અનંત અંબાણી-રાધિકા મર્ચંટના પ્રિ વેડિંગની ઝલક..! મુકેશ અંબાણીએ કહ્યું....

અનંત અંબાણી-રાધિકા મર્ચંટના પ્રિ વેડિંગની ઝલક..! મુકેશ અંબાણીએ કહ્યું....

03/02/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

અનંત અંબાણી-રાધિકા મર્ચંટના પ્રિ વેડિંગની ઝલક..! મુકેશ અંબાણીએ કહ્યું....

Anant Ambani and Radhika merchant Pre widding : દુનિયાના ટોચના ધનિકોમાં સામેલ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે થનારા લગ્નના પ્રિ વેડિંગ સમારોહની શરૂઆત જામનગરમાં થઇ ચૂકી છે. જેમાં દેશવિદેશથી ઘણાં મહેમાનો, સેલિબ્રિટીઓ અને હસ્તીઓ પધાર્યા છે. સૌને આવકારતાં મુકેશ અંબાણીનો પ્રિ વેડિંગ સમારોહનો પ્રથમ વીડિયો સામે આવી ગયો છે જેમાં તેઓ સૌનું સ્વાગત કરતાં જોઈ શકાય છે. 


મુકેશ અંબાણીએ મહેમાનોને કહ્યું

મુકેશ અંબાણીએ મહેમાનોને કહ્યું

મુકેશ અંબાણીએ પ્રિ વેડિંગ ફંક્શનની શરૂઆતમાં જ સૌને આવકારતાં કહ્યું કે હું અમારા તમામ મહેમાનોનું સ્વાગત કરું છું જે અમારા માટે ભગવાન જેવા છે. તેમણે આ સાથે અતિથિ દેવો ભવઃ પણ કહ્યું હતું. તેમણે મહેમાનોને આવકારતાં કહ્યું કે આપ સૌની હાજરીએ આ લગ્ન સમારોહને મંગલમય બનાવી દીધો છે. બધાની હાજરી બદલ તેમણે બધાને ધન્યવાદ કહ્યું હતું. 



રિહાનાનું દમદાર પરફોર્મન્સ

રિહાનાનું દમદાર પરફોર્મન્સ

બીજી બાજુ આ સમારોહ દરમિયાન ઈન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાના સૌથી વધુ ચર્ચામાં રહી હતી. તેણે પ્રિ વેડિંગ ફંક્શનના પહેલા દિવસે રંગ રાખ્યો હતો. તેના દમદાર પરફોર્મન્સની ચારેકોરથી પ્રશંસા થઇ હતી. 



બોલિવૂડ સેલિબ્રિટી અને બિઝનેસ જગતની હસ્તીઓના પણ ગ્લેમરસ લૂક જોવા મળ્યાં

બોલિવૂડ સેલિબ્રિટી અને બિઝનેસ જગતની હસ્તીઓના પણ ગ્લેમરસ લૂક જોવા મળ્યાં

બીજી બાજુ બોલિવૂડ સેલિબ્રિટીઓ અને બિઝનેસ જગતની હસ્તીઓના પણ ગ્લેમરસ લૂક જોવા મળ્યાં હતાં. સમારોહના પહેલા દિવસના વીડિયો પણ સામે આવ્યા હતા. જેમાં વિવિધ અભિનેતા અને અભિનેત્રીઓ તેમના પરિવાર સાથે દેખાયા હતા. ઉલ્લેખનીય છે કે આ પ્રિ વેડિંગ સમારોહ કુલ ત્રણ દિવસ ચાલવાનો છે. 

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top