પંચમહાલની એક રિસોર્ટમાં દરોડા : ભાજપી ધારાસભ્ય સહિત ૨૬ લોકો જુગાર રમતા પકડાયા

પંચમહાલની એક રિસોર્ટમાં દરોડા : ભાજપી ધારાસભ્ય સહિત ૨૬ લોકો જુગાર રમતા પકડાયા

07/02/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

પંચમહાલની એક રિસોર્ટમાં દરોડા : ભાજપી ધારાસભ્ય સહિત ૨૬ લોકો જુગાર રમતા પકડાયા

પંચમહાલ: પંચમહાલના શિવરાજપુર પાસે આવેલ એક રિસોર્ટમાંથી ગઈકાલે પંચમહાલ એલસીબીએ ૨૬ વ્યક્તિઓને જુગાર રમતા પકડી લીધા હતા. જેમાંથી એક ખેડાના માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આમાં મહિલાઓ પણ સામેલ હોવાનું કહેવાય છે.

શિવરાજપુર ખાતેની જીમીરા રિસોર્ટમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી પંચમહાલ એલસીબીને મળતા પાવાગઢ પોલીસ સાથે મળીને દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ભાજપી ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, સાત મહિલાઓ અને અન્ય લોકો મળીને કુલ ૨૬ લોકોને રંગે હાથ પકડી લીધા હતા.

આ તમામ કોઈન દ્વારા કેસીનો રમી રહ્યા હતા. વળી તેમની પાસેથી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હતી. પોલીસ દ્વારા પ્લાસ્ટિક કોઈન, પત્તાં, ૩.૮૦ લાખ રોકડા, ૧.૧૫ કરોડની ૮ ગાડીઓ અને છ વિદેશી દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો.

ધારાસભ્ય કેસરીસિંહ અને અન્ય લોકો ગુરુવારે બપોરે જ શિવરાજપુરની જીમીરા રિસોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. તેમની સાથે સાત મહિલાઓ સામેલ હતી, જેમાંથી ચાર નેપાળી યુવતીઓ હતી. વિદેશી દારૂ અને યુવતીઓ સાથે જુગારની મહેફિલ માણનારાઓને પોલીસે રંગે હાથ પકડી પાડતા ચકચાર મચી જવા પામી છે.

ચૂંટણીઓમાં મત માગવા આવે ત્યારે વિકાસ કરવાની અને પ્રદેશની તાસીર બદલી નાંખવાની વાતો કરતા નેતાઓ ઉપર પ્રજા વિશ્વાસ મુકે અને જીતી આવે ત્યારબાદ આ પ્રકારના કાળા ધંધાઓ કરતા પકડાય ત્યારે પ્રજાનો વિશ્વાસ તૂટે છે. પ્રજાનું પ્રતિનિધિત્વ કરનારાઓ જ નિયમો-કાયદાઓનું છેડેચોક ઉલ્લંઘન કરતા હોય તો એનાથી શરમજનક બાબત બીજી કોઈ ન હોય શકે. હાલ પોલીસે આ તમામની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top