સુરત: કડોદરા GIDC ની કંપનીમાં આગ, કર્મચારીએ જીવ બચાવવા માટે છલાંગ લગાવતા મોત, 125 ને બચાવાયા

સુરત: કડોદરા GIDC ની કંપનીમાં આગ, કર્મચારીએ જીવ બચાવવા માટે છલાંગ લગાવતા મોત, 125 ને બચાવાયા

10/18/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરત: કડોદરા GIDC ની કંપનીમાં આગ, કર્મચારીએ જીવ બચાવવા માટે છલાંગ લગાવતા મોત, 125 ને બચાવાયા

સુરત: સુરતના કડોદરા ખાતે GIDCમાં એક પેકેજિંગ કંપનીમાં વહેલી સવારે આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં 2 વ્યક્તિના મોત થયા છે જ્યારે 20 થી વધુ લોકો દાઝી ગયા હતા. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કંપનીમાં આગ લાગવાના કારણે ગભરાયેલા એક કામદારે ઈમારતના પાંચમા માળેથી છલાંગ લગાવી હતી.


સવારે સાડા ચારે આગ લાગી

ફાયર વિભાગને સવારે સાડા ચાર વાગ્યે કોલ મળ્યો હતો, ત્યારબાદ તાત્કાલિક આગ બુઝાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી તેમજ ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


125 લોકોને બચાવાયા, બેના મોત

125 લોકોને બચાવાયા, બેના મોત

લગભગ 25 થી વધુ ફાયર ટેન્ડરોએ ઘટનાસ્થળે પહોંચીને કામગીરી શરૂ કર્યા બાદ ત્રણ કલાકે આગ કાબુમાં આવી શકી હતી. તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે બિલ્ડીંગમાં ફસાયેલા તમામ 125 લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. ઘટનામાં એક વ્યક્તિએ જીવ બચાવવા માટે ઉપરથી છલાંગ મારી હતી, જેનું મૃત્યુ થયું. ઉપરાંત એક વ્યક્તિનો મૃતદેહ ભોંયરામાંથી મળી આવ્યો હતો.

ઘટનામાં લગભગ 20 લોકો દાઝી ગયા હતા, જેમાંથી 15 લોકોને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આસપાસના તમામ વિસ્તારો ગોડાદરા, લિંબાયત, નવાગામ, વરાછા, પુણા વગેરે વિસ્તારોની એમ્બ્યુલન્સ અને કર્મચારીઓ દર્દીઓને હોસ્પિટલ લઇ જવામાં જોડાયા હતા.

કંપનીમાં આગ કયા કારણોસર લાગી હતી તે હજુ સુધી જાણી શકાયું નથી. ભોંયરામાં રાખેલા સમાનને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને આખી ઈમારતને ચપેટમાં લઇ લીધી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top