ત્રણ ડોઝ, સોય વગરની વેક્સિન : ભારતમાં સપ્લાય શરૂ, જાણો કોને અપાશે, શું હશે કિંમત

ત્રણ ડોઝ, સોય વગરની વેક્સિન : ભારતમાં સપ્લાય શરૂ, જાણો કોને અપાશે, શું હશે કિંમત

02/03/2022 National

SidhiKhabar

SidhiKhabar

ત્રણ ડોઝ, સોય વગરની વેક્સિન : ભારતમાં સપ્લાય શરૂ, જાણો કોને અપાશે, શું હશે કિંમત

નેશનલ ડેસ્ક: ૨૦૧૯ થી કોરોના મહામારી સામે લડતા વિશ્વ માટે કોરોનાની રસી આશીર્વાદ લઈને આવી હતી. ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં જુદી-જુદી કોરોના વેક્સિનના કરોડો ડોઝ લોકોને અપાઈ ચૂક્યા છે અને કોરોનાની ત્રીજી લહેરમાં કોરોના રસીના કારણે જ ઘણા લોકો સંક્રમણમાંથી બચી શક્યા હતા. ભારતમાં કોરોનાની ઘણી રસીને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. જોકે, કૉવેક્સિન અને કોવિશીલ્ડ જેવી રસીઓ મુખ્યત્વે ઉપયોગમાં લેવાઈ રહી છે. ત્યારે હવે સમાચાર મળ્યા છે કે સ્વદેશી કંપની Zydus Cadila એ પોતાની કોરોના વેક્સીન ZyCova-D ની સપ્લાય શરૂ કરી દીધી છે.


આ વેક્સિન 12 વર્ષથી વધુની વયના લોકોને આપવામાં આવશે. આ રસીની ખાસ વાત એ છે કે, તેમાં સોયનો ઉપયોગ કરવામાં નહીં આવે. એટલે કે રસી નીડલ ફ્રી છે. જે સોય વગર જ આપવામાં આવશે.આ ઉપરાંત આ રસી લેનારે ત્રણ ડોઝ લેવા પડશે. Zydus Cadila ની આ રસી ZyCov-Dને ગયા વર્ષે ઓગસ્ટમાં જ કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી હતી. જોકે, અત્યાર સુધી આ રસીનો ઉપયોગ થઈ શક્યો નથી.


ZyCov-Dને આ ચાર બાબતો ખાસ બનાવે છે.

ZyCov-Dને આ ચાર બાબતો ખાસ બનાવે છે.

ત્રણ ડોઝવાળી વેક્સિન: અત્યારે સુધી દુનિયાભરમાં જેટલી રસી આવી છે, એ કાં તો સિંગલ ડોઝ છે અથવા તો ડબલ ડોઝ છે. પરંતુ આ પહેલી વેક્સિન છે, જે ત્રણ ડોઝની બનાવવામાં આવી છે.

નીડલ ફ્રી વેક્સિન: આ રસી આપવામાં સોયનો ઉપયોગ થશે નહીં. તેને જેટ ઇન્જેક્ટરની મદદથી લગાડવામાં આવશે. આ રસીને હાઈ પ્રેશરથી લોકોની ત્વચામાં ઇન્જેક્ટ કરવામાં આવશે. આ ડિવાઈસની શોધ 1960માં થઇ હતી. WHO2013માં તેના ઉપયોગ માટેની અનુમતિ આપી હતી.

DNA બેઝ્ડ વેક્સિન: ZyCov-D વિશ્વની પહેલી DNA બેઝ્ડ વેક્સિન છે. અત્યાર સુધી જેટલી પણ વેક્સિન શોધવામાં આવી તે બધી mRNAનો ઉપયોગ કરે છે, જ્યારે આ વેક્સિન પ્લાઝ્મિડ-DNAનો ઉપયોગ કરે છે.

સરળતાથી સંગ્રહ કરી શકાય: બીજી બધી વેક્સિનની સરખામણીમાં આ રસીનો સંગ્રહ કરવો સરળ છે. આ રસીને2 થી 8 ડીગ્રી સેલ્સિયસ તાપમાને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે.એટલું જ નહીં, 4 મહિના સુધી 25 ડીગ્રી સેલ્સિયસ તાપમાને પણ તેને રાખી શકાય છે.


આ વેક્સિનના ત્રણ ડોઝ 28-28 દિવસનાં અંતરાલ પર લગાડવામાં આવે છે. પહેલો ડોઝ લીધા પછી 28 દિવસના સમયગાળા બાદ બીજો ડોઝ લેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો ડોઝ 56 (28+28) દિવસ બાદ લેવામાં આવે છે.


આ વેક્સિન કઈ રીતે કામ કરે છે?

આ વેક્સિન કઈ રીતે કામ કરે છે?

આ વેક્સિન શરીરની ઇમ્યુનીટી વધારવા માટે જેનેટિક મટીરિયલનો ઉપયોગ કરે છે. અત્યારે જે વેક્સિન છે તે mRNA ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તેણે મેસેન્જર RNA કહેવામાં આવે છે. આ વેક્સિન શરીરમાં જઈને કોરોના વિરુદ્ધ એન્ટીબોડી બનાવે છે. આ રસીની એક ખાસ વાત એ છે કે જો વાયરસ મ્યૂટેટ થાય તો તેને અમુક સપ્તાહમાં બદલી પણ શકાય છે. DNA વેક્સિન વધારે અસરદાર અને મજબૂત માનવામાં આવે છે. અત્યાર સુધી સ્મોલપોક્સ સહિત જેટલી પણ બીમારીઓની વેક્સિન છે, તે બધી DNA આધારિત છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top