... અને રનવે પર મુસાફરોએ વિમાનને ધક્કો મારવો પડ્યો

... અને રનવે પર મુસાફરોએ વિમાનને ધક્કો મારવો પડ્યો

12/04/2021 World

SidhiKhabar

SidhiKhabar

... અને રનવે પર મુસાફરોએ વિમાનને ધક્કો મારવો પડ્યો

કાઠમંડુ: ઘણી વખત આપણે જયારે કાર અટકી જાય ત્યારે તેને ધક્કો મારીએ છીએ જેથી તે ચાલુ થઈ જાય અથવા તેને કોઈ એવી જગ્યાએ લઈ જઈએ જે ટ્રાફિકને અવરોધે નહીં. હવે નેપાળથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે લોકો એરપોર્ટ પર પ્લેનને ધક્કો મારી રહ્યા છે. આ વાયરલ વીડિયો નેપાળના બાજુરા એરપોર્ટનો છે જ્યાં બુધવારે (1 ડિસેમ્બર 2021) ડઝનેક લોકોએ એકસાથે તારા એર પ્લેનને ધક્કો માર્યો હતો. તારા એરલાઈન્સનું આ પ્લેન બાજુરા એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું, પરંતુ જ્યારે તે રનવેથી ટેક્સી-વે તરફ જઈ રહ્યું હતું ત્યારે અચાનક પ્લેનના લેન્ડિંગ ગિયરનો એક ટાયર ફાટવાનો અવાજ આવ્યો હતો.


ટાયર ફાટવાથી રનવે બ્લોક થઈ ગયો

રનવે અને ટેક્સીવે વચ્ચે ટાયર ફાટવાથી રનવે બ્લોક થઈ ગયો હતો અને જ્યાં સુધી વિમાનને પાર્કિંગ-વે પર પહોંચાડવામાં આવ્યું ત્યાં સુધી અન્ય કોઈ વિમાન લેન્ડ થઈ શક્યું ન હતું. આ દરમિયાન અન્ય એક વિમાન બાજુરા એરપોર્ટ પર લેન્ડિંગની પરવાનગી માંગી રહ્યું હતું, પરંતુ ATC બાજુરાએ રનવે બ્લોક થવાને કારણે બીજા વિમાનને લેન્ડ કરવાની મંજૂરી આપી ન હતી.

નાના વિમાન અને ઓછા ઈંધણને કારણે બીજું વિમાન લાંબો સમય સુધી આકાશમાં રહી શક્યું ન હતું. વિમાનને સંપૂર્ણપણે ખાલી કર્યા બાદ ત્યાં હાજર સ્ટાફ અને પેસેન્જરોએ મળીને તારા એરના વિમાનને રનવે પરથી પાર્કિંગ લોટ સુધી ધકેલી દીધું જેથી બીજું વિમાન ત્યાં લેન્ડ થઈ શકે.


સોશિયલ મીડિયા પર શેર થઇ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે મુસાફરો અને સુરક્ષાકર્મીઓ કોલટી એરપોર્ટના રનવે પર ઉભેલા આ વિમાનને ધક્કો મારી રહ્યા છે. નેપાળી પત્રકાર સુશીલ ભટ્ટરાયના જણાવ્યા અનુસાર, તારા એરનું આ પ્લેન ટાયર ફાટ્યા બાદ રનવે પર પાર્ક કરવામાં આવ્યું હતું. રનવે પર ઉભા રહેવાને કારણે અન્ય વિમાનોની ઉડાન આ વિમાનની ઉડાન અવરોધી રહી હતી. આ સંકટને ઉકેલવા માટે ત્યાં હાજર મુસાફરો અને સુરક્ષાકર્મીઓએ વિમાનને ધક્કો મારવો પડ્યો હતો.


સોશિયલ મીડિયા પર હાંસી પાત્ર

સોશિયલ મીડિયા પર તારા એરની મજાક ઉડાવવામાં આવ્યા બાદ એક યુઝરે કોમેન્ટ કરી હતી કે, ટાયર ફાટ્યા બાદ બનેલા વીડિયોના આધારે અજાણ લોકો તારા એરની મજાક ઉડાવી રહ્યા છે. તે કોઈપણ એરલાઇન સાથે થઈ શકે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે, નેપાળની નાગરિક ઉડ્ડયન સત્તા વધુ દોષી છે. ઓથોરિટી પાસે વિમાન ચલાવવા માટે જરૂરી સંસાધનો નથી.

આ યુઝરે દાવો કર્યો હતો કે, નેપાળની ઓથોરિટી એરલાઈન્સ કંપનીઓ પાસેથી ઘણા પૈસા વસૂલે છે પરંતુ તેના બદલામાં જરૂરી સુવિધાઓ આપતી નથી. તેમણે કહ્યું કે, તારા એર હિમાલયના પડકારરૂપ એરપોર્ટ પર વિમાનોનું સંચાલન કરે છે અને મોટાભાગના નેપાળના લોકો દ્વારા તેની પ્રશંસા કરવામાં આવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top