ભુપેન્દ્ર પટેલના શિરે ગુજરાતનો તાજ : ધારાસભ્ય દળની બેઠકમાં ભુપેન્દ્ર પટેલ ગુજરાતના નવા સીએમ ચૂં

ભુપેન્દ્ર પટેલના શિરે ગુજરાતનો તાજ : ધારાસભ્ય દળની બેઠકમાં ભુપેન્દ્ર પટેલ ગુજરાતના નવા સીએમ ચૂંટાયા

09/12/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ભુપેન્દ્ર પટેલના શિરે ગુજરાતનો તાજ : ધારાસભ્ય દળની બેઠકમાં ભુપેન્દ્ર પટેલ ગુજરાતના નવા સીએમ ચૂં

ગાંધીનગર: આખરે એ ક્ષણ આવી ગઈ છે જેની કરોડો ગુજરાતીઓ ગઈકાલથી રાહ જોઈ રહ્યા છે. ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામનું જાહેર કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની પસંદગી મુખ્યમંત્રી તરીકે કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમના નામનો પ્રસ્તાવ મુક્યો હતો.

ગઈકાલે વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ ધરી દીધા બાદથી જ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકેની જવાબદારી કોને સોંપવામાં આવશે તે બાબતે ચર્ચાઓનો દોર શરૂ થઇ ગયો હતો. નીતિન પટેલ, મનસુખ માંડવિયા, સીઆર પાટિલ, આરસી ફળદુ સહિતના અનેક નામો મુખ્યમંત્રી પદ માટેની રેસમાં હતા. પરંતુ આખરે એવું નામ બહાર આવ્યું જેની કોઈને કલ્પના ન હતી!

બેઠક બાદ કેન્દ્રીય નિરીક્ષક તરીકે આવેલા કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગુજરાતના આગામી મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના નામની અધિકારીક ઘોષણા કરી હતી. હાજર તમામ ધારાસભ્યોએ સમર્થન આપ્યા બાદ તેમને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. 

ભુપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાટલોડિયાથી ધારાસભ્ય છે. તેઓ ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણીમાં ૧,૧૭,૦૦૦ મતોથી ચૂંટણી જીત્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં કોઈ ધારાસભ્યની આ સૌથી મોટી જીત હતી. તેઓ AUDA ના પૂર્વ ચેરમેન પણ રહી ચુક્યા છે તેમજ અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહ્યા છે. ખાસ કરીને કોરોનાકાળમાં તેમણે સારી કામગીરી કરી હોવાનું કહેવાય છે.

ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા બાદ ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, જે પી નડ્ડા સહિતના શીર્ષ નેતૃત્વ અને પાર્ટીનો આભાર માનું છું. 

જાણવા મળી રહ્યું છે કે થોડીવારમાં ભુપેન્દ્ર પટેલ રાજભવન માટે રવાના થશે. જ્યાં તેઓ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આવતીકાલે અથવા મંગળવારે તેઓ ગુજરાતના આગામી મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરે તેવી શક્યતા છે.

(આ સ્ટોરી અપડેટ થઇ રહી છે)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top