'ચૂંટણી તમે જ જીતશો...' નેતાજી ખુશ થયા પરંતુ પોપટની આ ભવિષ્યવાણી માલિકને પડી ભરી..!જાણો સમગ્ર મ

'ચૂંટણી તમે જ જીતશો...' નેતાજી ખુશ થયા પરંતુ પોપટની આ ભવિષ્યવાણી માલિકને પડી ભરી..!જાણો સમગ્ર મામલો?

04/10/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

'ચૂંટણી તમે જ જીતશો...' નેતાજી ખુશ થયા પરંતુ પોપટની આ ભવિષ્યવાણી માલિકને પડી ભરી..!જાણો સમગ્ર મ

Lok Sabha Elections 2024 : 'નેતાજી લોકસભા ચૂંટણી તમે જ જીતશો...' પોપટે આ ભવિષ્યવાણી કરી તો નેતાજી ખૂબ જ ખુશ થઈ ગયા પરંતુ મુશ્કેલીમાં પોપટનો માલિક મૂકાઈ ગયો. આ મામલો તમિલનાડુનો છે.આ પોપટે I.N.D.I.A. ગઠબંધન સામે ચૂંટણી લડી રહેલા PMKના ઉમેદવાર થંગર બચ્ચનના જીતવા અંગે ભવિષ્યવાણી કરી હતી. 


શું છે સમગ્ર મામલો

શું છે સમગ્ર મામલો

અહેવાલ અનુસાર થંગાર બચ્ચન પીએમકેની ટિકિટ પર તમિલનાડુની કુડ્ડલૂર લોકસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે. 2 દિવસ પહેલા તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન તેન્નમ્બક્કમ મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમની નજર મંદિરની બહાર રોડ કિનારે બેઠેલા જ્યોતિષ પર પડી. તેઓ ત્યાં પહોંચી ગાય અને જ્યોતિષીને ભવિષ્ય વિશે પૂછ્યું. જ્યોતિષીએ તેના પોપટની સામે કેટલાક કાર્ડ મૂક્યા, જેમાંથી તેણે એક ઉપાડીને માલિકને આપ્યું.

તે સમયે કાર્ડમાં આકમુત્તુ અય્યાનાર દેવતાની તસવીર બનેલી હતી. આ તસવીર જોઈને જ્યોતિષે કહ્યું કે થંગાર બચ્ચન જ લોકસભાની ચૂંટણી જીતશે. તેમના સમર્થકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જ્યારે આ વીડિયો વાયરલ થયો અને ડીએમકે સરકારના પ્રતિનિધિઓ અને વન વિભાગના અધિકારીઓ સુધી પહોંચ્યો, ત્યારે તેઓએ વીડિયોની નોંધ લેવાઈ અને કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા. 



સરકારે શું આપ્યું કારણ?

PMK રાજ્યમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધનમાં સામેલ થઈને ચૂંટણી લડી રહી છે પણ જ્યારે આ મામલે રાજ્યની સરકારને જાણકારી મળી તો એક્શન લેવામાં આવી. વન વિભાગે એમ કહેતા એક્શન લીધી કે પોપટને પાંજરામાં કેદ રાખવું ગેરકાયદે છે પણ પોપટના માલિક સેલ્વરાજ તેના માધ્યમથી વેપાર કરી રહ્યો છે એટલા માટે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 

 

 

 

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top