ગુજરાતની 26 સીટો પર શું છે જનતાનું મૂડ? શું BJP કરી શકશે ક્લીન સ્વીપ?

ગુજરાતની 26 સીટો પર શું છે જનતાનું મૂડ? શું BJP કરી શકશે ક્લીન સ્વીપ?

04/17/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતની 26 સીટો પર શું છે જનતાનું મૂડ? શું BJP કરી શકશે ક્લીન સ્વીપ?

લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. એવામાં બધી પાર્ટી પોત પોતાની તૈયારીઓમાં લાગી ગઈ છે. તો ચૂંટણીમાં ગુજરાતની સીટો પર પણ બધાની નજરો ટકેલી છે. ગુજરાતમાં લોકસભાની 26 સીટો છે. તેમાં એક તરફ જ્યાં ભાજપ છે તો બીજી તરફ ઈન્ડિયા ગઠબંધન ચૂંટણી લડી રહ્યું છે. અત્યારે ગુજરાતમાં ભાજપની સરકાર છે. એવામાં લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપને કેટલી સીટો મળી શકે છે? આ એક મોટો સવાલ છે.


ગુજરાતનું જનતાના મનમાં શું છે?

ગુજરાતનું જનતાના મનમાં શું છે?

ગુજરાતની જનતાનું મૂડ જાણવા માટે India TV CNX તરફથી ઓપિનિયન પોલ કરાવવામાં આવ્યો હતો. India TV CNXના ઓપિનિયન પોલ મુજબ ગુજરાતમાં ભાજપ બધી સીટો પર કબજો કરતી નજરે પડી રહી છે. ઓપિનિયન પોલ મુજબ, ગુજરાતની બધી સીટો પર ભાજપના ઉમેદવાર જીત નોંધાવતા નજરે પડી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ ક્લીન સ્વીપ કરી રહી છે.


આ સીટો પર રહેશે નજર:

આ સીટો પર રહેશે નજર:

ગાંધીનગર સીટ પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ચૂંટણી લડે છે. તેમણે વર્ષ 2019માં 5.50 લાખ વૉટથી કોંગ્રેસ ઉમેદવારને હરાવ્યા હતા. આ વખત પણ આ સીટથી ભાજપે અમિત શાહને ઉમેદવાર બનાવ્યા છે. તો રાજકોટમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાને આ સીટ પર ટિકિટ આપવામાં આવી છે. રૂપાલા રાજ્યસભાથી નીકળીને લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. આ સીટ પરથી રૂપાલાની જીત થતી દેખાઈ રહી છે. 2019માં આ સીટથી મોહન કુંડારિયા જીત્યા હતા. નવસારી સીટ પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચૂંટણી લડી રહ્યા છે. તેમણે 2019માં પાટિલે પોણા 7 લાખ વૉટથી ચૂંટણી જીતી હતી. ઓપિનિયન પોલ મુજબ નવસારી સીટ પર ભાજપ આગળ છે. ભાવનગર સીટના ઓપિનિયન પોલ મુજબ ભાવનગર સીટથી ભાજપ આગળ છે. ભાવનગરથી મનસુખ માંડવિયા જીતી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top