કોંગ્રેસની ન્યાયયાત્રા : કોંગ્રેસનો આક્ષેપ સરકાર બદલવાથી મૂળ પ્રશ્નોનું નિરાકરણ થઈ જતું નથી

કોંગ્રેસની ન્યાયયાત્રા : કોંગ્રેસનો આક્ષેપ સરકાર બદલવાથી મૂળ પ્રશ્નોનું નિરાકરણ થઈ જતું નથી

09/20/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

કોંગ્રેસની ન્યાયયાત્રા : કોંગ્રેસનો આક્ષેપ સરકાર બદલવાથી મૂળ પ્રશ્નોનું નિરાકરણ થઈ જતું નથી

સુરત : સુરતમાં કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા કોરોનાની મહામારીમાં રાજ્યના નાગરિકોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી હતી.  અને  બે અઠવાડિયાના સમયગાળામાં ૨૨ હજાર કરતા વધુ પરિવારોની મુલાકાત લઇ પરિવારને સંતાવના પાઠવી હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું. તેમજ પરિવારો તેમના સ્વજનો ગુમાવ્યા છે તે માંગ સરકાર સુધી રજુ કરવા માટે ૩૧, ૮૫૦ જેટલા ફોર્મ મૃતક પરિવારજનોએ ભરીને આપ્યા છે.


કોરોનાની મહામારીમાં રાજ્યના નાગરિકોને ન્યાય માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા શરુ કરવામાં આવી હતી. ૧૬ ઓગસ્ટના રોજ કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા શરુ કરવામાં આવી હતી. અને માત્ર બે અઠવાડિયાના સમયગાળામાં ૨૨ હજાર કરતા વધુ પરિવારોની મુલાકાત લઇ પરિવારને સંતાવના પાઠવી હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું. તેમજ ૧૮ સપ્ટેમ્બર પહેલાં જે પરિવારોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે તે માંગ સરકાર સુધી રજુ કરવા માટે ૩૧, ૮૫૦ કરતા વધુ ફોર્મ મૃતક પરિવારજનોએ ભરીને આપ્યા છે. આ ઉપરાંત કોગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં સરકારના ૧૦,૦૮૧ સત્તાવાર કોરોનાના દર્દીઓના મોતના આંકડા છે. તેના કરતા ત્રણ ગણાથી વધુ મોતની માહિતી માત્ર ચાર અઠવાડિયામાં કોંગ્રેસ પક્ષની કોવીડ ન્યાય યાત્રામાં સામે આવી છે. જેમાં સૌરાષ્ટ્રમાં ૧૧,૨૦૮, ઉત્તર ગુજરાતમાં ૮,૦૪૫, મધ્ય ગુજરાતમાં ૫,૧૩૬ અને દક્ષિણ ગુજરાતમાં ૭,૪૬૧ મળીને કુલ ૩૧,૮૫૦ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યાં છે. વધુમાં સરકાર પાસે કોવીડથી મૃત્યુ પામેલા દરેક મૃતયક માટે ૪ લાખનું વળતર, કોવીડ ગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડીકલ-હોસ્પિટલના ખર્ચની રકમની ચુકવણી, સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ, અને કોવીડથી મૃત્યુ પામેલ સરકારી કર્મચારીઓના સંતાન કે પરિવારજનો પૈકી કાયમી નોકરીની માંગ કરવામાં આવી હતી.


કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, 'સરકાર યાદ રાખે કે સરકાર બદલવાથી, કેબિનેટ બદલવાથી, મુખ્યમંત્રી બદલવાથી કે ચહેરા બદલવાથી મૂળ પ્રશ્નોનું નિરાકરણ થઈ જતું નથી.એટલે નવી સરકાર પણ એ બાબતમાં પ્રજાને માહિતી આપે. વિપક્ષની સાથે જે વર્તન કરવામાં આવે છે તે યોગ્ય નથી. અમે જે મૂળભૂત અધિકારોની માંગણી કરીએ છીએ, રજૂઆત કરીએ છીએ તે અમારો બંધારણીય અધિકાર છે.'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top