શું તમે વોટ્સએપના આ ફિચર્સ વિશે જાણો છો, જે તમારી પ્રાઈવેટ ચેટ..

શું તમે વોટ્સએપના આ ફિચર્સ વિશે જાણો છો, જે તમારી પ્રાઈવેટ ચેટ..

05/17/2022 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

શું તમે વોટ્સએપના આ ફિચર્સ વિશે જાણો છો, જે તમારી પ્રાઈવેટ ચેટ..

સમય સમય પર યુઝર્સ માટે વોટ્સએપ તેના ફિચર્સને અપડેટ કરતું રહે છે. ત્યારે આજે અમે તમને વોટ્સએપના એક એવા ફિચર્સ વિશે જણાવી રહ્યા છીએ જેનો યુઝ કરી તમે તમારા તમામ પ્રાઈવેટ ચેટ્સને (Private chats) હંમેશા માટે ગુપ્ત રાખી શકશો. આવો જાણીએ ચેટ્સને કેવી રીતે રાખી શકાય છે ગુપ્ત...


સામાન્ય રીતે વોટ્સએપમાં (WhatsApp) પહેલા પણ કોઈ પર્સનલ ચેટને ગુપ્ત રાખવાનું ફિચર હતું પરંતુ તે ફિચરમાં જ્યારે કોઈનો મેસેજ આવતો તો તે ચેટ સ્ક્રીન પર સામે આવી જતી હતી. એક નવા અપડેટ બાદ તમે પરમાનેન્ટલી ચેટ કો ‘આર્કાઇવ’ કરી શકો છો અને જ્યાં સુધી તમે તે ચેટને આર્કાઈવ ફોલ્ડરમાંથી (Archive folder) હટાવશો નહીં ત્યાં સુધી તે ચેટ તમારી સ્ક્રીન પર આવશે નહીં. એટલે કે તે ચેટથી જોડાયેલ કોઈપણ નોટિફિકેશન પોપ-અપ થશે નહીં.


આ ફિચર્સનો ઉપયોગ કરવાની રીત જાણતા પહેલા આ વાતનું ધ્યાન રાખો કે તમારા ફોનમાં વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન અપડેટેડ હોવું જોઇએ. ત્યારબાદ તમારા સ્માર્ટફોન પર વોટ્સએપ ખોલો, જે ચેટને તમે આર્કાઈવ કરવા ઇચ્છો છો તેના પર લોન્ગ પ્રેસ કરો. આ કરવાથી તમારી સામે કેટલાક ઓપ્શન્સ આવશે જેમાંથી એક આર્કાઈવ ચેટનું પણ હશે. આ ઓપ્શન પર ટેપ કરો અને તમારી ચેટ સ્ક્રીનથી ગાયબ થઈ જશે.


તમને જણાવી દઈએ કે આઇફોન યુઝર્સ માટે આ ફિચર્સનો ઉપયોગ કરવાની રીત થોડી અલગ છે. જો તમે તમારી ચેટ આર્કાઈવ કરવા ઇચ્છો છો તો જે ચેટને તમે ગુપ્ત રાખવા માંગો છો તેને ડાબી બાજુ સ્લાઈડ કરો. આ કરવાથી તે ચેટથી જોડાયેલા કેટલાક ઓપ્શન સામે આવશે જેમાં એક આર્કાઈવ ચેટનું પણ ઓપ્શન હશે. તેના પર ક્લિક કરશો એટલે ચેટ ગાયબ થઈ જશે.


જો કે, ચેટ ગાયબ કર્યા પછી તમે તે ચેટને જોવા માગો છો અથવા તેને અનઆર્કાઈવ કરવા માંગો છો તેની ઘણી સરળ રીત છે. વોટ્સએપ ઓપન કરો અને ચેટ્સમાં સૌથી ઉપર તમને એક બોક્સ જેવો આઇકોન જોવા મળશે. જેના પર ક્લિક કરવા પર તમે આર્કાઈવ ફોલ્ડરને જોઇ શકશો. તમે ઇચ્છો તો તે ફોલ્ડરમાંથી ચેટ ઓપન કરી રિપ્લાય આપી શકો છો અથવા તો ચેટ પર લોન્ગ પ્રેસ કરી અનઆર્કાઈવ ચેટના ઓપ્શન પર ક્લિક કરી તેને તમારા મેન ચેટ્સના કોલમમાં લઇ જઈ શકો છો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top