આ પાર્ટીના ઘોષણપત્રમાં ભારતના પરમાણુ હથિયારોને નષ્ટ કરવાનો વાયદો, PM મોદી બોલ્યા-હું કોંગ્રેસને

આ પાર્ટીના ઘોષણપત્રમાં ભારતના પરમાણુ હથિયારોને નષ્ટ કરવાનો વાયદો, PM મોદી બોલ્યા-હું કોંગ્રેસને પૂછું છું કે...

04/16/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

આ પાર્ટીના ઘોષણપત્રમાં ભારતના પરમાણુ હથિયારોને નષ્ટ કરવાનો વાયદો, PM મોદી બોલ્યા-હું કોંગ્રેસને

ભારતના પરમાણુ હથિયારોને ખતમ કરવાના CPI(M)ના ઘોષણપત્રને લઈને INDIA ગઠબંધન ભાજપના નિશાના પર આવી ગયું છે. વડાપ્રધાન મોદીએ હાલમાં જ રાજસ્થાનના બાડમેરમાં એક જનસભાને સંબોધિત કરતા વિપક્ષી પાર્ટીના પરમાણુ હથિયારોને નષ્ટ કરવાના ચૂંટણી વાયદા પર જોરદાર પ્રહાર કર્યો. તેમણે કહ્યું હતું કે, વિપક્ષી ગઠબંધનમાં સામેલ એક પાર્ટીએ દેશ વિરુદ્ધ ખતરનાક જાહેરાત કરી છે. તેમણે પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું કે, ભારતના પરમાણુ હથિયાર નષ્ટ કરી દેશે અને તેમને દરિયામાં ડૂબાડી દેશે.


આ કેવું ગઠબંધન છે જે ભારતને શક્તિહીન કરવા માગે છે: મોદી

આ કેવું ગઠબંધન છે જે ભારતને શક્તિહીન કરવા માગે છે: મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત જેવો દેશ, જેના બંને પાડોશીઓ પાસે પરમાણુ હથિયાર હોય. શું એ દેશમાં પરમાણુ હથિયાર સમાપ્ત કરવા યોગ્ય હશે? શું પરમાણુ હથિયાર સમાપ્ત કરવા જોઈએ? હું કોંગ્રેસને પૂછું છું કે તમારા આ સાથી કોના ઇશારા પર કામ કરી રહ્યા છે. આ કેવું ગઠબંધન છે જે ભારતને શક્તિહીન કરવા માગે છે. કોના દબાવમાં તમારું આ ગઠબંધન આપણાં પરમાણુ હથિયારોને સમાપ્ત કરવા માગે છે. મોદી દેશને શક્તિશાળી કરવા માગે છે. આ લોકો દેશને નબળો કરવા માગે છે. આપણને નબળો દેશ મંજૂર નથી. દેશ તેમને સજા આપશે.


કોંગ્રેસે આ વિવાદ પર બનાવી દૂરી

કોંગ્રેસે આ વિવાદ પર બનાવી દૂરી

ભાજપના વરિષ્ઠ નેતા કવીન્દ્ર  ગુપ્તાએ કહ્યું કે, CPI(M) ચીનના ઇશારે કામ કરે છે. ચૂંટણી પંચે CPI(M)ના દેશવિરોધી વ્યવહાર પર સંજ્ઞાન લેવું જોઈએ. ભાજપના મહાસચિવ તરુણ ચુંઘે કહ્યું કે કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીઓ ભારતને નબળો કરવા માગે છે, પરંતુ દેશના લોકો તેમને પોતાના એજન્ડામાં સફળ થવા નહીં દે. તો પરમાણુ હથિયારોને નષ્ટ કરવાના CPI(M)ના ચૂંટણી વાયદાની JDUએ નિંદા કરી છે. તો કોંગ્રેસે આ આખા વિવાદ પર દૂરી બનાવી લીધી છે. કોંગ્રેસ સાંસદ દિગ્વિજય સિંહે પલ્લું ઝાડતા કહ્યું કે, આ બધી વાતોનો જવાબ CPI(M) જ આપશે. તેની સાથે અમારું કોઈ લેવું દેવું નથી. તો સમાજવાદી પાર્ટીના સાંસદ રામગોપાલ યાદવે કહ્યું કે, પરમાણુ હથિયારોને નષ્ટ કરવા સંભવ નથી. આપણે એમ નહીં કરી શકીએ. અમે તેનું સમર્થન નહીં કરીએ. એમ કોઈ નહીં કરી શકે. જો આપણાં પાડોશી દેશો પાસે પરમાણુ હથિયાર છે તો આપણી પાસે પણ હોવા જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top