આવતીકાલે ગુજરાતની ઐતિહાસિક ગુરુદ્વારામાં આયોજિત ગુરુપર્વ પર સંબોધન કરશે પીએમ મોદી

આવતીકાલે ગુજરાતની ઐતિહાસિક ગુરુદ્વારામાં આયોજિત ગુરુપર્વ પર સંબોધન કરશે પીએમ મોદી

12/24/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

આવતીકાલે ગુજરાતની ઐતિહાસિક ગુરુદ્વારામાં આયોજિત ગુરુપર્વ પર સંબોધન કરશે પીએમ મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આવતીકાલે શનિવારે કચ્છ સ્થિત લખપત સાહિબ (Lakhpat Sahib) ગુરુદ્વારામાં આયોજિત ગુરુ પર્વ સમારોહને સંબોધિત કરશે. આ સમારોહ ગુરુ નાનકદેવના 552 માં પ્રકાશ પર્વના અવસરે આયોજિત કરવામાં આવ્યો છે. વડાપ્રધાનના કાર્યાલયે આ મામલે જાણકારી આપી છે. 


વડાપ્રધાન કાર્યાલય અનુસાર, પીએમ મોદી 25 ડિસેમ્બરના રોજ બપોરે લગભગ 12:30 વાગ્યે ગુજરાતના કચ્છ સ્થિત ગુરુદ્વારા લખપત સાહિબમાં ગુરુ નાનકદેવજીના ગુરુ પર્વ સમારોહને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરશે. સાથે એમ પણ જણાવવામાં આવ્યું કે દર વર્ષે 23 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી ગુજરાતના શીખ લખપત સાહિબ ગુરુદ્વારામાં નાનક દેવજીનો ગુરુ પર્વ મનાવતા આવ્યા છે. આમ શીખોના પહેલા ગુરુ ગુરુ નાનકદેવજીનો પ્રકાશ પર્વ 19 નવેમ્બરના રોજ ઉજવાય છે.


કહેવાય છે કે ગુરુ નાનક દેવ લખપત ગુરુદ્વારામાં રોકાયા હતા. જ્યાં લાકડાની ચાખડી,  પાલખી, પાંડુલિપી સહિતની તેમની કેટલીક ચીજવસ્તુઓ પણ રાખવામાં આવી છે. વર્ષ 2001 માં કચ્છમાં આવેલ ભૂકંપ વખતે આ ગુરુદ્વારાને ભારે નુકસાન પહોંચ્યું હતું. વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે ગુરુદ્વારાનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. 

પીએમઓની અખબારી યાદીમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, આ પહેલા પણ અનેક અવસરે શીખ પંથ પ્રત્યે પીએમની ઊંડી આસ્થા જોવા મળી છે. જેમાં ગુરુ નાનકદેવજીનો 550 મો પ્રકાશ પર્વ, ગુરુ ગોવિંદસિંહજીનો 350 મો પ્રકાશ પર્વ અને ગુરુ તેગ બહાદૂરજી નો 400 મો પ્રકાશ પર્વ તેના ઉદાહરણો છે.

વડાપ્રધાને અગાઉ તેમના 'મન કી બાત' રેડિયો કાર્યક્રમમાં પણ આ ઐતિહાસિક ગુરુદ્વારાનો ઉલ્લેખ કર્યો હતો. ગુરુ નાનકદેવજીના પ્રકાશ પર્વની શુભેચ્છાઓ પાઠવતા તેમણે કહ્યું હતું કે, ગુરુ નાનકદેવની જ કૃપા છે કે આપણે લખપત સાહિબ ગુરુદ્વારાનો જીર્ણોદ્ધાર કરી શક્યા છીએ. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top