કિડની, કેન્સર અને હૃદયરોગની સારવારમાં મુખ્યમંત્રી તરફથી મળે છે સહાય! તમામ માહિતી જાણો

કિડની, કેન્સર અને હૃદયરોગની સારવારમાં મુખ્યમંત્રી તરફથી મળે છે સહાય! તમામ માહિતી જાણો

10/04/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

કિડની, કેન્સર અને હૃદયરોગની સારવારમાં મુખ્યમંત્રી તરફથી મળે છે સહાય! તમામ માહિતી જાણો

ગુજરાતીમાં કહેવત છે કે, 'પહેલું સુખ તે જાતે નર્યા.' હાલની પરિસ્થિતિમાં શારીરિક તંદુરસ્તીને જ મહત્વ આપવામાં આવ્યું છે. ગરીબ હોય કે અમીર બધા માટે તંદુરસ્તી અગ્ર સ્થાને છે. પરંતુ જ્યારે ઘરમાં કોઈ એક વ્યક્તિ બીમાર થાય તો તેની સાથે આખું ઘર બીમાર થાય છે. બીમાર વ્યક્તિના પરિવારજનો માટે એ માનસિક અને આર્થિક સમસ્યા લઈને આવે છે. એમાં જો કોઈ જીવલેણ રોગ ઘરમાં ઘુસ્યો તો તમામ મોરચે જંગ લડવી અઘરી થઇ જતી હોય છે. આ લડતમાં સાથ આપવા રાજ્ય સરકારે મદદનો હાથ લંબાવ્યો છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ફંડમાંથી અમુક જીવલેણ સહિતના રોગોની સારવાર માટે ખર્ચ આપવામાં આવે છે


જો તમારા ઘરમાં કોઈને,

  1. કિડની - મુત્રપિંડ (kidney)
  2. હાર્ટ - હૃદય (heart)
  3. લીવર - યકૃત (liver)

આ અંગોમાંથી એકેયના રોગ હોય કે પછી કેન્સર (cancer) હોય તો તે દર્દીને માનનીય મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાંથી સહાય મળવાપાત્ર થાય છે. આ સહાય મેળવવા માટે સરકાર દ્વારા અમુક હોસ્પિટલ્સ અને સંસ્થાઓને માન્યતા આપેલી છે. આ સહાય મેળવવા માટે નીચેની હોસ્પિટલમાં સારવાર લેવાથી લાભ થશે.


હૃદય રોગ માટે માન્ય હોસ્પિટલ્સ

1)  યુ. એન. મહેતા ઇન્સ્ટી. ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ-380016 

2) શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલ, એલિસબ્રિજ, અમદાવાદ-380006 

3) ધરમસિંહ દેસાઇ મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી, મિશન રોડ, નડિયાદ-387002 

4) શ્રી બી. ડિ. મહેતા મહાવીર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, શ્રી મહાવીર હેલ્થ કેમ્પસ, અઠવાગેટ, રિંગ રોડ, સુરત-395001 

5) ઈ. એમ. ચેરિટેબલ સંચાલિત પી. પી. સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, પ્લોટ નંબર 1 થી 8, સિદ્ધકુટીર ઇન્ડ. એસ્ટેટ, ચોથો માળ, વરાછા રોડ, સુરત-


કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે માન્ય હોસ્પિટલ્સ

કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે માન્ય હોસ્પિટલ્સ

1) ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીઝ રિસર્ચ સેન્ટર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ- 380016 

2) મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ્સ, ડો.વીરેન્દ્ર દેસાઇ રોડ, નડીઆદ-387001


કેન્સરની સારવાર માટે માન્ય હોસ્પિટલ્સ

કેન્સરની સારવાર માટે માન્ય હોસ્પિટલ્સ

1) ધી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટી. (એમ. પી. શાહ હોસ્પિટલ), સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ-16 

2) રાજકોટ કેન્સર સોસાયટી શ્રી નાથાલાલ પારેખ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ 1, તિરૂપતિ નગર, નિર્મલા કોનવેન્ટની સામે, રાજકોટ-07 


સહાય મેળવવા ક્યા ક્યા કાગળો જોઈએ?

સામાન્ય નાગરિકને એવું લાગશે કે આ માટે કાગળોની જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે, પણ એવું નથી. સહાય મેળવવા માટે નીચે જણાવેલા કાગળોની જરૂર પડશે. જો તમે ઉપર દર્શાવેલી હોસ્પિટલમાં સારવાર લેતાં હશો તો તે દરેક દર્દી પાસે અ કાગળ હોવાના જ.

1) એપ્લિકેશન- સૌથી પહેલા તો તમારે સહાય મેળવવા માટે અરજી કરવાની રહેશે. આ અરજી મુખ્યમંત્રીશ્રીને સંબોધીને કરવાની રહેશે. 

2) કેસ પેપર્સ- તમે જે પણ હોસ્પિટલ્સમાં સારવાર લીધી છે ત્યાંના ડોક્ટર્સ દ્વારા કન્સલટેશન સમયે જે કેસપેપર અપાયું હોય તેની કોપી જોઈશે.

3) અંદાજિત ખર્ચ- હોસ્પિટલ દ્વારા તમને જે અંદાજિત ખર્ચ કહ્યો હોય તે રજૂ કરવાનો રહેશે. આમાં તમારે સાચું પેપર રજૂ કરવાનું રહેશે. 

4) ડોક્ટરનું પ્રમાણપત્ર- તમારે જે તે સારવાર માટે ઓપરેશન કરવાનું બાકી છે. એ પ્રકારનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. જો તમે ઓલરેડી ઓપરેશન કરાવી દીધું હશે તો તમે એલીજીબલ નથી એટલે કે તમને સહાય મળશે નહીં. 

5) રેશનકાર્ડ- રેશનકાર્ડની કોપી સહી સિક્કા સાથે રજૂ કરવાની રહેશે. 

6) આવકનો દાખલો- તમારા કુટુંબની વાર્ષિક આવક અંગેનો સંબંધિત મામલતદારશ્રીનો દાખલો પણ ઓરિજિનલ રજૂ કરવાનો રહેશે. 

7) સોગંદનામું- એક સોગંદનામું તમારે 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નોટરી અથવા મામલતદારની સહી કરાવી કોર્ટમાં ઓરિજિનલ કોપી સાથે રજૂ કરવાનું રહેશે. આ સોગંદનામાંની લિન્ક તમને મળી જશે જે તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરાવી શકશો.

8)ભલામણપત્ર- માનનીય મુખ્યમંત્રીશ્રીને સંબોધીને તમારે એક રેફરન્સ લેટર લખાવવાનો રહેશે, જે માનનીય સાંસદશ્રી અથવા માનનીય ધારાસભ્યશ્રી દ્વારા લખાવવાનો રહેશે.

બસ આટલું કરીને તમારે કાગળો અને સોગંદનામાં સહિતની અરજી મુખ્યમંત્રીશ્રીની કચેરીએ મોકલી આપવાની રહેશે. 

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top