VIDEO : USના બાલ્ટીમોરમાં મોટી દુર્ઘટના' જહાજ અથડાતા બ્રિજ તૂટીને નદીમાં પડ્યો..! વાહન સાથે લોક

VIDEO : USના બાલ્ટીમોરમાં મોટી દુર્ઘટના' જહાજ અથડાતા બ્રિજ તૂટીને નદીમાં પડ્યો..! વાહન સાથે લોકો પાણીમાં...જાણો

03/26/2024 World

SidhiKhabar

SidhiKhabar

VIDEO : USના બાલ્ટીમોરમાં મોટી દુર્ઘટના' જહાજ અથડાતા બ્રિજ તૂટીને નદીમાં પડ્યો..! વાહન સાથે લોક

Baltimore Bridge Collapses : મંગળવાર સવારે અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના બાલ્ટીમોર શહેરમાં એક મોટી દુર્ઘટના બની છે. બાલ્ટીમોરના સૌથી લાંબા ફ્રાંસિસ સ્કૉટ બ્રિજ સાથે એક મોટું માલવાહક જહાજ ટકરાતા બ્રિજ તૂટી પડ્યો છે. આ વિશાળ બ્રિજ તૂટીને પટપ્સકો નદીમાં પડ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, બ્રિજ તૂટતા પહેલા તેમાં આગ લાગી હતી અને બ્રિજ તૂટતા અનેક લોકો વાહનો સાથે પાણીમાં ખાબક્યા હતા.


ઈજાઓ અને જાનહાનિ વિશે વધુ

ઈજાઓ અને જાનહાનિ વિશે વધુ

જ્યારે પુલ તૂટી પડ્યો ત્યારે તેના પર સાત જેટલા બાંધકામ કામદારો અને ત્રણથી ચાર નાગરિક વાહનો હાજર હતા. મોટા પાયે જાનહાનિ થયાની માહિતી સામે આવી છે. ઘટના બાદ બ્રિજને વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓએ સુરક્ષાના કારણોસર બંને દિશામાંની તમામ રસ્તા બંધ કરી દીધી છે. ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. ઈજાઓ અને જાનહાનિ વિશે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.



3 કિલોમીટર લાંબો હતો બ્રિજ

3 કિલોમીટર લાંબો હતો બ્રિજ

આ બ્રિજ બાલ્ટીમોરમાં પટપ્સકો નદીની ઉપર હતો. લગભગ 3 કિલોમીટર લાંબા આ બ્રિજનું નિર્માણ 1972માં શરૂ થયું હતું અને 1977માં આ બ્રિજને અવરજવર માટે ખોલી દેવાયો હતો. આ બ્રિજ પરથી દર વર્ષે 1.1 કરોડ વાહન પસાર થતા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top