સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બંને હુમલાખોરની તસવીર અને વીડિયો સામે આવ્યા..!જુઓ

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બંને હુમલાખોરની તસવીર અને વીડિયો સામે આવ્યા..!જુઓ

04/15/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બંને હુમલાખોરની તસવીર અને વીડિયો સામે આવ્યા..!જુઓ

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બંને હુમલાખોરની તસવીર અને વીડિયો સામે આવી ગયા છે.અભિનેતા સલમાન ખાનના મુંબઈમાં આવેલા ઘરની બહાર રવિવારે સવારે મોટરસાયકલ પર સવારથી આવેલા બે અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હતો. જે બાદ પોલીસે તેમના ઘરની આજુબાજુમાં સુરક્ષા વધારી દીધી છે અને આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.



ઘરની બહાર સુરક્ષા વધારી

ઘરની બહાર સુરક્ષા વધારી

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બાંદ્રામાં આવેલા ઘર ગેલેક્સી અપાર્ટમેન્ટસની બહાર સવારે લગભગ પાંચ વાગ્યે બે વ્યક્તિઓએ ચાર ગોળીઓ ચલાવીને ભાગી ગયા હતા. આ ઈમારતમાં સલમાન ખાન રહે છે. તેમણે જણાવ્યું કે, ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે.પોલીસે આરોપીઓની ઓળખાણ કરવા માટે તેમના ઘરની બહાર લાગેલા સીસીટીવી ફુટેજ ચેક કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, પુરાવા એકઠા કરીને સ્થાનિક પોલીસ ક્રાઈમ શાખા અને ફોરેન્સિક લેબની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી અને ઘટનાની તપાસ શરુ કરી દીધી છે.



ઘટના વખતે સલમાન ખાન ઘરમાં

ઘટના વખતે સલમાન ખાન ઘરમાં

ગોળીબારની ઘટના વખતે સલમાન ખાન ઘરમાં હતો કે નહીં તેને લઈને પોલીસ અને ખાન પરિવારે સત્તાવાર કોઈ પુષ્ટિ કરી નથી અને કંઈ કહ્યું પણ નથી. ગત વર્ષે માર્ચમાં અભિનેતા સલમાન ખાનની ઓફિસ પર એક ઈમેલ મોકલીને ખાનને ધમકી આપી હતી. જે બાદ મુંબઈ પોલીસે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બરાડ અને એક અન્ય વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 120 બી સહિત અન્ય કલમોમાં ફરિયાદ નોંધી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top