રૂપાલાના હાથની ચિઠ્ઠીએ ખેંચ્યું બધાનું ધ્યાન, રૂપાલાએ સહકાર માગ્યો તો ક્ષત્રિયોએ અલ્ટિમેટમ આપ્ય

રૂપાલાના હાથની ચિઠ્ઠીએ ખેંચ્યું બધાનું ધ્યાન, રૂપાલાએ સહકાર માગ્યો તો ક્ષત્રિયોએ અલ્ટિમેટમ આપ્યું

04/16/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

રૂપાલાના હાથની ચિઠ્ઠીએ ખેંચ્યું બધાનું ધ્યાન, રૂપાલાએ સહકાર માગ્યો તો ક્ષત્રિયોએ અલ્ટિમેટમ આપ્ય

પરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલા વિવાદાસ્પદ નિવેદનનો વિરોધ થઇ રહ્યો છે. પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને મત આપવાની વિનંતી કરી હતી. ચાલુ વક્ત્વયમાં મંચ ઉપર બેઠેલા ક્ષત્રિય આગેવાનોનો આભાર માન્યો હતો, પરુષોત્તમ રૂપાલાએ ફોર્મ ભરવા જતી વખત શક્તિપ્રદર્શન કર્યું હતું, પરંતુ રાજકોટ બહારના પ્રદેશ કે રાષ્ટ્રીય સ્તરના કોઈ નેતા ન દેખાતા ચર્ચા શરૂ થઈ ગઇ છે. તો પરુષોત્તમ રૂપાલા હાથમાં રહેલી ચિઠ્ઠીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.


મુખ્યમંત્રી નિવાસ્થાને રાત્રે બેઠક થઇ

મુખ્યમંત્રી નિવાસ્થાને રાત્રે બેઠક થઇ

રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી વિવાદાસ્પદ નિવેદનનો વિરોધ કરવા માટે 14 એપ્રિલેરાજકોટના રતનપરમાં 3 લાખથી વધુ ક્ષત્રિયો ભેગા થયા હતા. આ મહાસંમેલનમાં તમામ ક્ષત્રિયોએ એક સૂરે કહ્યું હતું કે રૂપાલાની ટિકિટ રદ્દ થવી જ જોઈએ. જો કે 24 દિવસથી ચાલતા આ રાજકીય ડ્રામા વચ્ચે સોમવારે રાત્રે એક નવો જ ટ્વીસ્ટ આવ્યો હતો અને રાજ્ય સરકારે મોડી રાત્રે મુખ્યમંત્રી નિવાસ્થાને બેઠક યોજી હતી. જો કે રાતના 02:00 વાગ્યા સુધી ચાલેલી આ બેઠક પણ નિષ્ફળ રહી હતી.


રૂપાલા અંગે કોઈ સમાધાન નહીં

રૂપાલા અંગે કોઈ સમાધાન નહીં

બેઠક પછી સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ મીડિયાને જણાવ્યું હતું કે, રૂપાલા અંગે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. આજે સર્વાનુમતે ઠરાવ થયો છે કે, પરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવામાં આવે. આ બેઠક નિષ્ફળ ગયા બાદ સવારે રૂપાલાએ શુભ ચોઘડિયામાં રાજકોટ સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવવા અગાઉ તેમણે ક્ષત્રિયો પાસે સાથ અને સહકાર આપવા માગ કરી હતી.


રૂપાલા 19 તારીખ સુધીમાં ફોર્મ પાછું નહીં ખેંચે તો...

રૂપાલા 19 તારીખ સુધીમાં ફોર્મ પાછું નહીં ખેંચે તો...

ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પી.ટી.જાડેજાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, બધાની એક જ વાત હતી કે જો જો વિશ્વાસઘાત નહીં થાય. આજે પરષોત્તમ રૂપાલા ફોર્મ ભરી રહ્યા હતા એટલે કોઈ કાર્યક્રમ રાખ્યો નહોતો. અમે કાયદો અને વ્યવસ્થા બગડે તેવું કંઈ કરવા માગતા નથી. ક્ષત્રિયોના આંદોલન પાછળ કોઈ નથી, આગળ અને પાછળ માત્ર સમાજ છે. ઉપર ભગવાન છે અને નીચે ધરતી છે. અમે કોઈના હાથા નથી બન્યા. સરકારે પણ અમને મદદ કરી છે, અમે મોદી સાહેબને ભગવાનની જેમ માનીએ છીએ. અમને ભાજપ કે પાટીદાર સામે વાંધો નથી. રૂપાલા 19 તારીખ સુધીમાં ફોર્મ પાછું નહીં ખેંચે તો પાર્ટ-2 શરૂ થશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top