દિલ્હીના છોકરાએ પોલેન્ડના છોકરા સાથે કર્યા લગ્ન, જાણો તેમની લવ સ્ટોરી

દિલ્હીના છોકરાએ પોલેન્ડના છોકરા સાથે કર્યા લગ્ન, જાણો તેમની લવ સ્ટોરી

09/22/2021 National

SidhiKhabar

SidhiKhabar

દિલ્હીના છોકરાએ પોલેન્ડના છોકરા સાથે કર્યા લગ્ન, જાણો તેમની લવ સ્ટોરી

દિલ્હીના છોકરાના લગ્નનાં ફોટોગ્રાફ આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. આ ફોટોગ્રાફ્સ ખૂબ જ ખાસ છે કારણ કે આ છોકરાએ તાજેતરમાં પોલેન્ડના એક છોકરા સાથે લગ્ન કર્યા છે. લોકોએ તેઓના ફોટોગ્રાફ્સને ખૂબ પસંદ કર્યા છે. લોકોને તેમની લવ સ્ટોરી ખૂબ પસંદ છે. એટલું જ નહીં, તેમની લવ સ્ટોરી પણ ખૂબ જ રસપ્રદ છે અને તેઓ તેમના ઇન્સ્ટાગ્રામ પર પણ તેમના ફોટોગ્રાફ્સ પોસ્ટ કરતા રહે છે.


હકીકતમાં, દિલ્હીના ગૌરવ અરોરા ઉર્ફે ગેરીએ પોલેન્ડના પ્રિઝેમિક પોવલકી સાથે લગ્ન કર્યા છે. તેમની લવ સ્ટોરી બીજી નોર્મલ લવ સ્ટોરી  કરતાં ખૂબ જ રસપ્રદ છે. 'Scoopwoop'ના એક અહેવાલ અનુસાર, તેઓ થોડા વર્ષો પહેલા ડેટિંગ એપ દ્વારા મળ્યા હતા. એ પછી બન્ને એકબીજા સાથે ચેટિંગ કરતાં કરતાં પ્રેમમાં પડ્યા અને દિલ્હીમાં ડેટ પર મળ્યા અને પછી પોલેન્ડમાં propose કર્યું. તાજેતરમાં બંનેએ એકબીજાના પરિવારના સભ્યોની સંમતિથી લગ્ન કર્યાં છે.


રિપોર્ટ અનુસાર, એકબીજાને ચેટિંગ એપ પર મળ્યા બાદ થોડા સમય પછી પ્રીઝેમિક ભારત આવ્યો. અને તે દિલ્હીમાં ગૌરવ ઉર્ફે ગેરીને મળ્યો. બંનેની પહેલી મુલાકાત સાઉથ દિલ્હીના Hauz Khasમાં થઈ હતી. મીટીંગ બાદ બંનેની નિકટતા વધી અને પછી બંનેએ સાથે સમય પસાર કરવાનો નિર્ણય કર્યો. પ્રિઝમેક પોલેન્ડ પાછો ગયો અને થોડા સમય પછી ગૌરવ પણ ત્યાં પહોંચી ગયો. ગૌરવ ત્યાં તેના પરિવારના સભ્યોને મળ્યો. તે પછી બંને કાયમ માટે એકબીજા બની ગયા.


મળતી માહિતી મુજબ, બંને ચાર વર્ષથી પોલેન્ડમાં રહેતા હતા. વર્ષોથી, બંને વચ્ચે એક સારું બોન્ડિંગ બંધાયું. ગૌરવ પ્રિઝમેકને પ્રેમથી પ્રણય કહે છે. દરમિયાન, પ્રણયે ટ્રેનમાં ગેરીને પ્રપોઝ કર્યું અને ગેરીએ હા પાડી દીધી. થોડા સમય પછી બન્ને પરિવારજનોની સંમતિથી, બંનેએ તાજેતરમાં લગ્ન કર્યા. તેઓ સતત ઈન્સ્ટાગ્રામ પર પોતાનાં ફોટોગ્રાફ પોસ્ટ કરતા રહે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top