Ukai Flood Sell દ્વારા મહત્વની જાહેરાત; ઉપરવાસમાં ભારે વરસાદને કારણે છોડવામાં આવી રહેલા પાણીમાં

Ukai Flood Sell દ્વારા મહત્વની જાહેરાત; ઉપરવાસમાં ભારે વરસાદને કારણે છોડવામાં આવી રહેલા પાણીમાં થઇ શકે છે વધારો

10/12/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Ukai Flood Sell દ્વારા મહત્વની જાહેરાત; ઉપરવાસમાં ભારે વરસાદને કારણે છોડવામાં આવી રહેલા પાણીમાં

ગુજરાત ડેસ્ક : ચાલુ સાલ ગુજરાતમાં સર્વત્રીક વરસાદને લઇને દક્ષિણ ગુજરાતના જળાશયોમાં જળપ્રવાહમાં વધારો થયો છે. જેને લઇને ખેડૂતો તથા વહીવટીતંત્રને હાશકારો થયો છે. ત્યારે સુરતમાં પુરતા વરસાદને લઇને સુરત જિલ્લાના ઉકાઈ ડેમની જળ સપાટીમાં પણ વધારો નોંધાયો છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ ગણવામાં આવે છે પરંતુ હાલ  ઉકાઈ ડેમની જળ સપાટી 345.28 ફૂટે પહોંચી છે.


ઉકાઇ ડેમમાં નવા પાણીની આવક

ઉકાઇ ડેમમાં નવા પાણીની આવક

તાજેતરમાં ઉપરવાસમાં ભારે વરસાદને લઇને ઉકાઇ ડેમમાં નવા પાણીની આવક થઇ રહી છે જેથી ઉકાઈ ડેમમાં પાણી ભયજનક સપાટીથી વધી જતા વહીવટી તંત્ર પણ સાબદું બન્યું છે અને ચાપતી નજર રાખી રહ્યું છે તથા ડેમમાંથી 5,4452 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


ચેતવણી રૂપે એક જાહેર પત્રિકા બહાર પાડવામાં આવી

ચેતવણી રૂપે એક જાહેર પત્રિકા બહાર પાડવામાં આવી

ઉકાઈ ડેમના અધિકારીઓ દ્વારા ચેતવણી રૂપે એક જાહેર પત્રિકા બહાર પાડવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે હાલમાં ઉકાઈ ડેમની જળ સપાટી 345.28 ફૂટે પહોંચી છે જેથી ડેમમાંથી 54,452 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પરંતુ જો ઉપરવાસમાં ભારે વરસાદને લઇને ઉકાઇ ડેમમાં નવા પાણી આવક સતત ચાલુ રહેશે તો વધુ પાણી પણ છોડવામાં આવી શકે છે જે વધીને 100000 ક્યુસેક જેટલું પણ થઇ શકે છે.


તાપી નદી પ્રભાવિત

ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી પ્રભાવિત થઇ છે. નદીમાંથી છોડાઇ રહેલા પાણીને પગલે કાંઠાના વિસ્તારોમાં આવેલા ગામોને એલર્ટ કરાયા છે. સાથે જ વહીવટી તંત્ર દ્વારા લોકોને નદીના તટમાં ન જવાની અપીલ કરવામાં આવી છે


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top