આ દેશમાં ગૃહયુદ્ધની સ્થિતિ હિંસા અને લૂંટફાટ બાદ વડાપ્રધાનું રાજીનામું..'70 થી 80 ભારતીય નાગરિ

આ દેશમાં ગૃહયુદ્ધની સ્થિતિ હિંસા અને લૂંટફાટ બાદ વડાપ્રધાનું રાજીનામું..'70 થી 80 ભારતીય નાગરિકો ધરાવતો દેશ!

03/13/2024 World

SidhiKhabar

SidhiKhabar

આ દેશમાં ગૃહયુદ્ધની સ્થિતિ હિંસા અને લૂંટફાટ બાદ વડાપ્રધાનું  રાજીનામું..'70 થી 80 ભારતીય નાગરિ

Haiti PM Resigns : કેરેબિયન રાષ્ટ્રમાં હિંસા અને લૂંટફાટ બાદ હૈતીના વડાપ્રધાન (Haiti's Prime Minister) એરિયલ હેનરી (Ariel Henry)એ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વડાપ્રધાન ક્ષેત્રિય દેશોની અપાતકાલીન બેઠક બાદ રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી દેશમાં ગૃહયુદ્ધના કારણે સતત સ્થિતિ વણસી રહી છે.


નવી સરકારની રચના સુધી હેનરી કાર્યકારી વડા પ્રધાન રહેશે

નવી સરકારની રચના સુધી હેનરી કાર્યકારી વડા પ્રધાન રહેશે

વડાપ્રધાન એરિયલ હેનરીએ સોમવારે એક વીડિયો જાહેર કર્યો હતો અને તેમા તેમણે કહ્યું હતું કે હૈતીને સ્થિરતાની જરૂર છે. મારી સરકાર એક કાઉન્સિલની નિમણૂક કરશે, જે વડાપ્રધાન અને નવા મંત્રીમંડળની જાહેરાત કરશે. ત્યાં સુધી અમે કાર્યકારી સરકાર તરીકે કામ કરીશું. હૈતીના વડાપ્રધાનના સલાહકાર જીન જુનિયર જોસેફના જણાવ્યાનુસાર, નવી વચગાળાની સરકાર રચાય ત્યાં સુધી હેનરી વડાપ્રધાન તરીકે સેવા આપશે.


હું ખાતરી કરવા માંગુ છું કે હૈતીમાં કાયદાનું શાસન હશે

હું ખાતરી કરવા માંગુ છું કે હૈતીમાં કાયદાનું શાસન હશે

સેરીકોમ (CERICOM) ચેરમેન ઈરફાન અલીએ જણાવ્યું હતું કે હું ખાતરી કરવા માંગુ છું કે હૈતીમાં કાયદાનું શાસન હશે. ઉલ્લેખનીય છે કે ઈન્ડો-હૈતીઓ ભારતીય મૂળના હૈતીઓ છે જેઓ હૈતીમાં સ્થળાંતરિત થયા હતા અથવા તેમનો જન્મ હૈતીમાં થયો હતો. 2011ના આંકડા અનુસાર, દેશમાં અંદાજે 400 ઈન્ડો-હૈતીઓ છે. ફેબ્રુઆરી 2016 સુધીમાં, અંદાજે 70-80 ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના વ્યક્તિઓ હૈતીમાં રહે છે, જેમાંથી મોટા ભાગના ભારતીય નાગરિકો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top