મધરાત્રે અચાનક જ ઝુંપડામાં આગ ભભૂકી ઉઠતા માસુમ બાળકીનું થયું દર્દનાક મોત- જાણો ક્યાની છે આ કરુણ

મધરાત્રે અચાનક જ ઝુંપડામાં આગ ભભૂકી ઉઠતા માસુમ બાળકીનું થયું દર્દનાક મોત- જાણો ક્યાની છે આ કરુણ ઘટના

12/14/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

મધરાત્રે અચાનક જ ઝુંપડામાં આગ ભભૂકી ઉઠતા માસુમ બાળકીનું થયું દર્દનાક મોત- જાણો ક્યાની છે આ કરુણ

રાજ્યના રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં ગઈકાલે રાત્રિના 11 વાગ્યાનાં સુમારે એક ઝૂંપડામાં અચાનક આગ ભભૂકી ઊઠતાં આઠ તેમજ દસ વર્ષીય ત્રણ બાળકી સહિત 5 લોકો દાઝી જતાં એમને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાં એક વર્ષની બાળકીનું સારવાર દરમિયાન કરુણ મોત થયું છે. હજુ એક બાળકી તથા યુવતીની હાલત ખુબ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ પાસેથી મળેલ પ્રાથમિક તપાસમાં ઝૂંપડામાં લાઈટ ન હોવાને લીધે પરિવારે દીવો કરવા બાઇકમાંથી શીશામાં પેટ્રોલ કાઢ્યું હતું. શીશામાં કેટલું પેટ્રોલ છે તે જોવા જતા દીવાસળી ચાંપતા ઝૂંપડુ ભડભડ સળગી ઉઠ્યું હતું.


કુવાડવા પોલીસ સ્ટેશન પાછળ આવેલ ઝૂંપડામાં ભભૂકી ઉઠી આગ

મળી રહેલ જાણકારી પ્રમાણે, કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની પાછળ આવેલ એક ઝૂંપડામાં આગ લાગતાં એક વર્ષીય બાળકી પૂરી ચંગાભાઈ સોલંકી, ૧૦ વર્ષીય પ્રિયા સન્નીભાઈ સોલંકી, ૨૫ વર્ષીય ભાવુબેન ચંગાભાઈ સોલંકી, ૮ વર્ષીય પૂંજી ચંગાભાઈ સોલંકી તેમજ ૨૬ વર્ષીય રૂપા સુનીલભાઈ સોલંકી તથા બે બાળક દાઝી જતાં આ તમામને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતાં, જ્યાં પૂરીનું સારવાર દરમિયાન મોત થયું છે.

 


કડકડતી ઠંડીમાં પરિવારનો આધાર છીનવાયો

કડકડતી ઠંડીમાં પરિવારનો આધાર છીનવાયો

આ ઘટનામાં એક દીકરી બચી ગઈ હતી તેમજ ઘટનાની જાણ થતાંની સાથે જ એમ્બ્યુલન્સ તેમજ ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો તેમજ તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ફાયરબ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. જો કે, આગમાં આખું ઝૂંપડું બળીને ખાખ થઇ ગયું હતું. કડકડતી ઠંડીમાં ઝૂંપડાનો આશરો પણ છીનવાતાં આ ગરીબ પરિવાર માટે ઉપર આકાશ તથા નીચે ધરતી જેવી હાલત સર્જાઈ હતી. એક વર્ષીય બાળકીનું મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.


બધા જ લોકો આગની ઝપેટમાં આવી ગયા

પરિવારના સભ્ય સુનિલ જણાવે છે કે, લાઇટ જતી રહી હોવાથી દીવો કરવા માટે બાઇકમાંથી શીશામાં પેટ્રોલ કાઢ્યું હતું, શીશામાં પેટ્રોલ જોવા માટે દીવાસળી સળગાવતા ભડકો થતા આગ આખા ઝૂંપડામાં પ્રસરી ઉઠી હતી. બાદમાં બધા જ લોકો આગની ઝપેટમાં આવી ગયા હતા.


એક જ તબીબ હોવાથી દર્દી તડપતા રહ્યા

સિવિલ હોસ્પિટલમાં ફક્ત એક જ ઈન્ટરની ડોક્ટર હોવાને લીધે સારવારમાં અડચણો આવી જતા પાંચ બાળક તેમજ બે મહિલા દાઝેલી હાલતમાં હોસ્પિટલમાં આવતાં તેમની તાકીદે સારવાર કરવાની જરૂર ઊભી થઈ હતી, પરંતુ દર્દી સાત હતા તેમજ ડોક્ટર એક જ હોવાથી એક વર્ષની બાળકી સહિતના દર્દીઓને સારવાર માટે રાહ જોવી પડી હતી. બાદમાં હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓને જાણ કરીને બીજા ડોક્ટરને બોલાવવાની ફરજ પડી હતી.


ઝૂંપડુ બળીને ખાખ, દોઢ લાખ રૂપિયાનું થયું નુકસાન

ઝૂંપડુ બળીને ખાખ, દોઢ લાખ રૂપિયાનું થયું નુકસાન

ચનાભાઈ ભંગાર વીણવાનું કામ કરે છે. સારવારમાં રહેલ રૂપાબેન મૃતક બાળકીના માસી છે. તેઓ બહારગામથી આવ્યા હતા તેમજ તેઓ પણ આગની ઝપેટમાં આવ્યા હોવાથી દાઝી ગયા હતા. મૃતક બાળકી એક ભાઈ તેમજ ચાર બહેનમાં સૌથી નાની હોવાનું જાણવા મળ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top