MNSના અધ્યક્ષ રાજ ઠાકરેની મોટી જાહેરાત, જણાવ્યું તેઓ ચૂંટણી લડશે કે નહીં

MNSના અધ્યક્ષ રાજ ઠાકરેની મોટી જાહેરાત, જણાવ્યું તેઓ ચૂંટણી લડશે કે નહીં

04/10/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

MNSના અધ્યક્ષ રાજ ઠાકરેની મોટી જાહેરાત, જણાવ્યું તેઓ ચૂંટણી લડશે કે નહીં

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ મંગળવારે કહ્યું કે, તેઓ આગામી લોકસભાની ચૂંટણી માટે તેમની પાર્ટી ભાજપની આગેવાનીવાળી NDAને શરત વિના સમર્થન આપશે. તેની સાથે જ MNS ચીફે કહ્યું કે, તેઓ લોકસભાની ચૂંટણી નહીં લડે. રાજ ઠાકરે ગુડીપડવાના અવસર પર મુંબઈના શિવાજી પાર્ક મેદાનમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. દિલ્હીમાં ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત બાદ જ એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે રાજ ઠાકરે ભાજપ સાથે ગઠબંધન કરશે અને હવ MNS ચીફે સત્તાવાર રૂપે તેની જાહેરાત કરી દીધી છે કે તેમની પાર્ટી NDA સાથે કદમતાલ નહીં કરે.


અમિત શાહ સાથે દિલ્હીમાં શું વાતચીત થઈ હતી?

અમિત શાહ સાથે દિલ્હીમાં શું વાતચીત થઈ હતી?

તેમણે મહારાષ્ટ્રમાં NDAને સમર્થન આપવાની જાહેરાત કરવા સાથે જ પાર્ટી કાર્યકર્તાઓને હવે સીધા જ વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરવા કહ્યું. અમિત શાહ સાથે દિલ્હીમાં તેમની શું વાતચીત થઈ હતી? આ બાબતે મીડિયામાં ચાલી રહેલા સમાચારોને લઈને તેમણે કહ્યું કે, અમિત શાહ સાથે મુલાકાત બાદ એવી ચર્ચા શરૂ થઈ ગઈ કે ભાજપ સાથે MNSનું ગઠબંધન થઈ શકે છે. આ મીડિયાવાળા જે મનમાં આવે એવા સમાચાર દેખાડી રહ્યા હતા, પરંતુ એ મીટિંગમાં અમિત શાહ અને હું, 2 જ લોકો હતા, તો એવામાં મીડિયાને શું ખબર કે અમારી વચ્ચે કયા મુદ્દાઓને લઈને શું વાત થઈ.


હું દેશમાં પહેલો વ્યક્તિ હતો જેણે કહ્યું- નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન હોવું જોઈએ

હું દેશમાં પહેલો વ્યક્તિ હતો જેણે કહ્યું- નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન હોવું જોઈએ

આ પ્રકારે દિલ્હી જઈને શાહ સાથે મળવાના સંબંધમાં પણ રાજ ઠાકરેએ પણ ટિપ્પણી કરી અને કહ્યું કે, હું યાદ અપાવવા માગું છું કે આ અગાઉ પણ બાળાસાહેબ ઠાકરે દિલ્હી જઈને ઇન્દિરા ગાંધી સાથે મળ્યા હતા. મુલાકાત થતી રહે છે, એ ચાલતી રહે છે. 1990ની આસપાસ ભાજપ સાથે શિવસેનાનું ગઠબંધન થયું હતું. ત્યારબાદ મારી નજીકતા ભાજપ સાથે વધી. ગોપીનાથ મુંડે અને પ્રમોદ મહાજન સાથે મારા સારા સંબંધ હતા. ત્યારબાદ હું ગુજરાત ગયો અને એ પ્રકારે નરેન્દ્ર મોદી સાથે સંબંધ કાયમ થયા. ગુજરાતથી પરત આવ્યા બાદ મને પૂછવામાં આવ્યું કે, ગુજરાત કેવું છે? મેં કહ્યું કે, ગુજરાતમાં વિકાસ થઈ રહ્યો, પરંતુ મહારાષ્ટ્ર તેનાથી વધુ આગળ છે. ત્યારબાદ હું દેશમાં પહેલો વ્યક્તિ હતો, જેણે કહ્યું કે, નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન હોવું જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top