ઇન્સ્ટાગ્રામ ઉપર યુવા પેઢીને બગાડવાનો આરોપ! ફેસબુકે દ્વારા કરાયું રીસર્ચ! શું કહ્યું ફેસબુકે?

ઇન્સ્ટાગ્રામ ઉપર યુવા પેઢીને બગાડવાનો આરોપ! ફેસબુકે દ્વારા કરાયું રીસર્ચ! શું કહ્યું ફેસબુકે?

09/27/2021 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

ઇન્સ્ટાગ્રામ ઉપર યુવા પેઢીને બગાડવાનો આરોપ! ફેસબુકે દ્વારા કરાયું રીસર્ચ! શું કહ્યું ફેસબુકે?

કેટલાક દિવસ પહેલા વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા યુવા પેઢીના બગાડવા ઉપર એક લેખ લખવામાં આવ્યો હતો. જેથી આ લેખની હકીકત કેટલી સાચી છે એ જાણવા માટે ફેસબુક દ્વારા રીસર્ચ કરાયું. ફેસબુક દ્વારા થયેલ આ રીસર્ચને લઈને તેણે ઘણી બધી બાબતોનો ખુલાસો કર્યો છે.

ફેસબુક અનુસાર, મોટાભાગના લોકો એવું મને છે કે, ઇન્સ્ટાગ્રામે(instagram) તેમનું જીવન વધુ સારું બનાવ્યું છે. ટીક-ટોક બંધ થવાથી ઘણા એવા ટીક-ટોક સ્ટાર હતા, જેમને ચિંતા થઇ હતી હવે શું થશે? પરંતુ ઇન્સ્ટાગ્રામ દ્વારા રીલ્સનું(reels) નવું ફીચર ઉમેર્યા બાદ તેઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજે નાની હોય કે મોટી બધી જ ઉંમરના લોકો રીલ્સમાં વિડીઓ બનાવી અપલોડ કરે છે. ઇન્સ્ટાગ્રામ પરથી તેમને ઘણી વસ્તુઓ શીખવા મળી છે. ફેસબુકનું(facebook) કહેવું છે કે, ઇન્સ્ટાગ્રામ યુવા વર્ગને બહેતર બનાવવામાં મદદ કરી રહ્યું છે. જર્નલ માહિતી મુજબ, ઇન્સ્ટાગ્રામ ૧૦ માંથી ૯ જેટલા લોકોને એકલતા, ચિંતા, ઉદાસી અને ખાવાની સમસ્યાઓ જેવી ખરાબ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ મોટા ભાગની છોકરીઓનું કહેવું છે કે, આજના સમયમાં તેઓ આ તમામ સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહી છે. આ ઉપરાંત તેમણે એ પણ જણાવ્યું કે, ઇન્સ્ટાગ્રામે મુશ્કેલ સમયને વધુ સારો બનાવ્યો છે. ઘણી યુવતીઓ પણ માને છે કે, ઈન્સ્ટાગ્રામે તેમની ઈમેજને બગાડવાને બદલે સુધારી છે. પરંતુ વોલ સ્ટ્રીટ જર્નલે એવો દાવો કર્યો હતો કે, ઇન્સ્ટાગ્રામના કારણે ઘણી યુવા છોકરીઓની તસવીર ખરાબ થઈ છે.


પ્યુ ઈન્ટરનેટ સર્વે અનુસાર, મોટાભાગના યુવાનો સોશિયલ મીડિયાને સકારાત્મક પરિણામ આપે છે. જેમ કે ૮૧ ટકા લોકોએ કહ્યું કે ઇન્સ્ટાગ્રામ તેમને કનેક્ટ કરવામાં મદદ કરે છે, જ્યારે કેટલાક લોકોએ તેની નકારાત્મક અસરો તરફ પણ ધ્યાન દોર્યું. જેમ કે ૪૩ ટકા લોકોએ કહ્યું કે, તેઓ ઇન્સ્ટાગ્રામ પર એવી વસ્તુઓ પોસ્ટ કરવા માટે દબાણ અનુભવે છે જે તેમને સારા લાગે છે.


ફેસબુક દ્વારા કહેવાયું, તેમના દ્વારા કરાયેલ સંશોધન ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર ખરાબને ઘટાડવા અને વધુ સારું કરવા માટેના પ્રયાસનો એક ભાગ છે. આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે ક્યાં સુધારા થવા જોઈએ. આજ કારણ છે કે આંતરિક સ્લાઇડ્સમાં સંભવિત ખરાબ પરિણામોને પ્રકાશિત કરવામાં આવ્યા છે. જેના માટે એપમાં કેટલાક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. જે નીચે મુજબના છે.

૧ શરીરની ઈમેજને લગતી સમસ્યાઓથી સંબધિત લોકોને મદદરૂપ થવા નવા સંસાધનો રજૂ કરવામાં આવ્યા છે, અને ખાવાની વિકૃતિઓ માટેના પણ ઘણા વિકલ્પો રજૂ કરવામાં આવ્યા છે.

૨  ઇન્સ્ટાગ્રામમાં આત્મહત્યાને લગતી તમામ ગ્રાફિક સામગ્રીને દૂર કરવા માટેની નીતિઓ અપડેટ કરવામાં આવી છે.

૩ નબળા હ્રદય વાળા લોકોને આત્મહત્યા અને આત્મ-ઇજાને લગતી તમામ સામગ્રીના સંપર્કમાં આવવાથી અટકાવવા માટેના  ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે.

૪ ફેસબુક દ્વારા વિકલ્પ અપડેટ કરવામાં આવ્યો છે. તેમાં જો કોઈ વ્યક્તિ તમને ધમકી આપે અથવા હેરાન કરે તો તેના વિશેની ફરિયાદ ફેસબુક કંપનીમાં કરી શકાય છે. ફરિયાદના પગલે આરોપી સામે કાર્યવાહી થશે.

૫ ઇન્સ્ટાગ્રામ પર લોકોને પ્રેરણા આપતી પોસ્ટ્સને આગળ વધારવામાં આવશે અને લોકો સુધી પહોંચાડવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top