સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xએ ભારતના લાખો એકાઉન્ટ કર્યા બેન, આ સાથે ઈલોન મસ્ક X માટે લાવી રહ્યા છ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xએ ભારતના લાખો એકાઉન્ટ કર્યા બેન, આ સાથે ઈલોન મસ્ક X માટે લાવી રહ્યા છે નવો પ્લાન, જાણો સંપૂર્ણ વિગત

04/16/2024 World

SidhiKhabar

SidhiKhabar

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xએ ભારતના લાખો એકાઉન્ટ કર્યા બેન, આ સાથે ઈલોન મસ્ક X માટે લાવી રહ્યા છ

જ્યારથી ઈલોન મસ્ક X ના માલિક બન્યા ત્યારથી તે X પરથી વધુ પૈસા કમાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જેમાં સૌપ્રથમ ઈલોન મસ્કએ Xની પેઇડ સેવાઓ શરૂ કરી અને બ્લુ ટિક ફી આધારિત બનાવી. ત્યારે હવે X ની નવી નીતિ અનુસાર, X પર પોસ્ટ કરવા, કોઈની પોસ્ટને લાઈક કરવા, કોઈ પોસ્ટને બુકમાર્ક કરવા અને પોસ્ટનો રિપ્લાય આપવા માટે નાણા ચૂકવવા પડશે. માત્ર એક જ એકાઉન્ટને ફ્રીમાં ફોલો કરી શકાશે. પ્લેટફોર્મ પર સ્પામ રોકવા માટે આ નીતિનું લાંબા સમયથી પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.


X પર પોસ્ટ કરવા ચૂકવવા પડશે નાણા

X પર પોસ્ટ કરવા ચૂકવવા પડશે નાણા

ઈલોન મસ્કે નવા યુઝર્સ માટે મોટો પ્લાન બનાવ્યો છે. ઈલોન મસ્કએ કહ્યું છે કે, X પર આવનારા નવા યુઝરે પોસ્ટ કરવા માટે પૈસા ચૂકવવા પડશે અને તે નજીવી રકમ હશે, જો કે હજુ સુધી તેણે ફી કેટલી રહેશે તે બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી. ઈલોન મસ્કનું માનવું છે કે, ફી લાદ્યા બાદ બોટ્સ અને ફેક એકાઉન્ટની પોસ્ટમાં ઘટાડો થશે, કારણ કે હાલમાં કોઈપણ નવું એકાઉન્ટ બનાવીને કોઈની તરફેણમાં પોસ્ટ કરી રહ્યું છે. ઈલોન મસ્કે કહ્યું છે કે, બોટને રોકવાનો આ એકમાત્ર રસ્તો છે.



Xએ લીધું છે આ એક્શન

Xએ લીધું છે આ એક્શન

આ ઉપરાંત તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xએ પોતાનો મંથલી કંપ્લાઈન્સ રિપોર્ટ શેર કર્યો છે. આ રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, X પ્લેટફોર્મમાં કંપનીની પોલિસીઝના ઉલ્લંઘનના કારણે ભારતમાં 2.13 લાખ એકાઉન્ટને બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં અમુક અશ્લીલતા ફેલાતા હતા અને અમુક આંતકવાદી ગતિવિધિમાં શામેલ હતા. X પ્લેટફોર્મે 26 ફેબ્રુઆરીથી 25 માર્ચ 2024ની વચ્ચે 2.13 લાખ એકાઉન્ટ્સને બંધ કરી દીધા છે.

રિપોર્ટ અનુસાર X પ્લેટફોર્મમાં કુલ 2,12,627 એકાઉન્ટ્સ પર એક્શન લીધુ છે. તેમાં 1,235 X એકાઉન્ટ્સ એવા પણ છે જે ભારતમાં આતંકવાદને પ્રત્સાહન આપવાનું કામ કરી રહ્યા હતા. ઉપરાંત કંપનીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, X પ્લેટફોર્મ ચાઈલ્ડ સેક્સુઅલ કન્ટેન્ટને નજરઅંદાજ નથી કરતા. તે પછી કોઈ પણ મીડિયા ફોર્મેટમાં હોય, ટેક્સ્ટ, ઈલ્યૂટ્રેશન કે પછી કોમ્પ્યૂટર જનરેટેડ ફાઈલ હોય.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top