400 વર્ષો બાદ આ દેશમાં બ્રિટીશ ક્વિનના શાસનનો અંત, દેશ પ્રજાસત્તાક બન્યો

400 વર્ષો બાદ આ દેશમાં બ્રિટીશ ક્વિનના શાસનનો અંત, દેશ પ્રજાસત્તાક બન્યો

12/01/2021 World

SidhiKhabar

SidhiKhabar

400 વર્ષો બાદ આ દેશમાં બ્રિટીશ ક્વિનના શાસનનો અંત, દેશ પ્રજાસત્તાક બન્યો

વર્લ્ડ ડેસ્ક: કેરેબિયન દ્વીપસમૂહ પૈકીનો સૌથી પ્રખ્યાત દેશ બાર્બાડોસ મંગળવારે (30 નવેમ્બર 2021) સત્તાવાર રીતે બ્રિટનથી અલગ થઈને 400 વર્ષ પછી 55મો પ્રજાસત્તાક દેશ બન્યો હતો. હવે ત્યાં બ્રિટનના રાણી એલિઝાબેથ દ્વિતીયના શાસનનો સંપૂર્ણ અંત આવ્યો છે. હવે તેનો પોતાનો રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત હશે. 


સોમવારે મોડી રાત્રે બાર્બાડોસ પ્રજાસત્તાક બનવાના અવસરની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ સહિત ઘણા નેતાઓ અને મહાનુભાવોએ ભાગ લીધો હતો. 

અહેવાલો અનુસાર, આ સમારોહ એ સ્થળે યોજાયો હતો જ્યાં ગયા વર્ષે બ્રિટિશ લોર્ડની પ્રતિમા હટાવવામાં આવી હતી. 2 લાખ 85 હજારની વસ્તી ધરાવતા દેશ બાર્બાડોસમાં ગવર્નર જનરલ સેન્ડ્રા મેસનને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. તેમની નિમણૂક રાણી એલિઝાબેથ (દ્વિતીય) દ્વારા કરવામાં આવી છે. મેસન એટર્ની અને જજ પણ રહી ચૂક્યા છે. તેમણે વેનેઝુએલા, કોલંબિયા, ચિલી અને બ્રાઝિલમાં રાજદૂત તરીકે પણ સેવા આપી છે.


બાર્બાડોસને કેરેબિયન દેશો પૈકીનો સૌથી ધનિક દેશ માનવામાં આવે છે. તેની અર્થવ્યવસ્થા મુખ્યત્વે પ્રવાસન પર નિર્ભર છે. આ દેશ વર્ષ 1966 માં સ્વતંત્ર થઈ ગયો હતો, પરંતુ ત્યારથી હમણાં સુધી ત્યાં રાણી એલિઝાબેથનું શાસન ચાલતું હતું. આ પહેલા ગુયાના, ડોમિનિકા, ત્રિનિદાદ અને ટોબાગા પ્રજાસત્તાક દેશો બન્યા હતા. વર્ષ 2008 માં બાર્બાડોસે પોતાને એક પ્રજાસત્તાક દેશ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ તે અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યો હતો. આખરે ગઈકાલે 30 નવેમ્બરે બાર્બાડોસ માટે સોનાનો સૂરજ ઉગ્યો હતો અને તે એક પ્રજાસત્તાક દેશ ઘોષિત કરવામાં આવ્યો હતો.


અહીં નોંધવું જોઈએ કે કેરેબિયન ટાપુ બાર્બાડોસ તેના સુંદર બીચ અને ક્રિકેટ પ્રેમ માટે જાણીતો છે. તેની લંબાઈ 34 કિલોમીટર અને પહોળાઈ 23 કિલોમીટર જેટલી છે. વર્ષ 2020 ના ડેટા અનુસાર, તેની વસ્તી 2 લાખ 87 હજારની છે, જેમાંના મોટાભાગના આફ્રિકન લોકો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top