સુરત મનપાની કામગીરીથી ભાજપના ધારાસભ્ય જ નારાજ, કરોડોના કામો અંગે સવાલો ઉઠાવ્યા

સુરત મનપાની કામગીરીથી ભાજપના ધારાસભ્ય જ નારાજ, કરોડોના કામો અંગે સવાલો ઉઠાવ્યા

10/17/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરત મનપાની કામગીરીથી ભાજપના ધારાસભ્ય જ નારાજ, કરોડોના કામો અંગે સવાલો ઉઠાવ્યા

સુરત: તાજેતરમાં રાજ્યની સરકારમાં કરવામાં આવેલ ફેરફારોમાં જૂની રૂપાણી સરકારના તમામ મંત્રીઓને પડતા મૂકીને નવા મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જૂના જોગીઓને અચાનક હટાવીને નવા ચહેરાઓને સ્થાન આપવાના પાર્ટીના આ અખતરાથી નારાજગી વધશે તેવું પણ લાગી રહ્યું હતું, જોકે મહિનો થઇ ગયો હોવા છતાં કોઈ નેતાએ જાહેરમાં આવીને બળવો કર્યો નથી કે નારાજગીના સૂર ઉપાડ્યા નથી. પરંતુ સુરતના એક પૂર્વ મંત્રી આમાં અપવાદ બની શકે તેમ લાગી રહ્યું છે.

સુરતમાં વરાછા વિસ્તારના ધારાસભ્ય કિશોર કાનાણી અગાઉ રૂપાણી સરકારમાં રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી હતા. જોકે, મંત્રીમંડળ બદલાયા બાદ તેમનું પદ પણ ગયું છે. તેમણે અગાઉ પણ સંકેતો આપ્યા હતા અને હવે ફરી મહાનગરપાલિકાના કામો અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે મનપા શાસકોને પત્ર લખીને ભેસ્તાન ગાર્ડનના રી-ડેવલપમેન્ટના નામે 3 કરોડના ખર્ચ થતાં સવાલો ઉઠાવ્યા હતા.


11 વર્ષોમાં જ રિ-ડેવલપ કરવું પડે તે કેટલું વ્યાજબી?

તેમણે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખીને કહ્યું હતું કે પાલિકાએ ભેસ્તાન ખાતે આવેલ લેક ગાર્ડન કરોડોના ખર્ચે રિ-ડેવલપ કરવા માટે નિર્ણય લીધો છે પરંતુ આ ગાર્ડન 11 વર્ષોમાં જ રિ-ડેવલપ કરવાની નોબત શા માટે આવી તેવા તેમણે પ્રશ્નો પૂછતા શાસકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.

તેમણે પત્ર લખીને કહ્યું, ઉધના ઝોનમાં પાલિકા દ્વારા ભેસ્તાન ખાતે 11 વર્ષ પહેલા તૈયાર કરવામાં આવેલ લેક ગાર્ડનને કરોડોના ખર્ચે ફરી ડેવલપ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ આ ગાર્ડનને 11 વર્ષમાં જ રિ-ડેવલપ કરવાની નોબત શા માટે આવી? તેમણે કહ્યું કે પાલિકાના ગાર્ડન હોય કે કોઈ પણ મિલકત, તેની જાળવણી અને સમારકામ માટે કરોડો ખર્ચીએ છીએ તો પછી આ હાલત કેમ થઇ ગઈ કે ડેવલપ કરવા માટે 3 કરોડ રૂપિયા ખર્ચવા પડે.


મારા વિસ્તારના ગાર્ડનને પણ રિનોવેટ કરો : ધારાસભ્ય

મારા વિસ્તારના ગાર્ડનને પણ રિનોવેટ કરો : ધારાસભ્ય

તેમણે સવાલો ઉઠાવતા કહ્યું કે બેદરકારીના કારણે કરોડોના ખર્ચે રિ-ડેવલપમેન્ટનું કામ કરવું પડે તે કેટલું વ્યાજબી છે? આ સાથે તેમણે તેમના વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ ઉદ્યાન પણ રિ-ડેવલપ કરવું પડે તેવી સ્થિતિમાં છે તેમ જણાવતા પ્રશ્નો ઉઠાવ્યા કે પાલિકાને તેને ડેવલપ કરવાનો વિચાર કેમ નથી આવતો. તેમણે માગ કરતા કહ્યું હતું એ ભેસ્તાન ગાર્ડન રિ-ડેવલપ થાય તો તેમના વિસ્તારના ગાર્ડનને પણ ડેવલપ કરી સર્વાંગી વિકાસ કરવો જોઈએ.

હાલ સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી જ સત્તામાં છે ત્યારે પાર્ટીના જ વરિષ્ઠ ધારાસભ્ય અને પૂર્વ મંત્રીએ પાલિકાની કામગીરી અંગે પ્રશ્નો ઉઠાવતા પાર્ટી અને શાસકોની મુશ્કેલી વધી છે તો બીજી તરફ પાલિકાની કામગીરી અંગે પણ પ્રશ્નો ઉઠે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top