એક એવો પુલ જ્યાં માણસો નહિ, પરંતુ કૂતરાઓ આત્મહત્યા કરે છે; જાણો શું છે આ 'ડોગ્સ સુસાઈડ બ્રિજ'નુ

એક એવો પુલ જ્યાં માણસો નહિ, પરંતુ કૂતરાઓ આત્મહત્યા કરે છે; જાણો શું છે આ 'ડોગ્સ સુસાઈડ બ્રિજ'નું રહસ્ય

06/29/2022 World

SidhiKhabar

SidhiKhabar

એક એવો પુલ જ્યાં માણસો નહિ, પરંતુ કૂતરાઓ આત્મહત્યા કરે છે; જાણો શું છે આ 'ડોગ્સ સુસાઈડ બ્રિજ'નુ

વર્લ્ડ ડેસ્ક : શું તમે ક્યારેય પ્રાણીઓને આત્મહત્યા કરતા સાંભળ્યા છે? જો નહીં, તો આજે અમે તમને એક એવી જ અજીબ જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં કૂતરાઓ આત્મહત્યા કરે છે. સ્કોટલેન્ડમાં એક એવો પુલ છે જ્યાંથી કૂતરા કૂદીને પોતાનો જીવ આપી દે છે.

આ વાત અજીબ લાગી શકે છે  પરંતુ સ્કોટલેન્ડનો આ પુલ માત્ર કૂતરાઓની આત્મહત્યા માટે જાણીતો છે. પુલની ઉંચાઈ 50 ફૂટ છે. એવું કહેવાય છે કે જ્યારે પણ કૂતરો તેના પર ફરવા આવે છે  ત્યારે તે આપોઆપ પુલ પરથી કૂદી જાય છે. આ જ કારણ છે કે આ બ્રિજને 'ડોગ્સ સુસાઈડ બ્રિજ' નામ આપવામાં આવ્યું છે.


રહસ્ય ઉકેલાયું નથી

રહસ્ય ઉકેલાયું નથી

સમાચાર મુજબ અત્યાર સુધીમાં સેંકડો કૂતરાઓ આ પુલ પરથી કૂદી ચૂક્યા છે. જેમાંથી 50ના મોત થયા છે. જો કે આ પુલનું રહસ્ય શું છે તે અંગે હજુ સુધી કોઈને કંઈ જાણવા મળ્યું નથી.

આ મામલાને લઈને સ્થાનિક લોકોનું કહેવું છે કે કૂતરાઓની આત્મહત્યાને જોતા અહીં તેને લગતી નોટિસ પણ મુકવામાં આવી છે. આ પુલનું નિર્માણ વર્ષ 1950માં કરવામાં આવ્યું હતું. લોકોનું કહેવું છે કે જ્યારથી આ પુલ બન્યો છે ત્યારથી આવી ઘટનાઓ જોવા મળી રહી છે. એટલું જ નહીં,  લોકો કહે છે કે એકવાર એક વ્યક્તિએ તેના પુત્રને પુલ પરથી નીચે ફેંકી દીધો અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.


'અહીં કંઈક વિચિત્ર છે'

'અહીં કંઈક વિચિત્ર છે'

પુલ વિશે વિવિધ વાર્તાઓ કહેવામાં આવે છે. કેટલાક લોકોનું માનવું છે કે આ જગ્યા ભૂત સાથે જોડાયેલી નકારાત્મક શક્તિઓ ધરાવે છે, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે કૂતરાઓની અંદર ભૂત આવે છે અને તેઓ પોતાનો જીવ લેવા માટે પુલ પરથી કૂદી પડે છે. જે માલિકોનાં કૂતરા અહીંથી નીચે કૂદી પડ્યાં છે તેઓ પણ માને છે કે અહીં કંઈક અજુગતું છે, જેના કારણે પાળતુ પ્રાણી નીચે કૂદી પડે છે.

હવે સત્ય ગમે તે હોય પણ આજે પણ આ પુલ લોકોની સામે રહસ્ય બનીને ઉભો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top