G-20 Summit : મોદીએ UNને ગણાવ્યું નિષ્ફળ; અમેરિકા અને યુરોપને આપી શિખામણ, જાણો શું બોલ્યા નરેન્

G-20 Summit : મોદીએ UNને ગણાવ્યું નિષ્ફળ; અમેરિકા અને યુરોપને આપી શિખામણ, જાણો શું બોલ્યા નરેન્દ્ર મોદી?

11/15/2022 World

SidhiKhabar

SidhiKhabar

G-20 Summit : મોદીએ UNને ગણાવ્યું નિષ્ફળ; અમેરિકા અને યુરોપને આપી શિખામણ, જાણો શું બોલ્યા નરેન્

પીએમ નરેન્દ્ર મોદીએ ઈન્ડોનેશિયાના બાલીમાં જી-20 સમિટ દરમિયાન કહ્યું કે દુનિયાની સમસ્યાઓને પહોંચી વળવામાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ નિષ્ફળ રહ્યું છે. આપણે તેમાં પૂરતો સુધારો કરી શક્યા નથી. નામ લીધા વગર પ્રધાનમંત્રીએ અમેરિકા અને યુરોપના દેશોને શિખામણ આપતા કહ્યું કે આપણે એનર્જીના સપ્લાય પર કોઈ પણ પ્રકારના પ્રતિબંધોને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં. રશિયા યુક્રેન બાદ અમેરિકા અને યુરોપના દેશ અનેક પ્રકારના પ્રતિબંધ લગાવી રહ્યા છે. તેનો ઉલ્લેખ પણ પીએમ મોદીએ કર્યો છે. તેમણે કહ્યું કે દુનિયાને જી-20 પાસેથી ખુબ આશાઓ છે.


દુનિયામાં તબાહી મચાવી દીધી

પીએમ મોદીએ કહ્યું કે ક્લાઈમેટ ચેન્જ, કોવિડ મહામારી, યુક્રેનનો ઘટનાક્રમ અને તેની સાથે જોડાયેલી વૈશ્વિક સમસ્યાઓએ મળીને દુનિયામાં તબાહી મચાવી દીધી છે. ગ્લોબલ સપ્લાય ચેન્સ વેર વિખેર થઈ ગઈ છે. સમગ્ર દુનિયામાં જિંદગી માટે જરૂરી ચીજોના સપ્લાયનું સંકટ બનેલું છે. દરેક દેશના ગરીબ નાગરિકો માટે પડકાર વધુ ગંભીર છે. તેઓ પહેલેથી જીવનમાં ઝઝૂમી રહ્યા હતા. તેમની પાસે બેવડા માર સામે ઝૂઝવાની આર્થિક ક્ષમતા નથી.


યુએન નિષ્ફળ રહ્યું

પીએમ મોદીએ કહ્યું કે આપણે એ વાતને સ્વીકારવામાં જરાય સંકોચ કરવો જોઈએ નહીં કે સંયુક્ત રાષ્ટ્ર જેવી મલ્ટીલેટરલ સંસ્થાઓ આ મુદ્દાઓ પર નિષ્ફળ રહી છે અને આપણે બધા તેમાં જરૂરી સુધારો કરવામાં પણ નિષ્ફળ રહ્યા છીએ. આથી આજે જી-20 પાસે વિશ્વને વધુ અપેક્ષાઓ છે, આપણા સમૂહની પ્રાસંગિકતા વધી છે.


વિશ્વ યુદ્ધે વિશ્વમાં કેર વર્તાવ્યો હતો

વિશ્વ યુદ્ધે વિશ્વમાં કેર વર્તાવ્યો હતો

પીએમએ કહ્યું કે આપણે યુક્રેનમાં સંઘર્ષ વિરામ અને ડિપ્લોમેસીના રસ્તે પાછા ફરવાનો રસ્તો શોધવો પડશે. ગત શતાબ્દીમાં બીજા વિશ્વ યુદ્ધે વિશ્વમાં કેર વર્તાવ્યો હતો. ત્યારબાદ તે સમયના નેતાઓએ શાંતિનો રસ્તો પકડવાનો ગંભીર પ્રયત્ન કર્યો. હવે અમારો વારો છે. પોસ્ટ-કોવિડ કાળ માટે એક નવા વર્લ્ડ ઓર્ડરની રચના કરવાની જવાબદારી આપણા ખભે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top