લોકસભા ચૂંટણીના પહેલા જ ચૂંટણી પંચે અબજો રૂપિયાનો સામાન જપ્ત કર્યો..' માદક દ્રવ્ય અને કિંમતી..!

લોકસભા ચૂંટણીના પહેલા જ ચૂંટણી પંચે અબજો રૂપિયાનો સામાન જપ્ત કર્યો..' માદક દ્રવ્ય અને કિંમતી..!જાણો શું?

04/15/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

લોકસભા ચૂંટણીના પહેલા જ ચૂંટણી પંચે અબજો રૂપિયાનો સામાન જપ્ત કર્યો..' માદક દ્રવ્ય અને કિંમતી..!

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના પ્રથમ ચરણ પહેલાના મતદાન પહેલા જ ચૂંટણી પંચે અબજો રૂપિયાનો રેકોર્ડ સામાન જપ્ત કર્યો છે. જપ્ત કરવામાં આવેલા સામાનમાં રોકડની સાથે માદક દ્રવ્ય અને કિંમતી ધાતુઓ પણ સામેલ છે. 


અત્યાર સુધીમાં આટલા કરોડ રૂપિયાનો

અત્યાર સુધીમાં આટલા કરોડ રૂપિયાનો

એક અહેવાલ પ્રમાણે 1 માર્ચ બાદથી દરરોજ સરેરાશ 100 કરોડ રૂપિયાની કિંમતના સામાનની જપ્તી કરવામાં આવી રહી છે. ચૂંટણીના એલાન બાદથી અત્યાર સુધીમાં 4,650 કરોડ રૂપિયાનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. આ રકમ 2019ની સામાન્ય ચૂંટણી દરમિયાન કરવામાં આવેલી કુલ જપ્તી કરતા પણ ઘણી વધારે છે.



કાર્યવાહી ચાલુ રહેશે

પંચે કહ્યું છે કે આગળ પણ આવી જ કાર્યવાહી ચાલુ રહેશે. ચૂંટણી પંચે કહ્યું કે, આ કાર્યવાહી સામાન્ય જનતા, આવકવેરા વિભાગ, કસ્ટમ્સ, એક્સાઈઝ, સ્થાનિક પોલીસ અને અર્ધલશ્કરી દળોના અધિકારીઓની મદદથી કરવામાં આવી રહી છે.

સૌથી વધુ કેશ તમિલનાડુમાંથી જપ્ત કરવામાં આવ્યા છે. તમિલનાડુમાંથી 53 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેલંગાણાથી 49 કરોડ રૂપિયા, મહારાષ્ટ્રથી 40 કરોડ રૂપિયા અને કર્ણાટક અને રાજસ્થાનથી 35-35 કરોડ રૂપિયાથી વધુની જપ્તી કરવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top