દક્ષિણ ગુજરાતની વધુ એક તાલુકા પંચાયત ભાજપ કબજે કરશે, પ્રમુખ સહિત પાંચ સભ્યોએ કોંગ્રેસ સાથે છેડો

દક્ષિણ ગુજરાતની વધુ એક તાલુકા પંચાયત ભાજપ કબજે કરશે, પ્રમુખ સહિત પાંચ સભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો

10/16/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

દક્ષિણ ગુજરાતની વધુ એક તાલુકા પંચાયત ભાજપ કબજે કરશે, પ્રમુખ સહિત પાંચ સભ્યોએ કોંગ્રેસ સાથે છેડો

સુરત: આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે કુલ 231 પૈકીની 196 તાલુકા પંચાયતો કબજે કરી લીધી હતી. હવે વધુ એક તાલુકા પંચાયત ભાજપને ફાળે ગઈ છે. આઝાદી બાદ પહેલી વખત અહીં કોંગ્રેસે સત્તા ગુમાવી દીધી છે.


પ્રભારી મંત્રી મુકેશ પટેલની હાજરી દરમિયાન ભાજપમાં જોડાયા

દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાની વ્યારા તાલુકા પંચાયત પર હવે ભાજપનું શાસન સ્થપાશે. આજે જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલ વ્યારાની મુલાકાતે ગયા હતા. જ્યાં એક કાર્યક્રમ દરમિયાન તેમની હાજરીમાં વ્યારાના તાલુકા પ્રમુખ સહિત પાંચ સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. આ ઉપરાંત 300 થી વધુ કાર્યકરો પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

આજે વ્યારા તાલુકા પંચાયતના પ્રમુખ જશુબેન ગામિત તેમજ ન્યાય સમિતિના અધ્યક્ષ સહિત પાંચ સભ્યો ભાજપમાં જોડાઈ ગયા હતા. જસુબેન ગામીત, ઈશ્વરભાઈ ગામીત, દેવિકાબેન ગામીત, દયાબેન ગામીત, શર્મિલાબેન ગામીત ભાજપમાં જોડાયા હતા. જેના કારણે હવે ભાજપ પાસે સંખ્યાબળ વધુ થયું છે.


પેટાચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો જીત્યા હતા

હાલમાં જ તાપી જિલ્લાની એક જિલ્લા પંચાયત બેઠક અને પાંચ તાલુકાઓની બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં તમામ પર ભાજપના ઉમેદવારો જીત્યા હતા. કરંજવેલ જિલ્લા પંચાયત બેઠક અને ઘાટા, બાલપુર, કેળકુઈ વગેરે તાલુકા પંચાયતની બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો.

આ પહેલા યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વ્યારા તાલુકા પંચાયતમાં કુલ 20 પૈકી ભાજપને માત્ર 3 બેઠકો જ્યારે કોંગ્રેસને ફાળે 17 બેઠકો ગઈ હતી. પરંતુ તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે 3 બેઠકો જીતતા આંકડો 6 પર પહોંચ્યો હતો અને ત્યારબાદ 5 સભ્યો જોડાતા બહુમતી પાર્ટી પાસે આવી ગઈ છે.

કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ ઉપરાંત, મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયા તેમજ લોકસભા સાંસદ પ્રભુ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ સુરજભાઈ વસાવા, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપભાઈ દેસાઈ, સંગઠન પ્રભારી અશોકભાઈ ધોરાજિયા તેમજ કિસાન મોરચાના મહામંત્રી પરિમલસિંહ સોલંકી સહિતના નેતાઓ અને પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top