હાર્દિકની વોટ્સેપ ડીપીમાં કોંગ્રેસને હટાવી 'કેસરિયો'! ભાજપમાં જોડાવાનો તખ્તો તૈયાર? દિલ્હીમાં મ

હાર્દિકની વોટ્સેપ ડીપીમાં કોંગ્રેસને હટાવી 'કેસરિયો'! ભાજપમાં જોડાવાનો તખ્તો તૈયાર? દિલ્હીમાં મોટા BJP નેતા સાથે મુલાકાત?

04/25/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

હાર્દિકની વોટ્સેપ ડીપીમાં કોંગ્રેસને હટાવી 'કેસરિયો'! ભાજપમાં જોડાવાનો તખ્તો તૈયાર? દિલ્હીમાં મ

Political Desk : રાજકારણમાં કોઈ એકબીજાના કાયમી દુશ્મન કે કાયમી દોસ્ત નથી હોતા, એ વાત વધુ એક વાર સાબિત થવા જઈ રહી હોય એ પ્રકારના સમાચાર આવી રહ્યા છે. ભૂતકાળમાં ગુજરાતમાં ભાજપનો પાયો નાખવામાં મહત્વનો ફાળો આપનાર શંકરસિંહ બાપુ એક સમયે કોંગ્રેસમાં જઈ બેઠા હતા. કંઈક એવું જ હાર્દિક પટેલ બાબતે બનશે, એમ લાગી રહ્યું છે. વર્ષોથી ભાજપ વિરુદ્ધ પડનાર હાર્દિક પટેલ હવે ભાજપમાં જ જોડાઈ જાય એવો તખ્તો તૈયાર થઇ ગયો હોવાના સંકેત સાંપડી રહ્યા છે.


DPમાં કોંગ્રેસને બદલે ભગવો

DPમાં કોંગ્રેસને બદલે ભગવો

હાર્દિક પટેલ દ્વારા પોતાના વોટ્સેપનું ડીપી બદલીને એમાં કોંગ્રેસી પ્રતીકને બદલે કેસરી ખેસ નાખેલો ફોટો મૂકવામાં આવ્યો છે. હાર્દિક પટેલે વોટ્સેપ અને ટેલીગ્રામની ડિસ્પ્લે ફોટો આ રીતે બદલી નાખી છે.

આ અગાઉ પણ હાર્દિકે પોતાની જાતને 'રામભક્ત' તરીકે ઓળખાવી હતી. પોતાના પિતાના અંતિમ સંસ્કાર પછી પટેલે ભગવદ ગીતાની ચાર હજાર કોપીઝ લોકોમાં વહેંચવાની વાત કહી હતી. એ વખતે એવું પણ નિવેદન આપ્યું હતું કે અમે હિંદુ ધર્મમાંથી છીએ, અને હિંદુ હોવાનો અમને ગર્વ છે.


કોંગ્રેસથી નારાજ, BJPના મોટા નેતા સાથે સંપર્કમાં?

કોંગ્રેસથી નારાજ, BJPના મોટા નેતા સાથે સંપર્કમાં?

હાર્દિક છેલ્લા થોડા સમયથી કોંગ્રેસ સામે સતત નારાજગી દર્શાવી રહ્યા છે. આ માટે હાર્દિકે પાર્ટી હાઈકમાન્ડ સાથે મુલાકાત કરીને પણ પોતાનો રોષ પ્રકટ કર્યો હતો. હાર્દિકે આપેલું નિવેદન પણ ખાસ્સું વિવાદાસ્પદ રહ્યું હતું, જેમાં એમણે કહ્યું હતું કે, "કોંગ્રેસમાં મારી હાલત એવી થઇ ગઈ છે જાણે એક નવા દુલ્હાની નસબંધી કરી નાખવામાં આવી હોય."

આ સાથે જ હાર્દિક ભાજપની કાર્યશૈલીના વખાણ પણ કરી ચૂક્યા છે. આ દરમિયાન આજે હાર્દિક પટેલ દિલ્હીમાં ભાજપના એક મોટા નેતાને મળશે એવા સમાચારો આવી રહ્યા છે. આ અગાઉ હાર્દિક પોતે ભાજપમાં જોડાવાની શક્યતાઓનો ઇનકાર કરી ચૂક્યા છે. પરંતુ જો નિર્ણય લેવાનો આવે, તો પોતે લોકોની મરજી પ્રમાણેનો નિર્ણય લેશે અને લોકોની મરજીને ખુલ્લા દિલે સ્વીકારશે, એવો સંકેત આપી ચૂક્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top