આ દેશમાં લાફા ખાઈને મહિલાઓ વધારે છે પોતાનું સૌદર્ય : રોજના 50 લાફા ખાવાથી વધે છે ગજબની સુંદરતા!

આ દેશમાં લાફા ખાઈને મહિલાઓ વધારે છે પોતાનું સૌદર્ય : રોજના 50 લાફા ખાવાથી વધે છે ગજબની સુંદરતા!

12/11/2021 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

આ દેશમાં લાફા ખાઈને મહિલાઓ વધારે છે પોતાનું સૌદર્ય : રોજના 50 લાફા ખાવાથી વધે છે ગજબની સુંદરતા!

દુનિયાભરમાં સુંદરતા વધારવા માટે જાતજાતના નુસખા અજમાવવામાં આવતા હોય છે. સુંદરતા વધારવા માટે દુનિયામાં એક અજીબોગરીબ થેરાપી પ્રચલિત છે. જેમાં લાફો મારીને લોકોની સુંદરતા વધારવામાં આવે છે. આ થેરાપી સ્લેપ થેરાપીના (Slap therapy) નામથી દક્ષિણ કોરિયામાં ખૂબ પ્રચલિત છે.


સ્લેપ થેરાપી કેવી રીતે કરવી જોઈએ?

સ્લેપ થેરાપીનો ઉપયોગ દક્ષિણ કોરિયામાં મહિલાઓ સેંકડો વર્ષોથી કરતી આવી છે. જેમાં મહિલાઓ રક્ત પરિભ્રમણ ચાલુ રાખવા માટે અને પોતાની સુંદરતા વધારવા માટે પોતાનાં ગાલ પર રોજ પચાસ થપ્પડ મારે છે અથવા પચાસ થપ્પડ ખાય છે. આ થેરાપી મહિલાઓ તેમની દૈનિક ત્વચા સંભાળની દિનચર્યા પૂરી કર્યા પછી કરે છે. કહેવાય છે કે, આ થેરાપીથી ત્વચામાં નિખાર આવે છે અને મહિલાઓ પહેલાં કરતાં વધુ સુંદર દેખાય છે.


જોકે, સ્લેપ થેરાપીનો અર્થ એ નથી કે કોઈને જોરદાર થપ્પડ મારો. તેમાં ખૂબ જ આરામથી અને હળવા હાથે ગાલ પર ટેપિંગ કરવામાં આવે છે. આ થેરાપીનો ઉપયોગ મહિલાઓ સ્વયં પોતાનાં હાથેથી પણ કરે છે. તમારે તમારા હાથથી તમારા બંને ગાલને જોરથી થપથપાવાના રહેશે. ભલે પ્રાચીન કાળથી આ થેરાપી દક્ષિણ કોરિયામાં પ્રચલિત છે પરંતુ ધીરે ધીરે સમગ્ર દુનિયામાં આ થેરાપી ફેલાઈ રહી છે.


સ્લેપ થેરાપીના ફાયદા

સ્લેપ થેરાપીના ફાયદા

દક્ષિણ કોરિયા (South Korea)ના લોકો માને છે કે, આ થેરાપી દ્વારા જયરે ગાલ પર થપ્પડ લગાડવામાં આવે છે ત્યારે ચહેરાના પ્રત્યેક ભાગમાં લોહીનું પરિભ્રમણ તેજ થઈ જાય છે. તેનાથી સ્કીનને સાફ કરવામાં મદદ મળે છે. ઘણી વખત છોકરીઓ ફરિયાદ કરે છે કે તેમનો રંગ ગોરો છે પરંતુ ત્વચામાં નિખાર નથી. થપ્પડ ખાવાથી ચહેરા પર લોહીનું પરિભ્રમણ ઝડપથી થવાથી ચહેરો ચમકવા લાગે છે. તે ચહેરાના સ્નાયુઓને પણ મજબૂત બનાવે છે. જાણીને નવાઈ લાગશે કે દક્ષિણ કોરિયાની મહિલાઓ આ થેરાપીનો ઉપયોગ દરરોજ કરતી હોય છે.

દક્ષિણ કોરિયાની મહિલાઓ આ થેરાપીનો ઉપયોગ બાળપણથી જ કરવા લાગે છે. આથી મોટા થઈને પણ તેમની સ્કીન એટલી જ ચમકતી હોય છે. મહિલાઓ ઉપરાંત પુરુષો પણ આ થેરાપીનો ઉપયોગ કરે છે. કોરિયાના લોકોનું માનવું છે કે, આ થેરાપીના યોગ્ય ઉપયોગથી ત્વચાને લાંબા સમય સુધી યુવાન રાખી શકાય છે.આ કારણે તેણે એન્ટી-એજિંગ થેરાપી (Anti-aging therapy) પણ કહે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top