હૃદય રોગનો હુમલો શા માટે વહેલી સવારે આવે છે? જાણો તેના અમુક કારણો!

હૃદય રોગનો હુમલો શા માટે વહેલી સવારે આવે છે? જાણો તેના અમુક કારણો!

09/11/2021 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

હૃદય રોગનો હુમલો શા માટે વહેલી સવારે આવે છે? જાણો તેના અમુક કારણો!

હાર્ટ એટેકના(Heart attack) કેસોમાં એવું જોવા મળે છે કે, મોટાભાગના હાર્ટ એટેક સવારના સમયે આવે છે. સ્પેનમાં આ અંગે કરાયેલા એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, મોટાભાગના હાર્ટ એટેક સવારના સમયે આવતા હોય છે, અને તે ખુબ જ ગંભીર હોઈ શકે છે. રિસર્ચ મુજબ સવારે 6 વાગ્યાથી બપોર વચ્ચે આવનારા એટેક સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. હાર્ટ જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, જે લોકોને સવાર સવારમાં હાર્ટ એટેક આવે છે, તેમના ઉપર તેની ગંભીર અસર જોવા મળે છે. તમારી 24 કલાકની દિનચર્યાનો પ્રભાવ અનેક કાર્ડિયોવાસ્ક્યુલર ફિઝિયોલોજિકલ પ્રક્રિયાઓ પર પડે છે. હાર્ટ એટેક પણ તેમાંની જ એક ઘટના છે. આવું મોટા ભાગે ત્યારે બનતું હોય છે, જ્યારે કોઈ વ્યક્તિ ઊંઘમાંથી જાગે છે.


હાર્ટ એટેકના લક્ષણો :

હાર્ટ એટેકના લક્ષણો :

તજજ્ઞોના જણાવ્યાં મુજબ જો સવારમાં હાર્ટ એટેક આવે તો લગભગ 20 ટકા હિસ્સો ડેડ ટિશ્યુમાં ફેરવાઈ જાય છે. જે હાર્ટ એટેક આવનાર વ્યક્તિને સૌથી વધુ પ્રભાવિત કરે છે. આવું દિવસના બીજા કોઈ પણ સમયે જો હાર્ટ એટેક આવે તો ઓછું બનતું હોય છે. આ સમયે આવતો હાર્ટ એટેક કેટલું ભયંકર નુકસાન પહોંચાડે છે, તે બહુ ઓછા લોકો જાણે છે. Myocardial infarction એટલે કે હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે coronary artery એકદમ બ્લોક થઈ જાય છે. ઓક્સિજન ન મળવાના કારણે હાર્ટની કોશિકાઓનો એક ભાગ મરી જાય છે અને કામ કરતો બંધ થઇ જાય છે.

વિજ્ઞાનની દ્રષ્ટિએ હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટનો સીધો સંબંધ આપણા લોહી સાથે છે. લોહી દ્વારા ઓક્સિજન અને જરૂરી પોષક તત્વો આપણા  શરીરમાં પહોંચે છે.  જ્યારે તમારા હ્રદય સુધી ઓક્સિજન પહોંચાડતી ધમનીમાં પ્લાક જામવાને કારણે તકલીફ થાય છે. ત્યારે હ્રદયના ધબકારા અસંતુલિત થઈ જાય છે. જેના કારણે હાર્ટએટેક અને કાર્ડિયાક અરેસ્ટ થઈ જાય છે.


સવારમાં એટેક આવાના કારણો :

કાર્ડિયાક અરેસ્ટ અચાનક થાય છે અને શરીરમાંથી કોઈ ચેતવણી પણ મળતી નથી. આનું કારણ હૃદયમાં થનારી ઇલેક્ટ્રિકલ ગડબડ છે, જે ધબકારાના તાલમેલને બગાડી દે છે. આમાં થોડા સમય માટે વ્યક્તિ બેભાન થઈ જાય છે અને પલ્સ ચાલુ હોય છે. જો યોગ્ય સમયે યોગ્ય સારવાર ન મળે તો સેકન્ડોમાં અથવા મિનિટોમાં મૃત્યુ થઈ શકે છે. તે વ્યક્તિને આ દરમિયાન વધુ સંવેદનશીલ બનાવી શકે છે, જેની આપણા પર વધુ ખરાબ અસર પણ પડી શકે છે. તજજ્ઞોના જણાવ્યાં મુજબ અનેક કેસમાં હાર્ટ સવારના સમયે બ્લડ ક્લોટિંગને ખતમ કરવાની ક્ષમતા ધરાવતું નથી, જેના કારણે જ સવારે વધુ હાર્ટ એટેક આવી જાય છે.

 


હાર્ટ અટેકથી બચવા આટલું જરૂર કરો :

જ્હોન હોપકિન્સ ન્યૂરોલોજિસ્ટ અને સ્લીપ સ્પેશિયાલીસ્ટ  Dr Rachel E Salas ના જણાવ્યાં મુજબ જ્યારે તમને યોગ્ય રીતે ઊંઘ ન આવતી હોય ત્યારે હાર્ટના રોગોનું જોખમ વધી જાય છે. એક્સપર્ટના જણાવ્યાં મુજબ હાર્ટ એટેકના જોખમને ઘટાડવા માટે એ જરૂરી છે કે કેફીનયુક્ત પદાર્થો અને દારૂનું વધુ સેવન ન કરો. ભરપૂર ઊંઘ લો, રેગ્યુલર કસરત કરો અને પોતાને મેદસ્વીપણાથી(fatness) બચાવો.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top