આધાર કાર્ડમાં થવાનો છે આ સુધારો, UIDAI બનાવ્યો છે ખાસ પ્લાન

આધાર કાર્ડમાં થવાનો છે આ સુધારો, UIDAI બનાવ્યો છે ખાસ પ્લાન

07/07/2022 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

આધાર કાર્ડમાં થવાનો છે આ સુધારો, UIDAI બનાવ્યો છે ખાસ પ્લાન

વર્તમાન સમયમાં આધાર (Aadhar) એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, સરકારી કામથી લઈને બેન્કિંગ (Banking) અથવા અન્ય જરૂરી કામો માટે આધાર હોવું અનિવાર્ય છે, સાથે જ આધાર કાર્ડમાં આપવામાં આવેલી માહિતીને પૂરી રીતે અપડેટેડ હોવી, આપણા બધા માટે ખૂબ જ મહત્વની છે. Unique Identification Authority of India (UIDAI) સમય-સમય પર આધારને લઈને બધી રીતના અપડેટ્સ આપે છે. હવે UIDAI એ આધાર સંબંધિત છેતરપિંડી રોકવા માટે એક પ્લાન લાવવાનો છે.


UIDAI નો પ્લાન :

હવે UIDAIએ આધાર સાથે જન્મ અને મૃત્યુનો ડેટા જોડવાનો નિર્ણય લીધો છે, આના અંતર્ગત હવે નવજાત શિશુને અસ્થાયી આધાર નંબર આપવામાં આવશે, પછી તેને બાયોમેટ્રિક ડેટાની સાથે અપગ્રેડ કરવામાં આવશે. આટલું જ નહીં, મૃત્યુની નોંધણીના રેકોર્ડને પણ આધારની સાથે જોડવામાં આવશે, જેથી આ નંબરોનો દુરુપયોગને રોકી શકાય. એટલે કે આધારમાં હવે દરેક વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધીના આંકડાઓને જોડવામાં આવશે.


બે પાયલટ પ્રોજેક્ટનો પ્લાન :

UIDAI ના એક અધિકારીની તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, ‘જન્મની સાથે જ આધાર નંબરની ફાળવણી કરવાથી આ સુનિશ્ચિત થશે કે, બાળક અને પરિવારને સરકારી યોજનાઓનો લાભ મળી શકે, આનાથી કોઈ પણ સામાજિક સુરક્ષાના લાભથી વંચિત રહેશે નહીં, આવી જ રીતે મૃત્યુના ડેટાને આધાર સાથે જોડવાથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજનાના દુરૂપયોગને રોકી શકાશે. હાલમાં એવા અનેક મામલાઓ સામે આવે છે, જેમાં લાભાર્થીના મૃત્યુ પછી પણ તેના આધારનો ઉપયોગ થઇ રહ્યો છે, આ જ કારણે ટૂંક સમયમાં જ 2 પાયલટ પ્રોજેક્ટ શરૂ થશે.’


જાણો શું છે ઝીરો આધાર ?

સમય-સમય પર UIDAI ગ્રાહકોના હિત માટે પ્લાન રજૂ કરતો રહે છે, હવે UIDAI એ ઝીરો આધારની ફાળવણી કરવાની પણ યોજના બનાવી રહ્યો છે, જેથી બનાવટી આધાર નંબર જનરેટ નહીં થશે. એટલે કે, કોઈ પણ રીતની છેતરપિંડી થઇ શકશે નહીં, આ અંતર્ગત એક વ્યક્તિને એકથી વધુ આધાર નંબરની ફાળવણી કરી શકાશે નહીં. ઝીરો આધાર નંબર એવા લોકોને આપવામાં આવે છે, જેમની પાસે જન્મ, નિવાસ અથવા આવકનો કોઈ પુરાવો ન હોય, આવા વ્યક્તિને આધાર ઇન્ટ્રોડ્યૂસર વેરીફાઈડ ઈલેક્ટ્રોનિક સાઈનના માધ્યમથી આધાર ઈકોસિસ્ટમથી ઇન્ટ્રોડ્યૂસ કરે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top