ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ; દુકાનો પાણીમાં ગરકાવ થવાના અહેવાલ, વહીવટીતંત્ર દ્વારા NDRF તૈન

ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ; દુકાનો પાણીમાં ગરકાવ થવાના અહેવાલ, વહીવટીતંત્ર દ્વારા NDRF તૈનાત

07/02/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ; દુકાનો પાણીમાં ગરકાવ થવાના અહેવાલ, વહીવટીતંત્ર દ્વારા NDRF તૈન

ગુજરાત ડેસ્ક : ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું અને સુરત, બનાસકાંઠા અને આણંદ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તી હતી. સુરતના પલસાણા તાલુકામાં શનિવારે સવાર સુધીમાં 209 મીમી વરસાદ નોંધાયો હતો.


380 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા

380 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા

ગુરુવારે બોરસદ તાલુકાના કેટલાક ગામોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાયા બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈનાત નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમે આણંદ જિલ્લામાં વરસાદગ્રસ્ત ગામોમાંથી 380 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. શનિવારે સવારે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

સરકારના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના જણાવ્યા અનુસાર સુરત શહેરમાં પણ વરસાદની અસર થઈ છે. જિલ્લાના પલસાણા તાલુકામાં સૌથી વધુ 209 મી.મી. વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાના અન્ય તાલુકાઓમાં બારડોલી (125 mm.), ઓલપાડ (118 mm.) અને ચોર્યાસી (117 mm.) વરસાદ નોંધાયો હતો.


દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ

દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ

SEOCના ડેટા અનુસાર, દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી અને વલસાડ જિલ્લાઓ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પણ ભારે વરસાદ થયો હતો, ખાસ કરીને દિયોદર (190 mm), ડીસા (120 mm) અને અમીરગઢ (120 mm)માં વરસાદ પડ્યો હતો. ડીસા નગરના નીચાણવાળા વિસ્તારોની અનેક દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. રસ્તાઓ અને અંડરપાસ પર પાણી ભરાયા હતા, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ આવી જ હાલત છે.

આણંદ જિલ્લા વહીવટીતંત્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસરે જણાવ્યું હતું કે બોરસદ તાલુકાના બે ગામોના કુલ 380 લોકોને નીચાણવાળા વિસ્તારોમાં પૂરના કારણે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જો કે હવે આ વિસ્તારમાં વરસાદ બંધ થઈ ગયો છે અને પાણીના સ્તરમાં ઘટાડો થયો છે, પરંતુ લગભગ 140 લોકો હજુ પણ ઘરે પરત ફરી શક્યા નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top