મુંદ્રા બંદરેથી પકડાયેલા ડ્રગ્સની કિંમત અધધ...૨૧ હજાર કરોડ રૂપિયા : ઇડીએ તપાસ શરૂ કરી

મુંદ્રા બંદરેથી પકડાયેલા ડ્રગ્સની કિંમત અધધ...૨૧ હજાર કરોડ રૂપિયા : ઇડીએ તપાસ શરૂ કરી

09/22/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

મુંદ્રા બંદરેથી પકડાયેલા ડ્રગ્સની કિંમત અધધ...૨૧ હજાર કરોડ રૂપિયા : ઇડીએ તપાસ શરૂ કરી

મુંદ્રા: કચ્છના મુંદ્રા બંદરેથી DRI દ્વારા ૨,૯૮૮.૨૨ કિલો એટલે કે ૩ હજાર કિલો હેરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ડ્રગ્સની કુલ કિંમત ૨૧ હજાર કરોડને પાર પહોંચી ગઈ છે. રિપોર્ટ્સ અનુસાર, આ હેરોઈનનો જથ્થો દુનિયાનો અત્યાર સુધીનો પકડાયેલો સૌથી મોટો જથ્થો છે.


આંધ્રપ્રદેશની એક કંપનીએ ટેલ્કમ પાઉડર હોવાનું કહીને મગાવ્યો હતો

એજન્સીઓને બાતમી મળી હતી કે અફઘાનિસ્તાનથી ઈરાનના બંદર થઈને ડ્રગ્સનો એક મોટો જથ્થો ભારત લાવવામાં આવી રહ્યો છે. આંધ્રપ્રદેશના વિજયવાડાની કંપની આશી ટ્રેડિંગ કંપનીએ ટેલ્કમ પાઉડર હોવાનું કહીને આ ડ્રગ્સનો જથ્થો મગાવ્યો હતો. DRIએ કાર્યવાહી કરીને તપાસ દરમિયાન બે કન્ટેનરો જપ્ત કર્યા અને નમૂના તપાસ માટે મોકલ્યા, ત્યારબાદ તે હેરોઈન હોવાની પુષ્ટિ થઇ હતી.


બંને કન્ટેનરો થઈને કુલ ૩૦૦૦ કિલો

બંને કન્ટેનરો થઈને કુલ ૩૦૦૦ કિલો

ઈનપુટના આધારે એજન્સીએ ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતોને સાથે રાખીને બે કન્ટેનરોની તપાસ કરી હતી. ત્યારબાદ નિષ્ણાતોએ તપાસ કરીને એ વાતની પુષ્ટિ કરી કે જે પદાર્થ અફઘાનિસ્તાનથી આવ્યો છે તે હેરોઈન જ છે. પહેલા કન્ટેનરમાંથી ૧,૯૯૯.૫૮ કિલો ડ્રગ્સ અને બીજા કન્ટેનરમાંથી ૯૮૮.૬૪ કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું.


ચેન્નાઈ, દિલ્હી, ગાંધીધામ, અમદાવાદમાં તપાસ શરૂ

આ ઘટના બાદ, દિલ્હી, ચેન્નાઈ, અમદાવાદ, ગાંધીધામ વગેરે અનેક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. DRI ની ટીમે આ મામલે આશી ટ્રેડીંગ કંપનીના સંચાલક એમ સુધાકર અને તેની પત્ની દુર્ગા વૈશાલીને ચેન્નાઈથી પકડી લીધા હતા. તેમને ભુજ લાવવામાં આવ્યા છે. સોમવારે બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને દસ દિવસની હિરાસતમાં મોકલી આપવા માટેનો હુકમ કરવામાં આવ્યો હતો.


કંધારથી મોકલવામાં આવ્યો હતો ડ્રગ્સનો જથ્થો

આ ડ્રગ્સનો જથ્થો અફઘાનિસ્તાનના કંધારથી મોકલવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનની પૂર્વ સરકારે આ પ્રકારની ગતિવિધિઓ ઉપર રોક લગાવી દીધી હતી પરંતુ તાલિબાનનું શાસન સ્થપાયા બાદ ફરીથી શરૂ થઇ ગઈ છે. આ મામલે અફઘાન નાગરિકોની સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે. દિલ્હી-એનસીઆરમાં રહેતા અફઘાની નાગરિકોને પૂછપરછ કરવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓએ તાલિબાનને પડતું મુક્યું તો હવે તેમની પાસે ફંડિંગનો એકમાત્ર રસ્તો આ જ છે. જેના દ્વારા તેઓ આઈએસઆઈની મદદ કરી શકે છે. આ કાવતરામાં આતંકી સંગઠનો પણ સામેલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top