. આ સિવાય AAPના ઘણા મોટા નેતાઓ અને મંત્રીઓ આમાં સામેલ થયા છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ કેજરીવાલની અરજીનો વિરોધ કરતા કહ્યું છે કે ચૂંટણીના આધારે ધરપકડમાંથી મુક્તિ આપી શકાય નહીં, કારણ કે કાયદાની સામે દરેક સમાન છે.

બીજી તરફ AAPએ EDના દાવા પર કહ્યું કે ભાજપ રાજકીય બદલાની ભાવનાથી કામ કરી રહ્યું છે, પરંતુ લોકો અમારી સાથે છે અને તેમને જવાબ આપશે. કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. આમ કરીને તેઓ વિપક્ષને પરેશાન કરી રહ્યા છે.


AAPના 3 મોટા નેતા જેલમાં બંધ

AAPના 3 મોટા નેતા જેલમાં બંધ

હાલમાં દારુ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના 3 મોટા નેતા જેલમાં બંધ છે. આ તો ચાર હતા પરંતુ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે સંજય સિંહને જામીન પર છોડ્યાં હતા. આ રીતે સત્યૈન્દ્ર જૈન, મનિષ સિસોદીયા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં કેદ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top