કોલસાના સંકટ સામે વિકલ્પ એટલે સૌર ઉર્જા! : જાણો 100% નવીનીકરણીય ઉર્જા વડે ચાલતા પ્રદેશ વિશે

કોલસાના સંકટ સામે વિકલ્પ એટલે સૌર ઉર્જા! : જાણો 100% નવીનીકરણીય ઉર્જા વડે ચાલતા પ્રદેશ વિશે

10/19/2021 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

કોલસાના સંકટ સામે વિકલ્પ એટલે સૌર ઉર્જા! : જાણો 100% નવીનીકરણીય ઉર્જા વડે ચાલતા પ્રદેશ વિશે

દુનિયા જ્યારે કોલસાના સંકટનો સામનો કરી રહી છે, ત્યાં ભારતનું એક એવો પ્રદેશ જે એની દિવસ દરમિયાનની વીજળીની જરૂરિયાત 100% નવીનીકરણીય ઉર્જા પર ચલાવે છે. જે ખર્ચાળ બિન-નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવાનો નોંધપાત્ર વિકલ્પ છે. દીવ સૌર ઉર્જા પર ચલાવનાર ભારતનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે. દીવ માત્ર ત્રણ વર્ષના ગાળામાં તેના રહેવાસીઓ માટે વધારાની સૌર ઉર્જા ઉત્પન્ન કરવામાં, તેમના વીજળીના ખર્ચમાં ઘટાડો કરવામાં સફળ રહ્યું છે.


દીવ જિલ્લો ભારતના અન્ય શહેરો માટે ઉત્તમ ઉદાહરણ

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ (Diu) સ્માર્ટ સિટી ભારતનું પહેલું એવું શહેર બન્યું છે, જેની દિવસ દરમિયાનની વીજળીની જરૂરિયાત 100% નવીનીકરણીય ઉર્જા પર ચાલે છે. દીવ જિલ્લો ભારતના અન્ય શહેરો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. દીવ 5 વર્ષ પહેલ ગુજરાતમાંથી તેની 73% વીજળીની આયાત કરી રહ્યું હતું જે હવે સારા એવા પ્રમાણમાં ઘટી ગયું છે.


દીવના ખડકાળ ઉજ્જડ જમીનમાં સોલાર પાર્ક વિકસાવવામાં આવ્યો છે, ઉપરાંત સરકારી ઇમારતોની છત પર સોલર પેનલ લગાવવાથી, જરૂરિયાતના અડધાથી પણ વધારે પ્રમાણમાં વીજળી ઉત્પન્ન થાય છે. તેની સોલાર ક્ષમતાને વધુ વધારવા માટે, દીવ તેના રહેવાસીઓને છત ઉપરની 1.5KWની સોલર પેનલ લગાવવા માટે 10,000 થી 50,000 રૂપિયા સુધીની સબસિડી પણ આપે છે. દીવ દર વર્ષે લગભગ 13,000 ટન કાર્બન ઉત્સર્જનની બચત કરી રહ્યું છે. ઓછી કિંમતની સૌર ઉર્જાને કારણે, વીજળીના દરમાં રહેણાંક વર્ગમાં ધરખમ ઘટાડો પણ થયો છે.


દીવ, જે ભારતના સૌથી ઓછા વસ્તીવાળા પ્રદેશોમાંનો એક છે, જે 42 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે, તેની 50 એકરથી વધુ જમીનમાં સોલર પાવર પ્લાન્ટ્સની સ્થાપના જોવા મળી છે. સપ્ટેમ્બર 2016 માં, દીવ દિવસ દરમિયાન સૌરઉર્જા પર સંપૂર્ણપણે ચાલતું ભારતનું પ્રથમ શહેર બન્યું. આ ઉર્જા તેના બે સોલર પાર્ક જે 0.2 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા છે અને અલગથી 112 સરકારી મથકો પરની છત પર લગાવેલ સૌર પેનલમાંથી મેળવવામાં આવે છે. કુલ મળીને, બંને પાર્ક 10.27 મેગાવોટની ક્ષમતા ધરાવે છે  અને દિવસમાં લગભગ 12 કલાક કામ કરે છે. 52,074 રહેવાસીઓના આ 42 ચોરસ કિલોમીટર શહેરમાં વીજળીની માંગ 5 મેગાવોટથી 7 મેગાવોટ સુધીની છે.


જેનો અર્થ એ છે કે દિવસ દરમિયાન, સૂર્ય દ્વારા ઉત્પન્ન થતી વીજળી તમામ ઘરોને વ્યવસ્થિત રીતે મળી રહી છે, સેન્ટ્રલ એર-કન્ડીશનીંગ સાથેના રિસોર્ટ્સ, દીવની 60-પથારીની હોસ્પિટલ, સરકારી ઇમારતો, એરકન્ડિશન્ડ ઓફિસની ઇમારતો, અને બરફના કારખાનાઓ અને માછલીના વખારો જે આ ઉર્જાના મુખ્ય વપરાશકર્તા  છે.

સમગ્ર વિશ્વ અને ભારત અત્યારે કોલસાની તંગીના કારણે વીજળીના સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે જો દેશમાં ગામથી લઈને શહેર સુધીના દરેક વિસ્તારને આ રીતે સૌર ઉર્જા, પવન ચક્કી વગેરે જેવાં નવીનીકરણીય ઉર્જાના પુન: પ્રાપ્ય સ્રોત વડે સજ્જ કરવામાં આવે તો દેશને ક્યારેય વીજ સંકટનો સામનો ન કરવો પડે


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top