કોઈ ગ્લોબલ ટેરેરિસ્ટ લિસ્ટમાં સામેલ, તો કોઈના માથે કરોડોનું ઇનામ : આવી હશે તાલિબાનની નવી સરકાર

કોઈ ગ્લોબલ ટેરેરિસ્ટ લિસ્ટમાં સામેલ, તો કોઈના માથે કરોડોનું ઇનામ : આવી હશે તાલિબાનની નવી સરકાર

09/08/2021 World

SidhiKhabar

SidhiKhabar

કોઈ ગ્લોબલ ટેરેરિસ્ટ લિસ્ટમાં સામેલ, તો કોઈના માથે કરોડોનું ઇનામ : આવી હશે તાલિબાનની નવી સરકાર

કાબુલ: છેલ્લા 20 દિવસથી અફઘાનિસ્તાન પર કબજો જમાવીને બેઠેલા તાલિબાનીઓએ આખરે હવે સરકાર બનાવવાનું એલાન કર્યું છે. મુલ્લા મોહમ્મદ હસન અંખુદને અફઘાનિસ્તાનનો નવો વડાપ્રધાન ઘોષિત કરવામાં આવ્યો છે. આ સિવાય કેબિનેટનું પણ એલાન કરવામાં આવ્યું છે, જેમાં અનેક આતંકીઓ છે જે કાં તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ગ્લોબલ આતંકી ઘોષિત કરવામાં આવ્યા છે અથવા તેમની ઉપર અમેરિકાએ ઇનામ જાહેર કર્યું છે.

સામાન્યત: કોઈ દેશની સરકાર ચલાવનારાઓ પ્રતિષ્ઠિત માણસો કહેવાય છે કે એક રાષ્ટ્રના વડા હોવાના કારણે તેમને સન્માનથી જોવામાં આવે છે. પણ બીજી તરફ હવે અફઘાનિસ્તાનમાં આ આતંકીઓ મળીને સરકાર ચલાવશે. અફઘાનિસ્તાનનું ભવિષ્ય હવે આ લોકોના હાથમાં છે ત્યારે આખી દુનિયાની નજર એ વાત ઉપર રહેશે કે તેઓ કઈ રીતે સરકાર ચલાવે.


વડાપ્રધાન ગ્લોબલ ટેરેરિસ્ટ ઘોષિત કરવામાં આવ્યો છે

આમ તો તાલિબાનની આખી સરકારમાં એકથી એક વિવાદિત ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ વડાપ્રધાન જાહેર કરાયેલા મુલ્લા મોહમ્મદ હસન અંખુદ, જે તાલિબાનના શીર્ષ નેતાઓમાં સ્થાન ધરાવે છે, તેને સંયુક્ત રાષ્ટ્રે ગ્લોબલ ટેરેરિસ્ટ ઘોષિત કર્યો છે. 1990 થી તે અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે જોડાયેલો છે અને સક્રિય છે. હવે તે વડાપ્રધાન બનશે.

મુલ્લા બરાદર જેના વિશે અગાઉ ચર્ચા ચાલતી હતી કે તેને અફઘાનિસ્તાનનો વડાપ્રધાન બનાવવમાં આવશે, પણ તેને નાયબ વડાપ્રધાનનું પદ અપાયું છે. ગત બે દાયકાઓથી તાલિબાનને એકજૂથ રાખવામાં તેનો મહત્વનો ફાળો હોવાનું કહેવાય છે. તે પાકિસ્તાનની જેલમાં પણ રહી આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રની યાદીમાં તેનું પણ નામ સ્વાભાવિક રીતે સામેલ છે.


ડ્રગ્સનો કારોબાર કરનાર હવે નાયબ વડાપ્રધાન

ડ્રગ્સનો કારોબાર કરનાર હવે નાયબ વડાપ્રધાન

અફઘાનિસ્તાનનો અન્ય એક નાયબ વડાપ્રધાન અબ્દુલ સલામ હનફી પણ સંયુક્ત રાષ્ટ્રના આતંકી લિસ્ટમાં સામેલ છે. તે તાલિબાનમાં ડ્રગ્સ સપ્લાયનો આખો કારોબાર સંભાળે છે. તે તાલિબાનની આગલી સરકારમાં શિક્ષણમંત્રી રહ્યો હતો! હવે તે દેશનો નાયબ વડાપ્રધાન હશે.

તાલિબાનના સંસ્થાપક મુલ્લા ઉમરનો પુત્ર મુલ્લા યાકુબ હવે અફઘાનિસ્તાનનો નવો સંરક્ષણ પ્રધાન બનશે. તે તાલિબાનનો ચીફ કમાન્ડર છે. તે પણ UNSC ની યાદીમાં સામેલ છે. કંધારમાં તેણે તાલિબાનની લડાઈઓની આગેવાની કરી હતી.


આંતરિક મામલાના મંત્રી ઉપર 73 કરોડનું ઇનામ, મહિલાઓને સ્થાન કેબિનેટમાં સ્થાન નહીં

તાલિબાની સરકારના વિદેશ મંત્રી તરીકે આમિર ખાન મુતક્કીને જવાબદારી સોંપાઈ છે. તેનું નામ પણ UNSC લિસ્ટમાં સામેલ છે. અમેરિકા સાથે વાતચીત કરનાર ટીમમાં તે પણ સામેલ હતો. આ ઉપરાંત સરકારમાં આંતરિક મામલાના મંત્રી સિરાજુદ્દીન હક્કાનીનું નામ પણ યુએનના ગ્લોબલ ટેરેરિસ્ટ લિસ્ટમાં સામેલ છે. તે હક્કાની નેટવર્ક સ્થાપનાર જલાલુદ્દીનનો પુત્ર છે. અમેરિકી સરકારે તેની ઉપર 10 મિલિયન ડોલરનું (ભારતીય ચલણ પ્રમાણે 73 કરોડ રૂપિયા) ઇનામ જાહેર કર્યું છે.

આ અગાઉ તાલિબાને કરેલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેઓ કેબિનેટમાં મહિલાઓને સ્થાન આપશે. પરંતુ જાહેર કરાયેલા મંત્રીઓમાં એકેય મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તાલિબાને જાહેર કરેલી વચગાળાની સરકારમાં 33 મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top