અમદાવાદ : આરોપીને પકડવા ગયેલા પોલીસકર્મી ઉપર જ હુમલો! : ઘરમાં બંધ કરી ઢોર માર માર્યો

અમદાવાદ : આરોપીને પકડવા ગયેલા પોલીસકર્મી ઉપર જ હુમલો! : ઘરમાં બંધ કરી ઢોર માર માર્યો

09/22/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અમદાવાદ : આરોપીને પકડવા ગયેલા પોલીસકર્મી ઉપર જ હુમલો! : ઘરમાં બંધ કરી ઢોર માર માર્યો

અમદાવાદ: આમ તો પોલીસને જોઇને ચોર કે ગુનેગારો ઉભી પૂંછડીએ ભાગી છૂટતા હોય છે પરંતુ ઘણીવાર ટોળાનો લાભ લઈને માથાભારે તત્વો પોલીસ ઉપર પણ હાવિ થઇ જાય છે. આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં નિરાંત ચાર રસ્તા પાસે એક યુવકને છરી મારનારને પકડવા માટે ગયેલા પોલીસકર્મી ઉપર માર મારીને લૂંટી લેવાની ઘટના બની છે.


નિરાંત ચાર રસ્તા પરની ઘટના

પ્રાપ્ત વિગતો અનુસાર, રામોલ પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્કવોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ ગઈકાલે રાત્રે ૯:૪૫ વાગ્યે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમણે નિરાંત ચાર રસ્તા પાસે ઉમિયા મેડિકલ સ્ટોર નજીક એક ટોળું એકઠું થયેલું જોયું હતું.

આ ટોળામાં કોઈ વાતે બબાલ થતા ત્યાં ઉભેલા એક શખ્સે એક યુવકને છરી મારી દીધી હતી. તેણે પોલીસકર્મીને ઈશારો કરી જાણ કરતા આરોપી ભાગી ગયો હતો. તેને પકડવા માટે પોલીસકર્મી પમ તેની પાછળ દોડ્યા હતા. ત્યારબાદ આરોપી નજીક આવેલ નિરજપાર્ક સોસાયટીમાં ઘૂસી ગયો હતો, જ્યાં એક મહિલા સહિત ૫ લોકો પહેલેથી હજાર હતા.


પોલીસ હોવાનું કહેતા પાંચેય જણાએ હુમલો કરી દીધો

ઘરમાં જઈને પોલીસકર્મીએ પોતાની ઓળખ આપતા પાંચેય લોકો મારો-મારોની બૂમો પાડીને કોન્સ્ટેબલની ઉપર તૂટી પડ્યા હતા અને માર મારવા માંડ્યા હતા. પોલીસકર્મીએ ઘરની બહાર આવવાનો પ્રયાસ કરતા મહિલાએ ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ત્યારબાદ એક શખ્સે છરી લઈને કોન્સ્ટેબલને કહ્યું હતું કે જો તું પોલીસમાંથી હોય તો આઈ કાર્ડ બતાવ. ત્યારબાદ તેમણે આઈ કાર્ડ કાઢવા પર્સ કાઢ્યું તો શખ્સે છીનવી લીધું હતું અને છરીથી કોન્સ્ટેબલ ઉપર હુમલો પણ કરી દીધો હતો.

જોકે, ત્યારબાદ પોલીસકર્મીએ બૂમાબૂમ કરી મુકતા તેમના સાથી પોલીસકર્મીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને દરવાજો ખોલીને પાંચેય આરોપીઓને પકડીને પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા. પોલીસકર્મીએ પોતે જ ફરીયાદી બનીને આ તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top