લોકસભાની ચૂંટણી વચ્ચે ચૂંટણી પંચની સખ્તાઈ, 43 દિવસોમાં ગુજરાતમાં જપ્ત કર્યા આટલા કરોડ

લોકસભાની ચૂંટણી વચ્ચે ચૂંટણી પંચની સખ્તાઈ, 43 દિવસોમાં ગુજરાતમાં જપ્ત કર્યા આટલા કરોડ

04/16/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

લોકસભાની ચૂંટણી વચ્ચે ચૂંટણી પંચની સખ્તાઈ, 43 દિવસોમાં ગુજરાતમાં જપ્ત કર્યા આટલા કરોડ

લોકસભાની ચૂંટણીના પહેલા ચરણનું મતદાન 19 એપ્રિલે છે, જો કે, આ અગાઉ ચૂંટણીમાં ધનબળના ઉપયોગના પ્રયાસો શરૂ થઈ ગયા છે. 1 માર્ચથી 13 એપ્રિલ વચ્ચે દેશમાં ગેરકાયદેસર એક સ્થળથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહેલી કે પછી સંગ્રહ કરીને રાખવામાં આવેલી કુલ 4650 કરોડની રોકડ અને સામગ્રી ચૂંટણી પંચે જપ્ત કરી છે. એટલે કે રોજ લગભગ 100 કરોડની જપ્તી. તેમાં માત્ર 2000 કરોડ કરતા વધુની કિંમતનું ડ્રગ્સ સામેલ છે.


489 કરોડના દારૂથી લઈને આ વસ્તુઓ કરવામાં આવી જપ્ત

489 કરોડના દારૂથી લઈને આ વસ્તુઓ કરવામાં આવી જપ્ત

એ સિવાય લગભગ 400 કરોડની રોકડ, 489 કરોડનો દારૂ, 562 કરોડના સોના-ચાંદીના ઘરેણાં અને 1,142 કરોડના ઉપહાર પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ લોકસભાની ચૂંટણીની અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી મોટી જપ્તી છે. ચૂંટણીમાં મતદાતાઓને રોકડ, દારૂ અને ઉપહારોના માધ્યમથી લોભવવાના વધતા ચલણને જોતા ચૂંટણી પંચ પહેલાથી ગેરકાયદેસર રૂપે આ વસ્તુઓના પરિવહન અને જમાખોરી પર નજર રાખે છે. તેના માટે ઇનકમ ટેક્સ, ED, આબકારી વિભાગ, CISF, સિવિલ એવિએશન, રાજ્ય પોલીસ, પરિવહન, કસ્ટમ, વન વિભાગ અને BSF સહિત બીજી આર્મ્સ ફોર્સની ટીમો લગાવી છે.


2019ની ચૂંટણી અગાઉ 3475 કરોડની સામગ્રી જપ્ત કરી હતી:

2019ની ચૂંટણી અગાઉ 3475 કરોડની સામગ્રી જપ્ત કરી હતી:

ચૂંટણી પંચ મુજબ, 2019ની ચૂંટણી અગાઉ પણ 3,475 કરોડની સમગ્રીઓને જપ્ત કરી હતી, જે આ વખતથી વધારે છે. ચૂંટણી પંચના મુખ્ય કમિશનર રાજીવ કુમારે લોકસભાની ચૂંટણીના જાહેરાતના સમયે જે 4M પડકારોનો ઉલ્લેખ કર્યો હતો, તેમાં ધનબળથી પહોંચીવળવાનો પડકાર પણ હતો. ચૂંટણી પંચે ભાર આપ્યો હતો કે નિષ્પક્ષ ચૂંટણી માટે ચૂંટણીઓમાં તેનો ઉપયોગ બંધ થવો જોઈએ. ચૂંટણી પંચના રિપોર્ટ મુજબ, જે રાજ્યોમાં સૌથી વધુ જપ્તી થઈ છે તેમાં પહેલા નંબર પર રાજસ્થાન છે જ્યાં 1 માર્ચથી 13 એપ્રિલ વચ્ચે 778 કરોડની સામગ્રી અને રોકડ જપ્ત કરવામાં આવી છે. તેમાં 533 કરોડથી વધુ ઉપહાર છે. ગુજરાત, તામિલનાડુ, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, દિલ્હી, બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદ જેવા રાજ્યોએ પણ આ પ્રકારની જપ્તી કરી છે.


આ રાજ્યોમાંથી મહત્તમ રોકડ અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે

આ રાજ્યોમાંથી મહત્તમ રોકડ અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે

રાજસ્થાન 778 કરોડ

ગુજરાત 605 કરોડ

તમિલનાડુ 460 કરોડ

મહારાષ્ટ્ર 431 કરોડ

પંજાબ 311 કરોડ

કર્ણાટક 281 કરોડ

દિલ્હી 236 કરોડ

પશ્ચિમ બંગાળ 219 કરોડ

બિહાર 155 કરોડ

ઉત્તર પ્રદેશ 145 કરોડ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top