28મીએ શક્તિપ્રદર્શન સાથે કમલમમાં કેસરિયો ધારણ કરશે, જનતા અને સમાજ બાદ ભાજપની પણ જાહેરમાં માફી મ

28મીએ શક્તિપ્રદર્શન સાથે કમલમમાં કેસરિયો ધારણ કરશે, જનતા અને સમાજ બાદ ભાજપની પણ જાહેરમાં માફી માગી શકે છે

05/19/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

28મીએ શક્તિપ્રદર્શન સાથે કમલમમાં કેસરિયો ધારણ કરશે, જનતા અને સમાજ બાદ ભાજપની પણ જાહેરમાં માફી મ

ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) સાથે છેડો ફાડી નાખ્યા બાદ અન્ય રાજકીય પક્ષમાં જોડાવવા માટેની ચાલી રહેલી અટકળો વચ્ચે હાર્દિક પટેલ (Hardik Patel) 10 હજારથી વધુ સમર્થકો સાથે 28મીએ ભાજપ-પ્રમુખ અને કેન્દ્રીય મંત્રીની હાજરીમાં નરેન્દ્ર મોદી (Narendra Modi) અને અમિત શાહ (Amit Shah) ગુજરાત આવે એ પહેલાં ભાજપનો ખેસ પહેરે એવી શક્યતા છે. એટલું જ નહીં જાહેરમાં ભાજપની માફી માગે એવી પણ અટકળો પણ ચાલી રહી છે.


ભાજપ વિરુદ્ધ શબ્દ પણ ન ઉચાર્યો ને હિન્દુત્વની વાતો કરી :

કૉંગ્રેસમુક્ત બન્યા બાદ હાર્દિક પટેલે પત્રકાર પરિષદમાં ગુજરાતની જનતા અને સમાજની માફી માગી હતી. એટલું જ નહીં, ભાજપ વિરુદ્ધમાં કંઈપણ બોલવાને બદલે હિન્દુત્વની વાતો કરી હતી, સાથે સાથે માત્ર ને માત્ર કોંગ્રેસની અંદરની લડાઈને ઉજાગર કરી હતી. હાર્દિક પટેલને લેવા માટે આમ આદમી પાર્ટીએ બહુ રસ ન દાખવતાં હવે ભાજપમાં જ જવાનો એકમાત્ર રસ્તો બચ્યો હોવાથી ભાજપ સાથે સંપર્ક કર્યો હોવાનું જાણવા મળ્યું છે. એમાં ભાજપે કેટલીક શરતોને આધીન ભાજપમાં લેવાની ચર્ચા શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે.


ભાજપમાં જોડાઈને 10 હજારની મેદનીને સંબોધશે :

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યા બાદ હાર્દિકે સનસનીખેજ પત્ર લખ્યો હતો. હાર્દિક પટેલ માટે 'આપ' માં જોડાવવું કોઈ કાળે શક્ય નથી. પોતાની સામેના અસંખ્ય પોલીસ કેસ, કોર્ટ કેસોમાં રાહત મેળવવા માટે એકમાત્ર ભાજપમાં જોડાવવું જ લાભદાયક રહી શકે છે. આગામી દિવસોમાં કમલમ ખાતે જ હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે. હાર્દિક પટેલનું ભાજપમાં જોડાવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે.


હાર્દિક પટેલ આગામી અઠવાડિયે ભાજપમાં જોડાઈ એવી પૂરી શક્યતા છે. હાર્દિકની ભાજપમાં એન્ટ્રી સમયે કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહેશે. ભાજપમાં જોડાતા સમયે હાર્દિક શક્તિપ્રદર્શન કરતી એક જનસભા પણ સંબોધશે. જનસભામાં 10 હજાર જેટલી મેદની એકઠી કરશે, એની સાથે સાથે જનતા અને સમાજની જેમ ભાજપની પણ માફી માગી શકે છે.


ભાજપ રાગ :  દેશને રામ મંદિર, નિર્ણયો લેનાર નેતૃત્વ જોઈએ છે :

યુવાનો દેશ માટે સક્ષમ અને મજબૂત નેતૃત્વ ઈચ્છે છે, પણ હકીકત એ છે કે કોંગ્રેસનું એક જ કામ છે- કેન્દ્ર સરકારનો વિરોધ કરવાનું. દેશ અયોધ્યામાં રામ મંદિર, 370, CAA-NRC અને GST જેવા નિર્ણય ઈચ્છે છે. જ્યારે કોંગ્રેસ માત્ર અવરોધો પેદા કરે છે. કોંગ્રેસ પર ગુસ્સો એટલા માટે આવે છે, કારણ કે વારંવાર ધર્મની વાતને અવગણવામાં આવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top