રાજકોટની હોટલમાં પ્રેમિકાની નિર્મમ હત્યા કર્યા બાદ એસિડ પી લેનાર પ્રેમીનું લાંબી સારવાર બાદ મોત

રાજકોટની હોટલમાં પ્રેમિકાની નિર્મમ હત્યા કર્યા બાદ એસિડ પી લેનાર પ્રેમીનું લાંબી સારવાર બાદ મોત

03/21/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

રાજકોટની હોટલમાં પ્રેમિકાની નિર્મમ હત્યા કર્યા બાદ એસિડ પી લેનાર પ્રેમીનું લાંબી સારવાર બાદ મોત

ગુજરાત ડેસ્ક : રાજકોટની (rajkot) કરણપરામાં આવેલી નોવા હોટલમાં થોડા દિવસ પહેલા હત્યા થઇ હતી. સગીર પ્રેમિકાની હત્યા કરીને આત્મહત્યાનો પ્રયાસ કરનાર પ્રેમીનું સારવાર દરમિયાન મોત થયું છે. પ્રેમિકાની હત્યા કર્યા બાદ પ્રેમીએ એસિડ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવકને સારવાર અર્થે હોઈસ્પીતાલમાં દાખલ કરાયો હતો, જ્યાં 17 દિવસની સારવાર બાદ યુવકનું મોત થયું હતુ. હાલ આ બાબતમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


રાજકોટમાં પ્રેમીકાની હત્યા કરી પ્રેમીએ એસિડ પી લેતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સગીર પ્રેમિકા જામનગરની અને પ્રેમી યુવાન કચ્છનો હોવાનું સામે આવ્યું હતુ. યુવાને મોલમાં વપરાતી પ્લાસ્ટીકની લોકર પટ્ટીથી સગીરાને ગળેટૂંપો દીધો હતો.


જેનિસ વિરુદ્ધ કલમ 302 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો

જેનિસ વિરુદ્ધ કલમ 302 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો

આ ઘટનાની તપાસ કરતા ACP જી. એસ. ગેડમે આ અંગે જણાવ્યું હતુ કે જેનીસ અને સગીર યુવતી સવારે 9 વાગ્યે નોવા (nova) હોટલમાં આવ્યા હતા. આ બને જાણ હોટલના 301 નંબરના રૂમમાં રોકાયા હતા. જેનિસે સગીરાના ગળે પ્લાસ્ટીકની લોકર પટ્ટીથી ગળેટૂંપો આપી હત્યા કર્યા બાદ પોતે એસિડ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને સહન ન થતાં પોતાનાં પરિવારને જાણ કરી હતી. અને પોતાનું લોકેશન શેર કર્યું હતુ. સગીરાના પિતાની ફરિયાદ પરથી જેનિસ વિરુદ્ધ કલમ 302 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


જેનિસે આધારકાર્ડમાં છેડછાડ કરી

જેનિસે આધારકાર્ડમાં છેડછાડ કરી

હોટલમાં ઘુસવા માટે જેનિસે સગીરાના આધારકાર્ડ સાથે છેડછાડ કરી હતી. સગીરાના અસલી આધારકાર્ડમાં તેનો જન્મ વર્ષ 2005 બતાવે છે જ્યારે હોટલમાં આપેલી ઝેરોક્સની નકલમાં જન્મનું વર્ષ 2003 બતાવે છે. હોટલમાં આપેલી નકલ પ્રમાણે યુવતી 19 વર્ષ જ્યારે ઓરિજિનલ આધારકાર્ડ (Aadharcard) પ્રમાણે ઉંમર 17 વર્ષ થાય છે, આથી સગીરાને હોટલમાં લાવવા માટે જેનિસે આધારકાર્ડમાં છેડછાડ કરી હોવાનું જાણવા મળ્યું હતુ.


હોટલના સંચાલકનું નિવેદન

હોટલના સંચાલકનું નિવેદન

રાજકોટની નોવા હોટલમાં થયેલ હત્યા મામલે હોટલના સંચાલકનું નિવેદન પણ સામે આવ્યુ હતુ. હોટલ સંચાલકે મિડીયા સાથેની વાતચીતમા જણાવ્યુ હતુ કે યુવકનો ભાઈ દોડી આવતા  સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. અમારે ત્યાં કપલ સહિતના ગ્રાહકોને રૂમ ઓળખ પત્રના આધાર પર આપવામાં આવતો હોય છે. અઠવાડિયામાં અંદાજિત 10-12 કપલ અમારે ત્યાં આવતા હોય છે. અમે યુવતીના આધારકાર્ડ સાથે કોઈ છેડછાડ નથી કરી. અમને જે પુરાવો આપવામાં આવ્યો હતો. તેના પર અમે રૂમ આપ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top