રીક્ષાચાલકનો છોકરો જશે લંડન, જાણો શું છે આખી વાત

રીક્ષાચાલકનો છોકરો જશે લંડન, જાણો શું છે આખી વાત

09/22/2020 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

રીક્ષાચાલકનો છોકરો જશે લંડન, જાણો શું છે આખી વાત

દિલ્હી: દિલ્હીના એક રીક્ષાચાલકના છોકરાએ એવી સિદ્ધિ હાંસલ કરી છે કે કદાચ આજ સુધી કોઈ ભારતીયએ આ કામ કર્યું નથી અને આ બધુ માત્ર એક ફિલ્મના કારણે થયું છે. 6 વર્ષ પહેલાની વાત છે. દિલ્હીના વિકાસપુરી નજીક ચંદ્ર વિહારમાં રહેતા કમલે મોબાઈલ ફોન પર એબીસીડી ફિલ્મ જોઈને ડાન્સર બનવાનું સપનું જોયું અને તે માટે તેણે એટલી મહેનત કરી કે તે આજે પોતાના આ સપનાને પૂરા કરવા માટે લંડન જઈ રહ્યો છે.

કમલના પિતા એક ઈ-રિક્ષા ડ્રાઈવર છે. કમલને લંડનમાં આવેલી ઈંગ્લિશ નેશનલ બેલે સ્કૂલમાં પ્રવેશ મળ્યો છે અને ત્યાં એક વર્ષ સુધી તે બેલે ડાન્સની તાલીમ મેળવશે. આ તાલીમ પૂર્ણ કર્યા બાદ તે એક પ્રોફેશનલ ડાન્સર બની જશે. આજ સુધી આ સ્કૂલમાં કોઈ પણ ભારતીયને એડમિશન મળ્યું નથી. બેલે ડાન્સ માટે જાણીતી આ સ્કૂલમાં આખી દુનિયામાંથી લોક અપ્લાય કરતા હોય છે પરંતુ ઘણા ઓછા લોકોને તેમાં એડમિશન મળે છે.


2016માં કમલે આ એકેડમી અંગે તપાસ કરવાનું શરૂ કર્યું હતું. સાકેતમાં ઈમ્પીરીયલ ફર્નાન્ડો બેલે સ્કૂલ વિશે તેને જાણ થતા તે બીજા જ દિવેસ સ્કૂલે પહોંચી ગયો હતો. ત્યાં તેણે પોતાના ડાન્સનું ઓડિશન આપ્યું હતું. કંપનીના આર્ટીસ્ટીક ડિરેક્ટર કમલના પરફોર્મન્સથી ઘણા પ્રભાવિત થયા હતા. તેમણે કમલને તે ભવિષ્યમાં એક જાણીતો ડાન્સર બનશે તેવી શુભેચ્છા પણ આપી હતી.

ઈ-રિક્ષા ચલાવતા પિતા પાસે પૂરતા પૈસા ન હોવાને લીધે કમલને સ્કૂલે તેના ડાન્સને આધારે સ્કોલરશીપ આપવાની જાહેરાત કરી હતી અને અહીંથી જ કમલની બેલે ડાન્સર બનવાની સફર શરૂ થઈ હતી. 2019માં તેણે બેલે ડાન્સ શીખવા માટે રશિયાના સેન્ટ પિટ્સબર્ગ સ્થિત વાગાનોવા બેલે એકેડમીમાં ડમિશન માટે પોતાનો વિડીયો મોકલ્યો હતો. તે લોકો તેના ડાન્સથી ઘણા પ્રભાવિત થયા હતા અને એક મહિના માટે તેને તાલીમ માટે ત્યાં બોલાવ્યો હતો.


રશિયા પછી કમલે તેના ડાન્સનો વિડીયો લંડન સ્થિત ઈંગ્લિશ નેશનલ બેલે સ્કૂલમાં મોકલ્યો હતો. જ્યાં તેને તાલીમ માટે બોલાવવામાં આવ્યો હતો અને તેનો બધો ખર્ચો સ્કૂલ દ્વારા ઉઠાવવામાં આવશે. 19 સપ્ટેબરના રોજ તે લંડન પહોંચ્યો છે ને 14 દિવસ ક્વોરન્ટીન રહ્યા પછી તે પોતાની તાલીમ શરૂ કરી શકશે. લોકોએ તેને મદદ કરવા માટે ઓનલાઈન ફંડ પણ એકત્રિત કર્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top