નીતિન ગડકારી : ભારતમાં પણ બનશે ઇલેક્ટ્રિક હાઇવે! દિલ્હી-જયપુર વચ્ચે પહેલો હાઇવે બનશે!

નીતિન ગડકારી : ભારતમાં પણ બનશે ઇલેક્ટ્રિક હાઇવે! દિલ્હી-જયપુર વચ્ચે પહેલો હાઇવે બનશે!

09/21/2021 National

SidhiKhabar

SidhiKhabar

નીતિન ગડકારી : ભારતમાં પણ બનશે ઇલેક્ટ્રિક હાઇવે! દિલ્હી-જયપુર વચ્ચે પહેલો હાઇવે બનશે!

પેટ્રોલના ભાવ વધતા હવે ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી છે. હાલમાં જ માર્કેટમાં ઓલા કંપની દ્વારા ઇલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં મૂકાયા છે. લોકો પણ ઇલેક્ટ્રિક સ્કુટર્સમાં રસ દાખવી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય એનર્જી એજન્સીએ હાલમાં જ જણાવ્યું હતું કે, અનેક દેશોની સરકારોએ ઇલેક્ટ્રિક વાહનો વાપરવા માટે તરફેણ કરી છે. આ બધા વચ્ચે ભારતમાં પણ હવે ઇલેક્ટ્રિક હાઇવે પ્રોજેક્ટ તૈયાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર ભારતની રાજધાની દિલ્હી(delhi) અને રાજસ્થાનના(rajasthan) જયપુરની વચ્ચે 'ઇલેક્ટ્રિક હાઇવે' બનાવવાનું કામ ઝડપથી શરુ કરશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે જણાવ્યું હતું કે, દિલ્હી અને જયપુર વચ્ચે ઇલેક્ટ્રિક હાઇવ બનાવવાનું તેમનું ઘણા સમયથી સપનું છે. આ સપનાને સાકાર કરવા માટે વિદેશી કંપની સાથે વાતચીત ચાલી રહી છે. આ માટે બાંધકામનું કામ ઝડપથી શરુ થાય તે માટેની ચર્ચાઓ પણ ચાલી રહી છે. દિલ્હી-જયપુર વચ્ચેનો આ હાઇવે ૨૦૦ કિમી લાંબો હશે. મળેલા અહેવાલ મુજબ દિલ્હી-જયપુર ઉપરાંત દિલ્હી અને મુંબઈ(mumbai) વચ્ચે પણ બીજો ઇલેક્ટ્રિક હાઈવે બની શકે છે. જેના અંગે સ્વીડિશ કંપની સાથે વાતચીત ચાલી રહી છે. આ માર્ગ પર ફક્ત ઇલેક્ટ્રિક વહાનો જ ચાલશે અને તે દેશનો પ્રથમ ઇલેક્ટ્રિક હાઇવે બનશે.


કેવો હશે ઈ-હાઇવે?

ઇલેક્ટ્રિક હાઇવે એટલે જેના પર ફક્ત ઇલેક્ટ્રિક વાહનો ચલાવી શકાય તેવો માર્ગ. રેલ્વેમાં આપણે ટ્રેનને ઉપરના ભાગથી વાયર સાથે સંકળાયેલી જોયી હશે. ટ્રેનના એન્જીન સાથે આ વાયર સંકળાયેલો હોય છે. જેના દ્વારા ટ્રેનને ઇલેક્ટ્રિસિટી પ્રાપ્ત થાય છે. તેજ પ્રમાણે હાઇવે ઉપર પણ ઇલેક્ટ્રિક વાયર લગાડવામાં આવશે. હાઇવે પર ચાલનારા ઇલેક્ટ્રિક વાહનોને આ વાયર મારફતે ઉર્જા મળી રહેશે. વાહનોને ચાર્જ કરવા માટે અમુક અંતરે ચાર્જર પોઈન્ટ પણ મુકાશે. વાહનોમાં પ્રોપલ્શન મોટર્સને પાવર કરવા માટે વીજળી હાલમાં સૌથી લોકપ્રિય પસંદગી છે. આ હાઇવેને 'ઈ-હાઇવે' તરીકે ઓળખવામાં આવશે.


ઈ-હાઇવેના ફાયદા :

૧ બધીજ વસ્તુના ભાવમાં વધારો થવાનું એક મુખ્ય કારણ એ છે કે, ટ્રાન્સપોર્ટનો ખર્ચો. જેના કારણે તમામ વસ્તુના ભાવમાં વધારો થઇ રહ્યો છે. નીતિન ગડકારીએ જણાવ્યું કે, ઈ-હાઇવેના લીધે લોજીસ્ટિક કોસ્ટમાં ૭૦% નો ઘટાડો આવશે. આમ જો,  ટ્રાન્સપોર્ટ કોસ્ટ ઓછો થાય તો ચીજવસ્તુના ભાવ ઘટવાની સંભાવના છે.

૨ ઈ-હાઇવેની તમામ પ્રક્રિયા ઇકોફ્રેન્ડલી હશે. પેટ્રોલ અને ડીઝલથી જે પ્રદુષણ ફેલાય છે તેને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગથી ઘટાડી શકાશે.

૩ સતત વધી રહેલા પેટ્રોલના ભાવના કારણે જે ટ્રાન્સપોર્ટ કોસ્ટ વધ્યો છે તેમાં થોડી રાહત થશે.


કેવી રીતે થશે તેનો ઉપયોગ :

કેવી રીતે થશે તેનો ઉપયોગ :

વિશ્વમાં ઈ-હાઇવે માટે ત્રણ પ્રકારની ટેકનોલોજી વાપરવામાં આવે છે. ભારત સરકારની સ્વીડન સાથે ચાલી રહેલ ચર્ચાના પગલે એવું લાગી રહ્યું છે કે, સ્વીડનમાં વપરાતી ટેકનોલોજીનો જ ઉપયોગ ભારતમાં કરવામાં આવશે. સ્વીડનમાં પેનટોગ્રાફ મોડલનો ઉપયોગ કરાય છે. જે હાલમાં ભારતના રેલ્વેમાં તેનો ઉપયોગ થઇ રહ્યો છે. ઈ-હાઇવેના રોડ પર લગાડવામાં આવેલ વાયરમાં વીજપ્રવાહ ચાલુ હોય છે, જે વાહનના એન્જીનને પાવર આપે છે જેનાથી વાહનમાં લાગેલી બેટરી ચાર્જ થાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top