‘ચાલો... પોત પોતાના ઘરે ચાલો... આ જ મારું..' ચૂંટણી સભામાં ભીડ ભેગી ન થતા કેબિનેટ મંત્રી ગુસ્સે

‘ચાલો... પોત પોતાના ઘરે ચાલો... આ જ મારું..' ચૂંટણી સભામાં ભીડ ભેગી ન થતા કેબિનેટ મંત્રી ગુસ્સે થયા અને..' જુઓ વિડિઓ..!

04/16/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

‘ચાલો... પોત પોતાના ઘરે ચાલો... આ જ મારું..' ચૂંટણી સભામાં ભીડ ભેગી ન થતા કેબિનેટ મંત્રી ગુસ્સે

Lok Sabha Elections 2024 : રાજસ્થાનમાં લોકસભા ચૂંટણી શરૂ થાય તે પહેલા કેબિનેટ મંત્રી કિરોડીલાલ મીણા (Kirori Lal Meena)નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ભાજપ ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા મીણાની જનસભામાં ખુરશીઓ ખાલી રહેતા તેઓ ગુસ્સે થઈ મંચ છોડીને જતા રહ્યા છે. એટલું જ નહીં આ દરમિયાન તેમની અને કાર્યકર્તાઓ વચ્ચે ભારે બોલાચાલી અને ધક્કામુક્કી પણ થઈ ગઈ છે.


રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી

રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી

રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી કિરોડીલાલ મીણાની સોમવારે બાલાજી મંદિર પાસે જનસભા યોજાઈ હતી. તેઓ દૌસા લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર કન્હૈયા લાલ મીણાના સમર્થનમાં જનસભા કરવા પહોંચ્યા હતા. જોકે તેમાં ભીડ ભેગી ન થતા મીણા ગુસ્સે થઈને મંચ છોડીને જતા રહ્યા હતા. મંચ પર ઉતર્યા બાદ કેરોડીલાલ અને કાર્યકર્તાઓ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી.


મીણાએ ભાજપ પદાધિકારીઓને તતડાવ્યા

મીણાએ ભાજપ પદાધિકારીઓને તતડાવ્યા

જનસભામાં ભીડ ભેગી ન થતા મીણાએ BJP મંડળ પદાધિકારીઓને તતડાવી કહ્યું કે, ‘આવી જનસભાઓ કરવા તમને શરમ આવવી જોઈએ.’ ત્યારબાદ તેમણે ગુસ્સે થઈ મંચ પર ઉતરતા કહ્યું કે, ‘ચાલો... પોત પોતાના ઘરે ચાલો... આ જ મારું ભાષણ છે, ચાલો... ભાગો... હટો...’



‘બસ્સીના લોકો બિલકુલ પાગલ થઈ ગયા છે’

સ્થાનિક કાર્યકર્તાઓના જણાવ્યા મુજબ મંત્રી કિરોડીલાલ મીણાએ કહ્યું કે, ‘ગત વિધાનસભા ચૂંટણીમાં ઈમાનદાર વ્યક્તિને હરાવી મારી ઈજ્જત રાખી નથી, તો હવે શું રાખશો? વડાપ્રધાન મોદીને ફોન કરીને કહું છું કે, બસ્સીના લોકો બિલકુલ પાગલ થઈ ગયા છે. ત્યારબાદ મંત્રી ગુસ્સે થઈ ગયા અને મંચ પરથી ઉતરી ગાડીમાં બેસી જતા રહ્યા.’


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top