PM મોદીએ લખેલી આદિવાસીઓની સ્થિતિ અને સંઘર્ષોને દર્શાવતી કવિતા, 41 વર્ષ બાદ કેમ થઈ રહી છે વાયરલ?

PM મોદીએ લખેલી આદિવાસીઓની સ્થિતિ અને સંઘર્ષોને દર્શાવતી કવિતા, 41 વર્ષ બાદ કેમ થઈ રહી છે વાયરલ?

04/10/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

PM મોદીએ લખેલી આદિવાસીઓની સ્થિતિ અને સંઘર્ષોને દર્શાવતી કવિતા, 41 વર્ષ બાદ કેમ થઈ રહી છે વાયરલ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટા ભાગે સોશિયલ મીડિયા પર છવાઈ રહે છે, પરંતુ આ વખત મોદી નહીં, પરંતુ તેમની કવિતા સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે. આદિવાસીઓની સ્થિતિ અને સંઘર્ષોને દર્શાવતી આ કવિતા તેમણે 1983માં લખી હતી. હવે 41 વર્ષ બાદ આ કવિતાનો નરેન્દ્ર મોદી દ્વારા હસ્તલેખિત અંશ સોશિયલ મીડિયા પર અચાનક વાયરલ થઈ ગયો છે. લોકો તેને ખૂબ શેર કરી રહ્યા છે.


આદિવાસીઓની સ્થિતિ પર લખી નાખી કવિતા:

આદિવાસીઓની સ્થિતિ પર લખી નાખી કવિતા:

નરેન્દ્ર મોદીએ જે સ્થિતિમાં આ કવિતા લખી હતી, તેની કહાની ખૂબ રસપ્રદ છે. વર્ષ 1983માં જ્યારે RSS (સંઘ)ના સ્વયંસેવક હતા, તો તેમને દક્ષિણ ગુજરાતમાં સ્થિત એક હનુમાન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. રસ્તો ખૂબ લાંબો હતો અને દૂર દૂર સુધી કોઈ નજરે પડતું નહોતું. ત્યારે ગામના રસ્તા પરથી પસાર થતી વખત તેમની નજર ધરમપુરના આદિવાસીઓ પર પડી. ત્યાંના આદિવાસી સંસાધનોની કમીના કારણે મુશ્કેલીભર્યું જીવન ગુજારી રહ્યા હતા. તેમણે જોયું કે તેમનું શરીર કાળું પડી રહ્યું હતું.


આજે પણ આ મંદિરોમાં આદિવાસી કરે છે પૂજા

આજે પણ આ મંદિરોમાં આદિવાસી કરે છે પૂજા

નરેન્દ્ર મોદી પહેલી વખત આ દૃશ્યને પોતાનો આંખોથી જોઈ રહ્યા હતા. આ દૃશ્યને જોઈને તેઓ પરેશાન થઈ ગયા. આદિવાસીઓના સંઘર્ષને જોઈને તેઓ ખૂબ પ્રભાવિત થઈ ગયા અને તેમના મનમાં આદિવાસીઓ માટે સહાનુભૂતિના ભાવ આવવા લાગ્યા. ઉલ્લેખનીય છે કે, આજે પણ ધરમપુર સ્થિત ભાવા ભૈરવ મંદિર, પનવા હનુમાન મંદિર, બડી ફળિયા સહિત અન્ય ઘણા મંદિરોમાં આદિવાસી સમુદાય જ પૂજા અર્ચના કરે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top