ગઈકાલે મધરાતે પોલીસોના ધાડા સાથે એક હજાર થી વધુ કર્મચારીઓ રીંગરોડ પર ઉતરી આવ્યા અને દરગાહને...

ગઈકાલે મધરાતે પોલીસોના ધાડા સાથે એક હજાર થી વધુ કર્મચારીઓ રીંગરોડ પર ઉતરી આવ્યા અને દરગાહને... : SMCનો જબરદસ્ત સપાટો!

10/22/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગઈકાલે મધરાતે પોલીસોના ધાડા સાથે એક હજાર થી વધુ કર્મચારીઓ રીંગરોડ પર ઉતરી આવ્યા અને દરગાહને...

સુરત : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્યારેક અચાનક હરકતમાં આવીને વર્ષો જૂના વિકટ પ્રશ્નનો ચપટીકમાં ઉકેલ આણી દેવા માટે જાણીતી છે. ગઈકાલે મધરાત્રે દોઢેક વાગ્યાને સુમારે કંઈક આવો જ નજારો જોવા મળ્યો હતો, જ્યારે સરકારી કર્મચારીઓના ધાડેધાડા રીંગરોડ ખાતે આવેલી, અને ટ્રાફિકમાં અડચણરૂપ બનતી વર્ષો જૂની દરગાહ ખાતે ઉમટી પડ્યા હતા.


ધાર્મિક સ્થળોને નામે જાહેર રસ્તા પર દબાણ

ધાર્મિક સ્થળોને નામે જાહેર રસ્તા પર દબાણ

સુરત શહેરમાં રિંગરોડ જેવા હેવી ટ્રાફિક ધરાવતા વિસ્તારમાં ઘણા સમય પહેલા, APMC - કૃષિ બજાર સામે એક દરગાહ બનાવવામાં આવી હતી. આ દરગાહ રસ્તાની વચ્ચોવચ્ચ હોવાથી ટ્રાફિકમાં અડચણરૂપ થતી હતી. એટલું જ નહિ પણ અનેક વાર અકસ્માતનું કારણ પણ બનતી હતી. પરંતુ ધાર્મિક મામલો હોવાથી હજી સુધી કોઈએ રસ્તાની વચ્ચોવચ્ચ બનેલી આ દરગાહ ખસેડવા અંગે વિચાર્યું નહોતું. પરંતુ વાહન ચાલકો ભયંકર અગવડ વેઠતા હતા. વળી દરગાહની થોડે જ દૂર મહાકાળી માતાનું મંદિર પણ બનાવી દેવાયું હતું. આ મંદિર પણ ટ્રાફિકમાં અડચણરૂપ હતું.

પંક્ચરવાળાએ પણ દબાણ કર્યું હતું!

આ ઉપરાંત રિંગરોડ પર જ લિજન્ડ માર્કેટની સામે પણ એક દરગાહ રસ્તાની વચ્ચોવચ્ચ હતી. જેના પરિણામે રસ્તો સાંકડો થઇ ગયો હતો. આટલું ઓછું હોય તેમ એક પંક્ચરવાળાએ પણ દબાણ કરીને રસ્તાનો બાકીનો હિસ્સો પચાવી પાડ્યો હતો.


રાતોરાત સફાયો કરીને રસ્તો પણ બનાવી દેવાયો!

રાતોરાત સફાયો કરીને રસ્તો પણ બનાવી દેવાયો!

આખરે ગઈકાલે મધરાતે દોઢેક વાગ્યાના સુમારે મહિધરપુરા પોલીસ સ્ટેશન અને SMC કર્મચારીઓ મોટી સંખ્યામાં પૂરતી તૈયારી સાથે આ વિસ્તારમાં જઈ પહોંચ્યા હતા. અને બન્ને ધાર્મિક સ્થળોની ફરતે 500 મીટર દૂર બેરીકેડીંગ કરી દેવાયું હતું. એ પછી આ બન્ને ધાર્મિક સ્થળોનું ડિમોલીશન કરી દેવાયું હતું. સાથે જ લિજન્ડ માર્કેટ વાળી દરગાહ પણ દૂર કરવામાં આવી હતી. દરગાહ નજીક દબાણ કરનાર પંક્ચરવાળાણે પણ હટાવી દેવાયો હતો.

આટલું ઓછું હોય એમ સવાર પડે એ પહેલા તો આ બધી જગ્યાએ SMCએ પાકો ડામર રોડ પણ બનાવી દીધો! લોકો ધાર્મિક કટ્ટરતાને રવાડે ચડીણે ગામ ગજવે એ પહેલા SMCએ રાતોરાત તમામ દબાણોનો પ્રશ્ન એક ઝાટકે સોલ્વ કરી નાખ્યો. જો કે થોડા ઇસમોએ મધરાતે પણ ડિમોલીશનના કામમાં વિરોધ નોંધાવ્યો હતો. પણ સ્થળ પર મોટા પ્રમાણમાં પોલીસ ફોર્સ હાજર હતી, એટલે તેઓ ખાસ કશું ઉકાળી શક્યા નહોતા. પોલીસે 14થી વધુ લોકોને તાત્કાલિક ધરપકડ કરીને વિરોધની હવા કાઢી નાખી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top