ભૂખમરાના સંકટનો સામનો કરી રહ્યો છે આ દેશ : 80 લાખ લોકોને નથી મળી રહ્યું ભોજન, 23 લાખ બાળકો કુપો

ભૂખમરાના સંકટનો સામનો કરી રહ્યો છે આ દેશ : 80 લાખ લોકોને નથી મળી રહ્યું ભોજન, 23 લાખ બાળકો કુપોષિત

12/26/2021 World

SidhiKhabar

SidhiKhabar

ભૂખમરાના સંકટનો સામનો કરી રહ્યો છે આ દેશ : 80 લાખ લોકોને નથી મળી રહ્યું ભોજન, 23 લાખ બાળકો કુપો

વર્લ્ડ ડેસ્ક: ઇસ્લામિક રાષ્ટ્ર યમનમાં ગૃહ યુદ્ધના કારણે એવી દયનીય સ્થિતિ નિર્માણ પામી છે કે દેશ ભૂખમરીની કગાર પર આવીને ઉભો છે. દેશના લગભગ એક કરોડ 30 લાખ લોકો ભૂખમરાનો શિકાર બન્યા છે તેમજ 80 લાખ લોકો એવા છે જેમની હાલત અત્યંત ખરાબ છે. 

દેશમાં છેલ્લા ત્રણ મહિનામાં 50 ટકા પરિવારોને પૂરતું ભોજન મળી રહ્યું નથી. તેમજ ચલણની કિંમત પર દિન-પ્રતિદિન ઘટી રહી છે અને મોંઘવારી ચરમસીમાએ પહોંચી ગઈ છે. પરિવારનું પેટ ભરવા માટે લોકો ઘર છોડીને બીજા વિસ્તારોમાં ભાગવા માટે મજબૂર બની ગયા છે. અને જેઓ ઘર છોડી નથી શકતા તેમણે ભુખમરીનો સામનો કરવો પડી રહ્યો છે. 


યમનમાં ખાવાપીવાની ચીજવસ્તુઓના ભાવ બમણા થઇ ગયા છે તેમજ ધ્વસ્ત થવાની કગાર પર પહોંચેલી અર્થવ્યવસ્થા અને મોંઘવારીના કારણે અહીંના લોકો દરિદ્રતાથી જિંદગી જીવવા માટે મજબૂર બન્યા છે. મોટાભાગના પરિવારો અત્યંત કઠિન પરિસ્થિતિઓમાં જીવન જીવી રહ્યા છે, જ્યાં તેમને બે ટંકનું ભોજન પણ ક્યારેક નસીબમાં હોતું નથી. 

એક અહેવાલ અનુસાર, યમનમાં એક કરોડ 62 લાખ લોકો એટલે કે અડધાથી વધુ વસ્તીને ભરપેટ ભોજન મળી રહ્યું નથી. અહીં પાંચ વર્ષથી ઓછી ઉંમરના લગભગ 23 લાખ બાળકો કુપોષણનો શિકાર બન્યા છે. આવી સ્થિતિમાં હવે દેશ સંયુક્ત રાષ્ટ્ર પર નિર્ભર બન્યો છે.

જાણવું જરૂરી છે કે, યમનમાં સરકારી સિસ્ટમ સંપૂર્ણ રીતે ખતમ થઇ ચૂકી છે અને ત્યાં ઈરાન સમર્થક હાઉથી વિદ્રોહીઓ અને સાઉદી અરબ ગઠબંધન સેના વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેના કારણે ત્યાંની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે અને દેશનું ચલણ નીચલા સ્તરે આવી ગયું છે.  


બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્રએ પણ મદદ માટે હાથ ઊંચા કરી મૂક્યા છે. યુએનએ કહ્યું કે તેમની પાસે ફંડ ન હોવાના કારણે તેઓ યમનના લોકોને મદદ પહોંચાડી શકવા સક્ષમ નથી. યુએન રિલીફ ફંડમાં પૂરતી રકમ ન હોવાના કારણે જાન્યુઆરીથી આ 80 લાખ લોકોને રાશન ઓછું મળશે કે ક્યારેક નહીં પણ મળે. તેથી તેમની સ્થિતિ વધુ દયનીય બની શકે છે. 

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે કહ્યું કે, યમનના ફૂડ ક્રાઈસિસનું સંકટ ગંભીર અને ચિંતાનો વ્વીશ્ય છે. અહીં એક કરોડ 30 લાખ લોકો માટે મદદ પૂરી પાડવા માટે આર્થિક સંસાધનો પણ ખૂટતા ચાલ્યા છે. આ સ્થિતિમાં જાન્યુઆરી 2022 થી 80 લાખ લોકોએ બહુ ઓછા રાશ્નમાં ગુજરાન ચલાવવા માટે મજબૂર બનવું પડશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top