VIDEO: અનંત-રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનમાં અંબાણી પરિવારની આ માતા-પુત્રીની જોડીનું પર્ફોમન્સ રહ

VIDEO: અનંત-રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનમાં અંબાણી પરિવારની આ માતા-પુત્રીની જોડીનું પર્ફોમન્સ રહ્યું ખુબ શાનદાર, જુઓ વિડીઓ

03/06/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

VIDEO: અનંત-રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનમાં અંબાણી પરિવારની આ માતા-પુત્રીની જોડીનું પર્ફોમન્સ રહ

મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગુજરાતના જામનગરમાં સ્ટાર્સ એકઠા થયા છે. ત્રણ દિવસીય પ્રિ-વેડિંગ સેલિબ્રેશન 1 માર્ચના રોજ શરૂ થયું હતું અને મનોરંજન, ઉદ્યોગ, રાજકારણ અને રમતગમતના ક્ષેત્રોના દિગ્ગજ લોકો ગુજરાતના આ દરિયાકાંઠાના શહેર જામનગરમાં પહોંચ્યા હતા. સેલિબ્રેશનના છેલ્લા દિવસે અમિતાભ બચ્ચન અને તેમની પુત્રી શ્વેતા બચ્ચન અને સંજય દત્ત સાથે જામનગર પહોંચ્યા હતા.


ફિલ્મ સ્ટાર્સની સાથે-સાથે ઘણા ક્રિકેટરો પણ આ ફંક્શનમાં હાજર રહ્યા હતા

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની સહિત બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, ગૌતમ અદાણી, એન ચંદ્રશેખરન જેવી હસ્તીઓ હાજર રહી હતી. કુમાર મંગલમ બિરલા અને અજય જેવા બિઝનેસ લીડર્સે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.


નીતા અંબાણી અને ઈશા અંબાણીએ શાનદાર ડાન્સ પરફોર્મન્સ આપ્યું

અનંત અંબાણીના પ્રિ-વેડિંગમાં નીતા અંબાણી અને ઈશા અંબાણીએ શાનદાર ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. ‘ઘર મોરે પરદેશિયા’ પર પહેલા નીતા અંબાણી અને પછી પાછળથી તેમની દીકરી ઈશાએ ડાન્સમાં સાથ પુરાવ્યો હતો. આ શાનદાર પરફોર્મન્સ જોઈને બધાએ ખુબ સ્નેહ વરસાવ્યો હતો.



અભિનેતા શાહરૂખ, સલમાન અને આમિર ખાને જોરશોરથી ડાન્સ કર્યો

અભિનેતા શાહરૂખ, સલમાન અને આમિર ખાને જોરશોરથી ડાન્સ કર્યો

ભવ્ય સમારોહમાં બીજા દિવસે અભિનેતા શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાને જોરશોરથી ડાન્સ કર્યો અને પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું. આ દરમિયાન શાહરૂખે સ્ટેજ પર ‘જય શ્રી રામ’ના નારા પણ લગાવ્યા હતા. આ અવસર પર ત્રણેય ખાને ફિલ્મ ‘RRR’ના ઓસ્કાર વિજેતા તેલુગુ ગીત ‘નાટુ નાટુ’ની ધૂન પર ડાન્સ કર્યો હતો. સ્ટેજ પર ત્રણેય વચ્ચે પરસ્પર સ્નેહ પણ જોવા મળ્યો હતો. આ પછી આમિરે તેના પ્રખ્યાત ગીત ‘મસ્તી કી પાઠશાલા’ પર ડાન્સ કર્યો અને શાહરૂખ ખાને ‘છૈયા છૈયા’ પર ડાન્સ કર્યો અને ત્રણેય કલાકારો તેમાં સામેલ થયા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top